Dhanteras 2024: આ રીતે કરો ધનતેરસની પૂજા, જાણો મહત્વ અને શુભ મુહૂર્ત
Dhanteras 2024: ધન તેરસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તે દિવાળીનો પહેલો દિવસ છે. આસો વદ તેરસના રોજ ભગવાન ધનવંતરી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ પૂજા અર્ચના કરે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ વર્ષે ધનતેરસ ક્યારે છે, તેનું મહત્વ અને પૂજા મુહૂર્ત, જેથી કરીને તમે યોગ્ય વિધિથી ધનના દેવતા કુબેર અને ધન્વંતરીની પૂજા કરી શકો.
2024 ધનતેરસ ક્યારે છે - આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.
ધનતેરસ પૂજા મુહૂર્ત 2024 - ધનતેરસ ત્રયોદશી તિથિ એટલે કે આસો વદ તેરસ 29 ઓક્ટોબર, 2024 થી રાત્રે 10:32 વાગ્યે શરૂ થશે, જે 30 ઓક્ટોબર 2024 ના રોજ 01:16 વાગ્યે સમાપ્ત થશે.

ધનતેરસનું મહત્વ - ધનતેરસના દિવસે લોકો સોનું, ચાંદી, વાસણો, મિલકત, સાવરણી ખરીદવા જાય છે.
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને ધન્વંતરીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.
આ દિવસે સાંજે ઘરના દરવાજા પર યમના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે, ધનતેરસ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે.
એવી ધાર્મિર માન્યતા છે કે, જે લોકો ધનતેરસના તહેવાર પર ભગવાન ધનવંતરીની પૂજા કરે છે, તેમને દરેક પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
