Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિવાળી 2021થી આવનારુ વર્ષ તમારી રાશિ માટે કેવુ રહેશે, જાણો

આવો જાણીએ વર્ષ 2021ની દિવાળી કઈ રાશિઓ માટે શુભ રહેવાની છે અને આવતા 12 મહિના માટે કયા પ્રકારનુ કષ્ટ નહિ આવે.

નવી દિલ્લીઃ દિવાળી પર્વની રાહ આખુ વર્ષ જોવામાં આવે છે. સહુને આ તહેવારથી ઘણી આશાઓ હોય છે. સૌ કોઈ ઈચ્છે છે કે દિવાળી બાદથી માતા લક્ષ્મીની કૃપા આવનારા વર્ષ સુધી જળવાઈ રહે. સાથે જ લોકો પોતાના કરિયર માટે પણ માહિતી મેળવવા માટે ઉત્સુક રહે છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જે જાતક સાચા મનથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનુ પૂજન કરે છે તેના ઘરમાં આખુ વર્ષ પૈસા વરસે છે. આ લેખના માધ્યમથી આવો જાણીએ વર્ષ 2021ની દિવાળી કઈ રાશિઓ માટે શુભ રહેવાની છે અને આવતા 12 મહિના માટે કયા પ્રકારનુ કષ્ટ નહિ આવે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ઠીકઠાક રહેવાની આશા છે. વર્ષની શરુઆત તમારા માટે સારી રહેશે. કરિયર અને વેપાર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. અમુક લોકો પોતાનો વેપાર પણ શરૂ કરી શકે છે. પરંતુ વર્ષના મધ્યમાં તમારે કરિયર સાથે જોડાયેલા પગલાં સમજી-વિચારીને લેવાની સલાહ આપવામાં આવે છે. ઉતાવળ કરવાનુ ટાળો અને સંભવ હોય તો કઈ જાણકારની સલાહ લો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આવનારુ વર્ષ શુભ રહેવાની આશા છે. કરિયર બાબતે તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. વળી, વેપાર કરનાર જાતકોને પણ યોગ્ય ફળ મળશે. આ રાથિના લોકોને મનગમતી ટ્રાન્સફર પણ થઈ શકે છે. તમે સ્વયંમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો.

મિથુન

મિથુન

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના જાતરોએ પોતાના હુનર અને ક્ષમતાઓને ઓળખવી પડશે. તમારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો વિશ્વાસ પેદા કરવો પડશે. દર વખતે ભાગ્યના સહારે બેસવુ યોગ્ય નથી. તમને કામ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે. પરંતુ આવનારા સમયમાં તમારે નિર્ણય સમજી વિચારીને લેવો.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોનુ કરિયર ઠીકઠાક રહેવાની આશા છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા જાતકોને સફળતા મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. શરૂઆતના ચાર મહિના વેપાર કરતા જાતકો માટે શુભ રહેશે પરંતુ ત્યારબાદ તમને અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે સમય ઘણો શુભ રહેશે. તમારી કરિયરને એક નવી દિશા મળશે. વેપારીઓને પણ સારો લાભ મળવાની આશા છે. આવનાર વર્ષ તમારા માટે ઘણુ લકી રહેશે. આ રાશિના જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોને મે મહિના સુધી કરિયર બાબતે સારુ પરિણામ મળશે. તમારો વેપાર પણ સારો ચાલશે. આ સમયમાં શરુ કરવામાં આવેલ વેપાર પણ અનુકૂળ પરિણામ આપશે. દરેક પરિસ્થિતિમાં પરિવારનો સાથ મળશે. તમારે કામ સાથે જોડાયેલ યાત્રા કરવી પડી શકે છે. મે બાદ તમને પોતાનો નિર્ણયને સમજી વિચારીને લેવાની સલાહ આપવામાં આવે છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો માટે આવનારુ વર્ષ શુભ રહેવાની આશા છે. તમને મહેનતનુ ફળ આ સમયમાં મળશે. આ રાશિના ઘણા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. કરિયરની દ્રષ્ટિએ આ સમય ઠીક રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોએ સારુ પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. આ વર્ષે તમારે સામાન્યથી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. કરિયર ઉપરાંત વેપાર કરનારા લોકોને પણ ઠીક પરિણામ મળશે. તમારે મહેનત સાથે યોગ્ય પ્લાનિંગની જરૂર છે.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે આવનારુ વર્ષ ઘણુ સુખદ રહેશે. કામકાજના ક્ષેત્રમાં તમને સ્વયંને સાબિત કરવાનો મોકો મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સાથે સહકર્મી પણ તમારા કામની પ્રશંસા કરશે. તમને બધાનુ સમર્થન મળશે. યાત્રા કરવાના યોગ પણ બની રહ્યા છે.

મકર

મકર

મકર રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મેળવવા માટે સામાન્યથી વધુ મહેનત કરવી પડશે. આ વર્ષે તમને પરિણામ મળશે પરંતુ તેના માટે તમારે આળસનો ત્યાગ કરવો પડશે. મે મહિના પછીનો સમય તમારા માટે ઘણો સારો રહેશે. તમને નસીબનો પૂરો સાથ મળવાની આશા છે. આ રાશિના અમુક જાતકોને સારી સરકારી નોકરી પણ મળી શકે છે.

કુંભ

કુંભ

કુંભ રાશિનો સ્વામી શનિ છે. આવનારો સમય તમારા માટે શુભ રહેવાની આશા છે. કરિયરની બાબતમાં તમને સારુ ફળ મળી શકે છે. નોકરી બદલવાનો વિચાર કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. કોઈ મોટી કંપનીમાંથી તમને સારી ઑફર મળી શકે છે.

મીન

મીન

મીન રાશિના જાતકોને કામકાજના ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. આ વર્ષે તમને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. તમે પોતાની પ્રોફાઈલ સારી બનાવવા માટે કોઈ કોર્સ પણ કરી શકો છો. જો તમે પોતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા હોય તો તેમાં પણ તમને સારુ પરિણામ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X