પશ્ચિમ દિશામાં ભૂલથી પણ આ કામ ન કરતા, આ દિશા છે શનિદેવની
આજે આપણે વાત કરીશુ માત્ર પશ્ચિમ દિશાની કારણકે પશ્ચિમ દિશા પર શનિદેવનુ આધિપત્ય હોય છે.
વૈદિક જ્યોતિશની જેમ વાસ્તુમાં પણ દસ દિશાઓને મહત્વ આપવામાં આવ્યુ છે. આમાંથી ચાર મુખ્ય દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તથા તેમની ચાર ઉપ દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે. આ ઉપરાંત આકાશ અને પૃથ્વીને પણ દિશાઓ માનવામાં આવી છે. આ રીતે કુલ દસ દિશાઓને માન્યતા આપવામાં આવી છે. આ પ્રત્યેક દિશાઓનુ એક-એક પ્રતિનિધિ ગ્રહ હોય છે, જેનો પ્રભાવ એ દિશાથી હોય છે. આજે આપણે વાત કરીશુ માત્ર પશ્ચિમ દિશાની કારણકે પશ્ચિમ દિશા પર શનિદેવનુ આધિપત્ય હોય છે.

પશ્ચિમ દિશા અત્યંત મહત્વપૂર્ણ
વાસ્તુ શાસ્ત્રમાં પશ્ચિમ દિશાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી છે કારણકે આ દિશા પર શનિદેવનુ આધિપત્ય હોય છે અને વરુણ તેના દેવતા હોય છે. આ દિશામાં કોઈ પણ પ્રકારના દોષ હોવા ઘર કે પ્રતિષ્ઠાનનુ સંપૂર્ણ વાસ્તુ બગાડીને મૂકી દે છે. એટલા માટે પશ્ચિમ દિશામાં કોઈ પ્રકારનો દોષ ન હોવો જોઈએ. પશ્ચિમ દિશા સફળતા, સંપન્નતા અને ઉજ્વળ ભવિષ્ય નક્કી કરનાર દિશા છે. આ દિશામાં દોષ હોવા પર વાયુ સંબંધી વિકાર, કુષ્ઠ રોગ, પગમાં દુઃખાવો તેમજ જીવનમાં પ્રસિદ્ધિ તેમજ સફળતામાં કમી આવે છે.

પશ્ચિમ દિશાના દોષ
- જે રીતે સૂર્ય પૂર્વમાં ઉગીને પશ્ચિમમાં અસ્ત થાય છે એ જ રીતે તેની ઉર્જા પણ પૂર્વથી પશ્ચિમમાં પ્રવાહિત થાય છે.
- પશ્ચિમ દિશામાં ડૂબતા સૂર્યની રોશની હોય છે એટલા માટે આ દિશામાં વધુ મોટો ખુલ્લો એરિયા ન હોવો જોઈએ. આનાથી ઘરની સુખ-સમૃદ્ધિ પ્રભાવિત થાય છે.
- પશ્ચિમ દિશામાં ઘરનો મુખ્ય દરવાજો ન હોવો જોઈએ. જો પ્લૉટનુ વાસ્તુ એવુ હોય કે મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં બનાવવો પડતો હોય તો દરવાજાની બંને તરફ થોડી દૂર ઉંચા ગાઢ છાયાદાર વૃક્ષ લગાવવા જોઈએ જેથી સૂર્યની ક્ષીણ ઉર્જા ઘરમાં પ્રવેશી ન શકે.
- જો પશ્ચિમ દિશામાં બારીઓ લગાવેલી હોય તો તેમનો આકાર પૂર્વ દિશાવાળી બારીથી નાનો હોવો જોઈએ.
- દંપત્તિએ પશ્ચિમ દિશામાં પોતાનો બેડરૂમ ન બનાવવો જોઈએ આનાથી જીવનમાં સ્થાયિત્વ નથી રહેતુ. આજીવિકામાં વારંવાર ફેરફાર આવે છે અથવા પતિ-પત્ની લાંબા સમય સુધી સાથે નથી રહી શકતા.
- પશ્ચિમ દિશામાં કિચન બનાવવાથી ઘરમાં ખર્ચ વધુ રહે છે.
- પશ્ચિમ દિશામાં પૂજા રૂમ અથવા મેડિટેશન રૂમ બનાવવાથી ઘરના મુખ્ય વ્યક્તિ સ્વાર્થી હોય છે.
- પશ્ચિમ દિશામાં તૂટેલા ફૂટેલ ફર્નિચર વગેરે ન રાખવુ જોઈએ. આનાથી પડતી આવે છે.

આ કરી શકો છો પશ્ચિમ દિશામાં
- ગેસ્ટ રૂમ બનાવી શકાય છે અથવા બાળકોનો રૂમ બનાવી શકાય છે.
- પશ્ચિમ દિશામાં ઓવરહેડ વૉટરટંક બનાવી શકાય છે.
- પશ્ચિમ દિશાની દિવાલો પર વાયોલેટ કે ગ્રે જેવા ડાર્ક રંગ કરવા જોઈએ. જે આ દિશાના ગ્રહ શનિને સૂટ કરે છે.
- પશ્ચિમ દિશામાં ઘરનો સ્લોપ ન હોવો જોઈએ. આ દિશામાં ઘરના તળ પૂર્વની અપેક્ષાએ ઉંચુ હોવુ જોઈએ.
- પશ્ચિમ દિશામાં બનાવાતી કમ્પાઉન્ડ વૉલ મોટી અને વધુ ઉંચી હોવી જોઈએ.
આ છે દિશાઓના દેવતા અને ગ્રહ
પૂર્વ - સૂર્ય ઈન્દ્ર
પશ્ચિમ શનિ વરુણ
ઉત્તર - બુધ કુબેર
દક્ષિણ - મંગલ યમ
ઉત્તર પૂર્વ (ઈશાન) - ગુરુ શિવ
દક્ષિણ પૂર્વ (અગ્નિ) - શુક્ર અગ્નિ દેવતા
દક્ષિણ પશ્ચિમ(નૈઋત્ય) - રાહુ-કેતુ
ઉત્તર પશ્ચિમ(વાયવ્ય) - ચંદ્ર વાયુ દેવતા
દોષ દૂર કરવા માટે કરો આ કામ
- પશ્ચિમ દિશામાં જો કોઈ પ્રકારના દોષ હોય અને તેને દૂર કરવા સંભવ ન હોય તો ઘરમાં શનિ યંત્રની સ્થાપના કરીને તેની નિયમિત પૂજા કરો.
- પશ્ચિમ દિશાની દિવાલો પર ડાર્ક રંગ કરી શકાય છે. આનાથી સંબંધિત ગ્રની દ્રષ્ટિ સૌમ્ય થાય છે.
- આવા ઘરોમાં રહેતા લોકોએ માંસ-મદિરાનુ સેવન ન કરવુ જોઈએ.
- ભૈરવની ઉપાસવા કરવાથી પશ્ચિમ દિશના દોષ દૂર થાય છે.












Click it and Unblock the Notifications
