For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chhath Puja 2020: આજે સૂર્યદેવને ગોળની ખીરનો ભોગ ધરાવી શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

છઠ મહાપર્વની શરૂઆત બુધવારથી થઈ ચૂકી છે. આજે છઠનો બીજો દિવસ છે જેને 'ખરના' કહેવાય છે. જાણો વિગત..

|
Google Oneindia Gujarati News

Chhath Puja (Kharna Tody): અત્યારે આખુ બિહાર લોક આસ્થાના મહાપર્વ 'છઠ'ના રંગે રંગાયેલુ છે. મહાપર્વની શરૂઆત બુધવારથી થઈ ચૂકી છે. આજે છઠનો બીજો દિવસ છે જેને 'ખરના' કહેવાય છે. આજે સૂર્યદેવને ભોગ ધરાવ્યા બાદથી 36 કલાકનુ વ્રત શરૂ થઈ જશે. આજે લોકો આખો દિવસ ઉપવાસ રાખશે અને સાંજે સૂર્યદેવને ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરશે, આજના ભોજનમાં ગોળની ખીર ખાવાની પરંપરા છે, સાથે લોટની મોટી રોટલી પણ ખાવામાં અને વહેંચવામાં આવે છે.

આજથી શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

આજથી શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

છઠની પૂજામાં સ્વચ્છતાનુ ઘણુ ધ્યાન રાખવામાં આવે છે. 'ખરના'નુ ભોજન માટીના ચૂલામાં બનાવવામાં આવે છે. આના માટે ઘરની મહિલાઓ ઘરનો એ ખૂણો પસંદ કરે છે જ્યાં કોઈ અવાજ ન હોય અને અવરજવર કરનારા લોકો પણ ઓછા હોય, આ એરિયા એકદમ શાંત હોય છે, જમવામાં સાઠીના ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. ખીર ઉપરાંત મૂલી, કેળા પણ પ્રસાદમાં ઉપયોગમાં લેવાય છે, ચૂલામાં સૂકા લાકડાનો ઉપયોગ થાય છે, આ પ્રસાદને ખાધા બાદ જ 36 કલાકનુ કઠોર વ્રત શરૂ થઈ જાય છે કે જે સૂર્ય ભગવાનને સવારે અર્ધ્ય આપ્યા બાદ જ ખતમ થશે.

સૂર્યદેવને ભોગ લગાવ્યા બાદ શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

સૂર્યદેવને ભોગ લગાવ્યા બાદ શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

પહેલુ અર્ધ્ય કાલે સાંજે ડૂબતા સૂર્યને સાંજે 5 વાગીને 25 મિનિટે આપવામાં આવશે. વળી, બીજુ અર્ધ્ય 21 નવેમ્બરે સવારે 6 વાગીને 48 મિનિટે આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે છઠ પૂજા મુખ્ય રીતે સંતાનના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસનાથી લોકોને માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ એકમાત્ર એવુ વ્રત છે જેમાં ડૂબતા સૂરજ અને ઉગતા સૂરજ બંનેની પૂજા કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કારણે છઠ પૂજા માટે સરકાર તરફથી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે જેનુ પાલન કરવુ દરેક માટે ખૂબ જરૂરી છે.

આ છે નિર્દેશ

આ છે નિર્દેશ

  • ઘાટ પર કોઈને નદીમાં ડૂબકી લગાવવાની મંજૂરી નથી.
  • પૂજા સ્થળ પર સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકાઈથી પાલન કરવાુ રહેશે.
  • દરેકને પૂજા સ્થળ પર માસ્કનો ઉપયોગ અનિવાર્ય રહેશે.
  • પૂજા સ્થળ પર મહિલાઓ માટે ચેન્જ રૂમ બનાવવામાં આવશે.
  • 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને 10 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ઘાટ પર આવવાની મનાઈ છે.
  • ઘાટોમાં પાણીના વહેણની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે.
  • પૂજા સ્થળ પર જાણી જોઈને ભીડ એકઠી કરવી નહિ.

Amla Navami: આયુ, આરોગ્ય, ધનની પ્રાપ્તિ માટે કરો આંબળા નવમીAmla Navami: આયુ, આરોગ્ય, ધનની પ્રાપ્તિ માટે કરો આંબળા નવમી

English summary
Chhath Puja 2020: Today is 'Kharna'. 36 hours fasting starts from today. Read puja vidhi, Bhog and importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X