Chhath Puja 2021: નહાય-ખાયથી શરુ થઈ છઠ પૂજા, મુખ્ય પૂજા 10 નવેમ્બરે
બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છઠ પૂજા 10 નવેમ્બરે છે.
નવી દિલ્લીઃ બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છઠ પૂજા 10 નવેમ્બરે છે. દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠીએ મનાવાતો સૂર્ય છઠ પૂજાનો તહેવાર ચાર દિવસનો હોય છે જે 8થી 11 નવેમ્બર સુધી રહેશે. આમાં મુખ્ય છઠ પૂજા 10 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પૂર્વાંચલના લોકો દેશના અનેક રાજ્યોમાં નોકરી અને વ્યવસાયના કારણે રહેવા લાગ્યા છે માટે હવે આ તહેવાર અનેક રાજ્યોમાં નાના-મોટા પાયે મનાવવામાં આવે છે. છઠ પૂજાનો ઉદ્દેશ સંતાનની પ્રાપ્તિ અને તેના સુખી જીવનની કામના છે.

છઠ પૂજા કેમ કરવામાં આવે છે
છઠ પૂજા કરવાનો ઉદ્દેશ જીવનમાં સૂર્યદેવની કૃપા મેળવવાનો છે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ધન, માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે છઠ પૂજા કરવામાં આવે છે. આ વ્રતને અત્યંત કઠોર નિયમ અને નિષ્ઠાથી કરવામાં આવે છે. આમાં ઘર અને પોતાની આસપાસના પરિવેશની સાફ-સફાઈનુ પણ વિશેષ મહત્વ હોય છે. આમાં ચતુર્થી અને પંચમીના દિવસે એક સમય ભોજન કરવામાં આવે છે. ભોજનમાં અમુક વિશેષ પદાર્થો જ બનાવવામાં આવે છે. છઠના દિવસે આખો દિવસ નિર્જળ રહીને સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. સપ્તમીનો દિવસ ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પર્વનુ સમાપન કરવામાં આવે છે.

કયા દિવસે શું થશે
પહેલો દિવસ 8 નવેમ્બરઃ નહાય-ખાય
કારતક શુક્લ ચતુર્થી, 8 નવેમ્બર, 2021 સોમવારથી છઠ પૂજાનો પ્રારંભ થશે. આ દિવસે નહાય-ખાય હોય છે. ઘરની સાફ-સફાઈ કરીને વ્રતવાળી મહિલા-પુરુષો સ્નાન કર્યા બાદ નવા કપડા પહેરે છે. સાંજે શાકાહારી ભોજન બનાવવામાં આવે છે જેમાં ચણાની દાળ, ચોખા, દૂધીનુ શાક મુખ્ય રૂપે બનાવવામાં આવે છે. વ્રતના દિવસે એક જ સમય ભોજન કરાય છે. 8 નવેમ્બરના રોજ નવી દિલ્લીમાં સૂર્યોદય 6.39 અને સૂર્યાસ્ત 5.29 વાગે થશે.
બીજો દિવસ 9 નવેમ્બરઃ ખરના
છઠ પૂજાના બીજા દિવસે કારતક શુક્લ પંચમી, 9 નવેમ્બર, 2021ના રોજ મંગળવારે ખરના કરવામાં આવશે. આ દિવસે પરંપરા અનુસાર ગોળ નાખીને ખીર બનાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે તેને ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં પાનના પત્તા અને સોપારી રાખીને સૂર્યદેવની સ્થાપના કરવામાં આવે છે. સાંજના સમયે રોટલી અને ખીરનો પ્રસાદ લેવામાં આવે છે. ત્યારબાદ છઠનુ નિર્જળા વ્રત પ્રારંભ થઈ જાય છે. 9 નવેમ્બરે નવી દિલ્લીમાં સૂર્યોદય 6.40 અને સૂર્યાસ્ત 5.29 વાગે થશે. આ દિવસે ષષ્ઠી તિથિ સવારે 10.35 વાગ્યાથી પ્રારંભ થઈ જશે.

ત્રીજો દિવસ 10 નવેમ્બરઃ મુખ્ય છઠ પૂજા
કારતક શુક્લ છઠ 10 નવેમ્બર,2021ના રોજ બુધવારે મુખ્ય છઠ પૂજા થશે. આ દિવસે છઠ પર્વનો પ્રસાદ બનાવવામાં આવે છે. મોટાભાગના સ્થળોએ ચોખાના લાડવા બનાવવામાં આવે છે. સૂપ કે વાસની ટોપલીમાં નવો પાક, શાકભાજી, આદૂ, લીંબુ વગેરે સજાવવામાં આવે છે. સાંજના સમયે નદી કે તળાવમાં કમર સુધી પાણીમાં ઉભા રહીને અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે આ દિવસે નવી દિલ્લીમાં સૂર્યોદય 6.41 અને સૂર્યાસ્ત 5.28 વાગે થશે. આ દિવસે ષષ્ઠી તિથિ સવારે 8.24 વાગ્યા સુધી રહેશે.
ચોથો દિવસ 11 નવેમ્બરઃ ઉગતા સૂર્યને અર્ધ્ય
રતક શુક્લ સપ્તમી 11 નવેમ્બર, 2021ના રોજ ગુરુવારે છઠ પૂજાનુ સમાપન થશે. આ દિવસે સૂર્યોદયના સમયે સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. પૂજા બાદ પ્રસાદ વહેંચીને પર્વનુ સમાપન થાય છે. આ દિવસે નવી દિલ્લીમાં સૂર્યોદય 6.41 અને સૂર્યાસ્ત 5.28 વાગે થશે.












Click it and Unblock the Notifications
