For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધનતેરસ પર સોનુ કેમ ખરીદવુ જોઈએ? શું છે ખરીદીનુ શુભ મૂહુર્ત

ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ મહત્વ અને શુભ મુહૂર્ત.

By Desk
|
Google Oneindia Gujarati News

દિવાળીના પાંચ દિવસીય પર્વની શરુઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વર્ષે અમુક લોકો ધનતેરસ 22 તારીખે મનાવશે જ્યારે અમુક લોકો 23 તારીખે મનાવશે. તમને જણાવી દઈએ કે 22 ઓક્ટોબર સાંજે 6.03 વાગ્યાથી ત્રયોદશી તિથિનો પ્રારંભ થશે માટે ધનતેરસની પૂજા આજે સાંજે પણ કરી શકાય છે પરંતુ જે લોકો ઉદયાતિથિમાં માનતા હોય એ લોકો આ પર્વને 23 ઓક્ટોબરે મનાવશે. 23 ઓક્ટોબરે સાંજે 6.03 વાગ્યા સુધી ત્રયોદશી તિથિ રહેશે. ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. લોકો આ દિવસે શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરે છે અને સોનુ પણ ખરીદે છે. આવો જાણીએ શુભ મુહૂર્ત.

શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત

જો તમે 22 ઓક્ટોબરે ધનતેરસ મનાવી રહ્યા હોય તો આ દિવસે શુભ મુહૂર્ત રાતે 07 વાગીને 01 મિનિટથી 08 વાગીને 17 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન તમે પૂજા પણ કરી શકો છો અને સોનુ-ચાંદી પણ ખરીદી શકો છો. વળી, જો તમે ધનતેરસ 23 ઓક્ટોબરે મનાવવાના હોય તો આ દિવસે બપોરે 12 વાગીને 02 મિનિટથી લઈને 03 વાગીને 01 મિનિટ વચ્ચે સોનુ ખરીદી શકો છો.

વરસે છે મા લક્ષ્મીની કૃપા

વરસે છે મા લક્ષ્મીની કૃપા

23મીએ સાંજે 7.16 થી 8.26 સુધી ધનતેરસની પૂજાનુ શુભ મુહૂર્ત છે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5.56થી 8.26 સુધી છે, જ્યારે વૃષભ લગ્ન સાંજે 7.16થી 9.15 સુધી છે. તમને જણાવી દઈએ કે તેરસનો દિવસ શુભ સંયોગમાં છે, તેથી જો તમે મહુરતની મધ્યમાં ખરીદી ન કરી શકો તો પણ તમે દિવસના કોઈપણ સમયે ખરીદી કરી શકો છો. મા લક્ષ્મીની કૃપા અને ધન્વંતરી હંમેશા તમારી સાથે રહેશે.

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પ્રિય

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પ્રિય

તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પસંદ છે અને તેથી નાભિની ઉપરના ભાગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. નાભિની નીચેના અવયવોમાં સોનાનો સ્પર્શ થતો નથી. સોનુ સમૃદ્ધિનુ પ્રતીક છે અને ચાંદી સુખનુ પ્રતીક છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરોમાં સોનુ-ચાંદી હોય ત્યાં હંમેશા બરકત રહે છે.

English summary
Dhanteras 2022 is on 22nd and 23rd October both. Know Gold buying time and Shubh Muhurt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X