Dhanteras 2021: જાણો ધનતેરસની પૂજા સામગ્રી અને વિધિ, આ દિવસે શું ખરીદવુ અને શું નહિ

જાણો ધનતેરસની પૂજા સામગ્રી અને વિધિ, આ દિવસે શું ખરીદવુ અને શું નહિ.

નવી દિલ્લીઃ આજે 2 નવેમ્બરના રોજ ધનતેરસ છે. વિક્રમ સંવત પંચાંગ અનુસાર કારતક મહિનામાં કૃષ્ણપક્ષના તેરમાં દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની આરાધના કરવામાં આવે છે. ભગવાન ધનવંતરિ આયુર્વેદના જનક પણ છે. તેમની પૂજા કરવાથી માનવી રોગમુક્ત પણ થાય છે. આ દિવસે લોકો સોનુ-ચાંદી, વાહન, વાસણની ખરીદી કરે છે.

diwali

જરૂરી પૂજા સામગ્રી

  • એક માટીનો દીવો
  • લોટથી બનાવેલો એક દીવો જેમાં 4 વાટ હોય છે.
  • તેલ અથવા ઘી, માચિસ
  • ચંદન
  • ધૂપ અને ધૂપદાન

પૂજા વિધિ

આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ધનવંતરિ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી અને કુબેરનો ટીકો કરવો. તમે આ દિવસે જ પણ વસ્તુ ખરીદીને લાવો તેની પૂજા કરો અને શ્રદ્ધાથી મા લક્ષ્મી અને કુબેરની આરાધના કરવી જોઈએ. પછી તેની આરતી કરવી જોઈએ અને ત્યારબાદ યમરાજને પ્રસન્ન કરવા માટે દીવો પ્રગટાવો અને ત્યારબાદ તમે એ દીપરને પોતાના ઘરમાં બહાર મેઈનડોર એટલે કે મુખ્યદ્વાર પર મૂકી દો. એવુ માનવામાં આવે છે કે આમ કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુ દોષ નષ્ટ થાય છે. લોકો લોટનો દીવો બનાવીને તેમાં દીવો પ્રગટાવીને ઘરના આંગણામાં કે બાલકનીમાં મૂકે છે. કહેવાય છે કે મા લક્ષ્મી આમ કરવાથી ખુશ થાય છે.

આ ન ખરીદવુ

  • ધનતેરસના દિવસે કાચનો સામાન ન ખરીદવો જોઈએ.
  • અણીવાળી વસ્તુ જેવી કે કાતર, ચાકૂ વગેરે પણ ના ખરીદો.
  • કાળા વસ્ત્રો પહેરીના પૂજા ન કરો.

આ ખરીદો

વાસણ ઉપરાંત આ દિવસે કોડી અને ધાણાની બીજ ખરીદવા પણ શુભ હોય છે. તે પણ સુખ અને શાંતિ તેમજ સમૃદ્ધિના માનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X