ક્યારે છે દેવ દિવાળી, શું છે શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજાવિધિ
'દેવ દિવાળી' ક્યારે છે અને તેનુ શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજાવિધિ શું છે તે જાણો.
વારાણસીઃ દિવાળીના 15 દિવસ પછી મનાવાતો તહેવાર 'દેવ દિવાળી' 19 નવેમ્બરના રોજ છે અને આ દિવસે કારતક પૂનમ પણ છે. આને 'ત્રિપુરારી' પૂર્ણિમા અને 'ત્રિપુરોત્સવ' પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને આ ખુશીમાં દેવતાઓએ દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી જ દેવોત્સવ મનાવા લાગ્યો. કહેવાય છે કે આ દિવસે બધા દેવતાગણ ગંગા ઘાટ પર દિવાળી મનાવવા આવે છે.

કાશીના ઘાટ પર વિશેષ પૂજા થાય છે
માટે આ દિવસે કાશીના ઘાટ પર વિશેષ પૂજા થાય છે અને સ્પેશિયલ ગંગા આરતી થાય છે જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. અમુક લોકો આ દિવસને ભગવાન શિવના વિજયી દિવસ તરીકે મનાવે છે. કારતકનો આ મહિનો એટલા માટે ઘણો શુભ માનવામાં આવે છે.
દેવ દિવાળીની તિથિ અને શુભ મુહૂર્ત
દેવ દિવાળીની તિથિ - 19 નવેમ્બર
દેવ દિવાળી તિથિ આરંભ - 18 નવેમ્બરે રાતે 12.02 am
દેવ દિવાળી તિથિ સમાપ્ત - 19 નવેમ્બરે બપોરે 2.39 pm

મહત્વ
માનવામાં આવે છે કે કારતક પૂનના દિવસે શિવા, સંભૂતિ, સંતતિ, પ્રીતિ, અનુસૂયા અને ક્ષમા આકાશમાં પ્રગટ થાય છે અને તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના બધા બગડેલા કામ સુધરી જાય છે. કૃતિકા નક્ષત્રમાં ભગવાન શિવના દર્શન કરવાથી સાત જન્મ સુધી વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બને છે.

પૂજા વિધિ
- આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે, જે લોકો ગંગા સ્નાન નથી કરી શકતા, તે ઘરમાં પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકે છે.
- આ દિવસે દાન કરવાની પરંપરા છે.
- આ દિવસે લોકો ઘરોમાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે.
- કારતક પૂનમના દિવસે પ્રદોષ કાળમમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને તેમની સામે ઘીનો દીવો કરવામાં આવે છે.
- ત્યારબાદ ગંગા કિનારે દીપક પ્રગટાવવામાં આવે છે, જે લોકો ગંગા પાસે નથી જઈ શકતા તે ઘરમાં કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેના કિનારે દીપક પ્રગટાવે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ








Click it and Unblock the Notifications
