For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chhath Puja 2021: ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પિત કરીને થયુ 'છઠ' મહાપર્વનુ સમાપન

આસ્થાના મહાપર્વ છઠના ચોથા દિવસે ગુરુવારે સવારે લોકોએ ઉદયમાન સૂર્યને અર્ધ્ય આપ્યુ આ સાથે ચાર દિવસ સુધી ચાલતા આ પર્વનુ આજે સમાપન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસ્થાના મહાપર્વ છઠના ચોથા દિવસે ગુરુવારે સવારે લોકોએ ઉદયમાન સૂર્યને અર્ધ્ય આપ્યુ આ સાથે ચાર દિવસ સુધી ચાલતા આ પર્વનુ આજે સમાપન થઈ ગયુ. શ્રદ્ધાળુઓએ સવાર-સવારમાં જ ઘાટ પર પહોચીને ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યુ. ત્યારબાદ ઉપવાસ રાખનાર લોકોએ છઠ માતાનો પ્રસાદ ગ્રહણ કરીને વ્રત તોડ્યુ. તમને જણાવી દઈએ કે છઠ પૂજા કરવાનો ઉદ્દેશ જીવનમાં સૂર્યદેવની કૃપા અને છઠ માતાનો પ્રેમ-આશીષ મેળવવાનો છે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વળી, છઠ માતાના આશીર્વાદથી માનવીને સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

puna

છઠ એકમાત્ર એવી પૂજા છે જેમાં ઉગતા અને અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. અસ્ત થતો સૂરજ તમારા કાળચક્ર વિશે જણાવે છે જ્યારે ઉગતો સૂર્ય નવા વિચારો અને ઉર્જાનુ પ્રતીક છે અને જીવનમાં આગળ વધવા માટે આ બંને વસ્તુઓનુ હોવુ ખૂબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે સામાન્યથી લઈને ખાસ સુધી સહુએ પૂરી શ્રદ્ધા સાથે છઠ પૂજા કરી અને પોતાના પરિવારની ખુશીઓ માટે સૂર્ય ભગવા અને છઠ માતાની પ્રાર્થના કરી.

તમને જણાવી દઈએ કે છઠ પર્વને તમારે સંયમ પ્રેમ તપ અને પ્રકૃતિ સાથે જોડાવાની શીખ આપે છે. છઠ પર્વના કારણે લોકો ઘાટ-જળાશયોની સફાઈ કરે છે કે જે સ્વસ્થ વાતાવરણ માટે સૌથી વધુ જરૂરી છે. એટલુ જ નહિ સૂર્યને અર્ધ્ય ઘૂંટણ સુધી પાણીમાં ઉભા રહીને આપવામાં આવે છે કે જે તમારા શરીરના રોગોને દૂર કરે છે. જળ-ચિકિત્સામાં આ હ્યટિસ્નાનહ્ર કહેવાય છે સૂર્યની રોશનીથી કીટકો અને રોગોનો અંત આવે છે. સૂર્યની રોશની હાડકા માટે ખૂબ વધુ જરૂરી છે. માટે આ વ્રત આરોગ્ય માટે ઘણુ લાભદાયી છે. છઠ પર્વનો ઉલ્લેખ આદિ ગ્રંથ ઋગ્વેદમાં પણ મળે છે.

English summary
Chhath 2021: People offer 'ardhya' to the Sun God on the last day, now puja Completed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X