Dhanteras 2022 : ધનતેરસના દિવસે આ રાશિ ન ખરીદે સોનું-ચાંદી, નહીંતર થઇ જશે નુકસાન

દર વર્ષે આસો વદ તેરસના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે. ધન તેરસ સાથે જ દિવાળીના તહેવારની શરૂઆત થાય છે, જે ભાઇ બીજ સુધી ચાલે છે. પૌરાણિક માન્યતાઓ છે કે, ધન તેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.

દર વર્ષે આસો વદ તેરસના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે. ધન તેરસ સાથે જ દિવાળીના તહેવારની શરૂઆત થાય છે, જે ભાઇ બીજ સુધી ચાલે છે. પૌરાણિક માન્યતાઓ છે કે, ધન તેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સાથે સોના-ચાંદીની ખરીદી કરવાથી મા લક્ષ્મી ખુશ થાય છે, પણ શું તમે જાણો છો કે, અમુક રાશિના જાતકોએ સોનું-ચાંદી ખરીદવું અશુભ માનવામાં આવે છે.

સોનું ખરીદવું તમારા માટે શુભ છે કે નહીં?

સોનું ખરીદવું તમારા માટે શુભ છે કે નહીં?

ઉલ્લેખનીય છે કે, હિંદુ ધર્મમાં સોના અને ચાંદીને ખૂબ જ ચમત્કારિક ધાતુ માનવામાં આવે છે. જો તેને યોગ્ય સમય અને નક્ષત્રને ધ્યાનમાં રાખીને ખરીદવામાં આવે તો તે સકારાત્મક પરિણામ આપે છે, પરંતું જો તમે તેને ખોટા સમયે ખરીદો તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે જાણી લેવું જોઇએ કે, સોનું ખરીદવું તમારા માટે શુભ છે કે નહીં?

આ રાશિના જાતકો માટે સોનું ખરીદવું શુભ

આ રાશિના જાતકો માટે સોનું ખરીદવું શુભ

દિવાળીના બીજા દિવસે સુર્યગ્રહણ થવાનું છે. આવી સ્થિતિમાં તમામ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. કેટલીક રાશિઓ એવી છે જેમને સુર્યગ્રહણનું સકારાત્મક પરિણામ મળશે, તો કેટલાક માટે આ ગ્રહણ નુકસાની સાથે આવશે.

તમને ઈચ્છા મુજબ લાભ નહીં મળે

તમને ઈચ્છા મુજબ લાભ નહીં મળે

સૂર્યગ્રહણ વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિ માટે સકારાત્મક રહેશે, પરંતુ આ રાશિના જાતકોએ તમામ બાબતોને સમજી વિચારીને અને ધ્યાનમાં રાખીને સોના કે ચાંદીમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ. નહીંતર તમને ઈચ્છા મુજબ લાભ નહીં મળે તેવા સંકેતો છે.

સોનું કે ચાંદી ખરીદવાથી શુભ ફળ નહીં મળે

સોનું કે ચાંદી ખરીદવાથી શુભ ફળ નહીં મળે

બીજી તરફ મિથુન, કન્યા, ધન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ સૌથી વધુ ફાયદાકારક સાબિત થવાનું છે. આવી સ્થિતિમાં, જો તમે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આમ કરી શકો છો. તે તમને ઘણો નફો આપશે.

બીજી તરફ તુલા, કર્ક, મેષ, મકર રાશિના લોકોએ જાન્યુઆરી 2023 સુધી રાહ જોવી જોઈએ. એવી શક્યતા છે કે, તેમને સોનું કે ચાંદી ખરીદવાથી શુભ ફળ નહીં મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X