For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2021: જાણો તમારા શહેરમાં શું છે ધનતેરસની પૂજાનો સમય?

અહીં અમે તમને જણાવીએ વિવિધ શહેરોમાં ધનતેરસની પૂજાનો સમય શું છે કે જે Drik Panchang પર આધારિત છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ દિવસીય દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ આજે એટલે મંગળવાર 2 નવેમ્બરે છે. આ દિવસો લોકો સોનુ-ચાંદી, વાહન અને વાસણની ખરીદી કરે છે. આ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. ધનતેરસના રોજ ધનત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. આ કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને મનાવવામાં આવે છે. આ વખતે ત્રયોદશી તિથિ મંગળવારના રોજ છે. આ દિવસે ખાસ સંયોગ બની રહ્યો છે માટે આ વખતે ધનતેરસ લોકોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરવાનુ છે.

dhanteras

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર દેવી લક્ષ્મી ધનતેરસના દિવસે પ્રગટ થયા હતા માટે આ દિવસે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોાં ખેડૂતો ધનતેરસના દિવસે પોતાના પશુઓને સજાવે છે કારણકે પશુઓથી તેમની આવક થાય છે. આ દિવસે પશુઓને સજાવીને તેમની પૂજા કરીને લોકો તેમના પ્રત્યે પોતાનો પ્રેમ અને સમ્માન પ્રગટ કરે છે. આમ તો ધનતેરસની પૂજા લોકો પોતાની રીતે કરતા હોય છે પરંતુ અહીં અમે તમને જણાવીએ વિવિધ શહેરોમાં ધનતેરસની પૂજાનો સમય શું છે કે જે Drik Panchang પર આધારિત છે.

અમદાવાદ- 06:45 PM થી 08:34 PM
દિલ્લી - 06:29 PM થી 08:10 PM
લખનઉ- 06:05 PM થી 07:58 PM
જયપુર- 06:25 PM થી 08:18 PM
હૈદરાબાદ- 06:18 PM થી 08:12 PM
ભોપાલ- 06:25 PM થી 08:14 PM
ચેન્નઈ-06:29 PM થી 08:10 PM
ચંદીગઢ- 06:14 PM થી 08:09 PM
કોલકત્તા-05:42 PM થી 07:31 PM
બેંગલુરુ- 06:40 PM થી 08:21 PM
નોઈડા-06:16 PM થી 08:10 PM
પટના-05:50 PM થી 07:42 PM
પૂણે- 06:47 PM થી 08:32 PM
ભૂવનેશ્વર- 05:56 PM થી 07:43 PM

English summary
Dhanteras will be celebrated on November 2, this year. here is City-Wise Puja Timings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X