For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2020: સ્થાયી લક્ષ્મી મેળવવા માટે સ્થિર લગ્નમાં કરો પૂજા

તિથિઓ સંયુક્ત હોવાના કારણે આ વખતે કાળી ચૌદશ અને દિવાળી એક જ દિવસે મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Diwali 2020: તિથિઓ સંયુક્ત હોવાના કારણે આ વખતે કાળી ચૌદશ અને દિવાળી એક જ દિવસે મનાવવામાં આવશે. 14 નવેમ્બર 2020 શનિવારે સવારે રૂપ ચતુર્દશીનુ અભ્યંગ સ્નાન થશે. વળી, સાંજે દીપ માળાઓ સજાવીને મહાલક્ષ્મીનુ પૂજન કરવામાં આવશે. 14 નવેમ્બરે બપોરે 2.17 વાગ્યા સુધી ચતુર્દશી તિથિ રહેવાના કારણે રૂપ ચતુર્દશીનુ અભ્યંગ સ્નાન સવારે કરવામાં આવશે અને બપોર બાદથી અમાસની તિથિ હોવાના કારણે કારતક પૂજા, મહાલક્ષ્મી પૂજા, દિવાળી પર્વ રાતે મનાવવામાં આવશે. 14 નવેમ્બરે બોપર 2.17 વાગ્યા બાદથી 15 નવેમ્બરે સવારે 10.36 વાગ્યાથી અમાસની તિથિ રહેશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ સવારે 6.43 વાગ્યાથી રાત્રે 8.08 વાગ્યા સુધી રહેશે. સ્વાતિ નક્ષત્ર, આયુષ્માન અને સૌભાગ્ય યોગની સાક્ષી તથા શનિવારનો દિવસ હોવાના કારણે સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

ma lakshmi

14 નવેમ્બરે બપોરે 2.17 વાગ્યા બાદથી 15 નવેમ્બરે સવારે 10.36 વાગ્યા સુધી અમાસ તિથિ રહેશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ સવારે 6.43 વાગ્યાથી રાતે 8.08 વાગ્યા સુધી રહેશે. સ્વાતિ નક્ષત્ર, આયુષ્માન અને સૌભાગ્ય યોગની સાક્ષી તથા શનિવારનો દિવસ હોવાના કારણે સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

દિવાળી પૂજન મુહૂર્ત

પ્રદોષ કાળ - સાંજે 5.39થી 8.16 વાગ્યા સુધી

વૃષભ લગ્ન - 5.44 વાગ્યાથી 7.42 વાગ્યા સુધી

સિંહ લગ્ન - મધ્ય રાત્રિ 12.16 વાગ્યાથી 2.27 વાગ્યા સુધી

અમાસ તિથિ પ્રારંભ - બપોરે 2.17 વાગ્યાથી

ચોઘડિયા અનુસાર મુહૂર્ત

લાભ - સાંજે 5.42 વાગ્યાથી 7.19 વાગ્યા સુધી

શુભ - રાતે 8.57 વાગ્યાથી 10.34 વાગ્યા સુધી

અમૃત - રાતે 10.34 વાગ્યાથી 12.11 વાગ્યા સુધી મધ્યરાત્રિ મુહૂર્ત

ચલ - મધ્યરાત્રિ 12.11 વાગ્યાથી રાત્રે 1.49 વાગ્યા સુધી

નોટઃ આ મુહૂર્ત ઉજ્જૈની પંચાંગ અને ઉજ્જૈની સૂર્યોદય અનુસાર છે. સ્થાનિક સમય અનુસાર મુહૂર્તમાં અમુક સેકન્ડથી લઈને અમુક મિનિટ સુધીનુ પરિવર્તન સંભવ છે. કૃપા કરીને સ્થાનિક સૂર્યોદય અનુસાર મુહૂર્તનો સમય જોઈ લો.

Diwali Katha: જાણો મા લક્ષ્મી ક્યારે અને કેવી રીતે પ્રગટ થયાDiwali Katha: જાણો મા લક્ષ્મી ક્યારે અને કેવી રીતે પ્રગટ થયા

English summary
Diwali 2020: Diwali will celebrated on 14th November, Know the Lakshmi Pooja vidhi and muhurat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X