59 વર્ષ બાદ દિવાળી પર મહાસંયોગ, જાણો વિભિન્ન રાશિઓ પર કેવો પાડશે પ્રભાવ

Posted By:
Subscribe to Oneindia News

આ વખતે દિવાળી કંઇક ખાસ છે, કારણકે આ દિવાળી પર ગ્રહોનો જે સંયોગ બની રહ્યો છે, તે પુરા 59 વર્ષ બાદ ફરી બની રહ્યો છે.આ અગાઉ 1057 માં આવો સંયોગ રચાયો હતો. આ વખેત દિવાળી 30 ઓક્ટોબરે ઉજવાશે. જેમાં ચક્રોની ગતિ માં સુર્ય નીચનો, શુક્ર અને શનિ વૃશ્ચિક રાશિમાં અને ગુરુ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. 31 ઓક્ટોબરથી મંગળ ઉચ્ચ ભાવમાં આવી જશે.

આવો જાણીએ, આ વર્ષે દિવાળીના શુભ અવસરે વિભિન્ન રાશિઓ પર આ ગ્રહો કેવો પ્રભાવ પાડશે?

મેષ

મેષ

આ રાશિના લોકોના સપ્તમ ભાવમાં ચંદ્ર ગોચર કરશે અને સાથે જ સૂર્ય નીચ ભાવમાં રહેશે, માટે જુગારમાં વધુ ધન લઈ બેસશો નહિં.

વૃષભ

વૃષભ

છઠ્ઠા ભાવમાં બેઠેલો સૂર્ય અને ચંદ્ર તમારા વિરોધીઓને ષડયંત્ર કરવાની તક પુરી પાડે છે. જેથી દિવાળીમાં તમારા સામાનની કાળજી લેજો.

મિથુન

મિથુન

ધનેશ પંચમ ભાવમાં બેઠો છે, જેનાથી દિવાળીમાં જે લોકો જુગાર રમશે તેમને લાભ થવાની શક્યતા છે.

કર્ક

કર્ક

લગ્નેશ અને ધનેશ ચોથા ભાવમાં સ્થિત છે. આ રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસતી રહેશે.

સિંહ

સિંહ

પંચમેશ સુર્ય નીચ ભાવમાં થઈ તૃતીય ભાવમાં બેઠો છે. જેને કારણે કેટલાક લોકોને નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે.

કન્યા

કન્યા

તમારો લગ્નેશ સૂર્ય અને ચંદ્ર સાથે બીજા ભાવમાં સ્થિત છે. કુટુંબમાં થોડો તનાવ થઈ શકે છે. તમે તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખજો. શુક્ર ધનેશ થઈ તૃતીય ભાવમાં શનિ સાથે બેઠો છે. તમે તમારા બળ અને બુધ્ધિ વડે ધન અર્જિત કરી શકશો.

તુલા

તુલા

આ રાશિના પ્રથમ ભાવમાં નીચ ભાવનો સૂર્ય અને ચંદ્ર સ્થિત છે. જેને કારણે કેટલાક લોકો પર નકારાત્મક ઉર્જા હાવી થઈ શકે છે. સમજી-વિચારીને નિર્ણય લેવાનુ રાખજો. ધનેશ મંગળ ત્રીજા ભાવમાં બેઠો છે. જેને કારણે કેટલાક લોકોને જુગારમાં થોડો ઘણો લાભ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારા લગ્ન ભાવમાં શનિ અને શુક્રની યુતિ છે. શનિ નકામી ચિંતા ઉભી કરશે અને શુક્ર તમારી ઈચ્છાઓ પુરી કરશે. આ સમયે ખુબ સહનશીલ રહેવાની જરુર છે. લાભેશ બુધ શુભ સ્થિતિમાં છે, જેને કારણે જુગારમાં આંશિક લાભ થઈ શકે છે.

ધનુર

ધનુર

તમારા 12માં ભાવમાં શનિ અને શુક્રની યુતિ છે, ઉપરાંત લગ્નમાં મંગળ બેઠો છે. જેને કારણે કેટલાક લોકોને ફટાકડાથી હાનિ થવાની શક્યતા છે. તમારી આંખોનુ ખાસ ધ્યાન રાખજો. લાભ ભાવમાં સૂર્ય, ચંદ્રની યુતિ છે, જેને કારણે જુગાર રમવાથી બચજો નહિંતર ધનહાનિ થઈ શકે છે.

મકર

મકર

તમારા લાભ ભાવમાં શુક્ર અને શનિ રહેશે. લગ્નેશ લાભ ભાવમાં રહેવાને લીધે તમને તમારી બુધ્ધિ ક્ષમતાને આધારે લાભ થઈ શકે છે. જુગાર રમનારાને લાભની સંભાવના છે, પરંતુ વધુ લાલચ કરશો નહિં. બાળકોને આગથી દુર રાખજો હાનિ થઈ શકે છે.

કુંભ

કુંભ

તમારા ભાગ્ય ભાવમાં સૂર્ય અને ચંદ્રની યુતિ છે. જેને કારણે તમારુ ભાગ્ય બળવાન થઈ શુભ ફળ આપશે. વિદેશ યાત્રાની ઈચ્છા ધરાવનારા જાતકોની ઈચ્છા પુરી થઈ શકે છે. જે લોકો જુગાર રમવા માંગે છે તેઓ પોતાની પત્ની પાસેથી ઉધાર લઈ રમશે તો જ લાભ થઈ શકે છે.

મીન

મીન

લગ્નેશ ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે. જેને કારણે કેટલાક લોકોને વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. એવુ કોઈ કામ ન કરતા જેનાથી તમારી છવી બગડે. લાભેશ શનિ ભાગ્ય અને સૂર્ય,ચંદ્ર અષ્ટમ ભાવમાં બેઠા છે. દિવાળીમાં જુગાર રમનારા પહેલી બાજી જીતશે અને ત્યારબાદ હારતા જ રહેશે. પરિણામે જે મળે તે લઈ ઉભા થઈ જજો તેમાંજ તમારુ હિત છે.

English summary
Diwali 2016: This Time its very Precious, why? |
Please Wait while comments are loading...