Diwali 2022 : દિવાળી સુધી ન કરો આ 6 કામ, મા લક્ષ્મી થઇ જશે નારાજ
હિન્દુ ધર્મમાં દિવાળીનું મહત્વ સૌથી વધુ છે. આ સાથે આ તહેવાર વર્ષનો અંતિમ તહેવાર પણ છે. આ સમયે માતા લક્ષ્મી તેમના ઘરે ઘરે જઇને ભક્તોને આશિર્વાદ આપે છે.
Diwali 2022 : હિન્દુ ધર્મમાં દિવાળીનું મહત્વ સૌથી વધુ છે. આ સાથે આ તહેવાર વર્ષનો અંતિમ તહેવાર પણ છે. આ સમયે માતા લક્ષ્મી તેમના ઘરે ઘરે જઇને ભક્તોને આશિર્વાદ આપે છે. જો તમે દિવાળી દરમિયાન અમુક કામ કરો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાઝ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, જ્યોતિષશાસ્ત્રમાં આવા કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને દિવાળીના દિવસો દરમિયાન કરવાથી તમને નુકસાન થવાની શક્યતા છે. તો આવો જાણીએ એવા કયા કામ છે કે, જેને તમારે દિવાળી દરમિયાન ન કરવા જોઇએ.
દિવાળી પર આ 6 કામ કરવાનું ટાળો
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સાંજે સાવરણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, રસોડામાં ચંપલ કે બુટ પહેરીને ભોજન ન બનાવવું જોઈએ. આ પાછળ એ કારણ છે કે, રસોડામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
દિવાળીના દિવસે કે પછી રાત્રે સૂતા પહેલા બગડેલા વાસણો ન રાખવા જોઇએ. આ વાસણોને રાત્રે જ ધોઇ નાંખવા જોઇએ. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
વ્યક્તિએ દરરોજ સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. શાસ્ત્રોમાં સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવ્યા છે. તેમનાથી જ જીવન જીવવા માટે પૂરતી ઉર્જા મળે છે.
સાંજની પૂજા સમયે ત્રણ શંખનાદ કરવા જોઇએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ પૂજા દરમિયાન ધ્યાન રાખો કે, તમે સળગતા દીવાને મોંથી ફૂંકીને બુઝાવો નહીં. આવું કરવું શાસ્ત્રોમાં વર્જિત છે.
દેવી લક્ષ્મીને ખુશ રાખવા માટે વ્યક્તિએ પોતાની કેટલીક ખરાબ આદતોને પણ બદલવી જોઈએ. સૂતી વખતે ભીના પગ સાથે ન સૂવું જોઈએ. આ સાથે નખ કોતરવાની કે ચાવવાની આદત તાત્કાલિક છોડી દેવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.












Click it and Unblock the Notifications
