For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dussehra 2022 : ભારતમાં આ સ્થળે રાવણ દહન પાપ માનવામાં આવે છે, જાણો કારણ

આજે નવરાત્રિનું નવમું નોરતું છે, 4 ઓકટોબરના રોજ રામનવમી છે એટલે કે 5 ઓકટોબરના રોજ વિજ્યદશમી એટલે કે દશેરા છે. સત્યનો અસત્ય પર વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આ દિવસે ભગવાન રામે રાવણને હરાવી તેનો વધ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

આજે નવરાત્રિનું નવમું નોરતું છે, 4 ઓકટોબરના રોજ રામનવમી છે એટલે કે 5 ઓકટોબરના રોજ વિજ્યદશમી એટલે કે દશેરા છે. સત્યનો અસત્ય પર વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આ દિવસે ભગવાન રામે રાવણને હરાવી તેનો વધ કર્યો હતો અને માતા સીતાને મુક્ત કરાવ્યા હતા. આ દિવસને ભારતમાં વિજ્યાદશમીના રૂપમાં ઉજવીને ઠેર-ઠેર રાવણ દહન પણ કરવામાં આવે છે.

dashera

મહાપરાક્રમી અને અહંકારી રાવણના ઘણા રૂપ હતા, જેના કારણે તેને મહાન પણ કહેવામાં આવે છે. દશનન એક વિદ્વાન પંડિત હતા, જે ઘણી કળાઓમાં નિષ્ણાત હતા. આ સિવાય તેમને ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. આ કારણે દેશમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી, તો કેટલીક જગ્યાએ લોકો તેમની પૂજા પણ કરે છે. આ સ્થળોમાં હિમાચલ પ્રદેશની એક જગ્યા પણ શામેલ છે, જ્યાં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી.

હિમાચલ પ્રદેશના બૈજનાથમાં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી. જ્યાંના લોકોનું એવું માને છે કે, જે લોકો દશેરાના દિવસે રાવણનું દહન કરે છે, તેમની સાથે અપશુકન થાય છે. બૈજનાથ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે. આ જગ્યાએ ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. એવી લોકવાયકા છે કે, રાવણ જે શિવલિંગ સાથે લંકા જઈ રહ્યો હતો, તે શિવલિંગ અહીં નીચે રાખતા તે આ સ્થળે જ સ્થાપિત થઇ ગઇ હતી.

ત્રેતાયુગમાં રાવણે શિવ પાસેથી અમરત્વનું વરદાન મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ પછી ભગવાન શિવે પ્રસન્ન થઈને રાવણને શિવલિંગ આપ્યું, જેને આત્મલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગ આપીને ભગવાન શંકરે રાવણને કહ્યું હતું કે, લંકામાં તેની સ્થાપના કરવમાં આવે, પરંતુ તમે જ્યાં પણ આ શિવલિંગ પહેલીવાર જમીન પર રાખશો, ત્યાં જ તેની સ્થાપના થઇ જશે.

ભગવાન શિવે રાવણને કહ્યું હતું કે, જો તારે અમર થવું હોય. શિવલિંગને લંકા લઈ જાઓ અને ત્યાં તેની સ્થાપના કરો. આ પછી રાવણ શિવલિંગ લઈને ચાલતો થયો હતો, પરંતુ દેવતાઓ ઈચ્છતા ન હતા કે, રાવણ અમર થાય. જેથી ભગવાન વિષ્ણુએ તેમની માયાથી શિવલિંગને મુકાવી દીધું.

ઉલ્લેખનીય છે કે, રાવણને એક નાનકડી શંકા થઈ અને તેમણે શિવલિંગને એક ભરવાડ પકડાવી દીધું, પરંતુ ભરવાડે શિવલિંગને નીચે મુકી દીધું. આ પછી અહીં ભગવાન શિવની તપસ્યાથી રાવણને મોક્ષનું વરદાન મળ્યું હતું.

એવી માન્યતા છે કે, આ સ્થાન પર રાવણે પોતાના દસ માથા હવન કુંડમાં મૂક્યા હતા. રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો, જેના કારણે અહીં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, એકવાર કેટલાક લોકોએ શિવ મંદિરની સામે દશેરાની ઉજવણી શરૂ કરી અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જે બાદ સતત પાંચ વર્ષ સુધી રાવણ દહન કરવામાં આવ્યું હતું, પરંતુ રાવણના પૂતળાનું દહન કરનારાઓ સાથે અનિચ્છનિય ઘટનાઓ ઘટની શરૂ થઈ ગઇ હતી.

કેટલાક લોકો તો પછીની દશેરા સુધી મૃત્યુ પામ્યા હતા. જે બાદથી લોકોએ દશેરાની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું. આ અંગે લોકો દ્વારા દલીલ કરવામાં આવે છે કે, ભગવાન શિવ તેમની સામે તેમના ભક્તનું કોઈપણ પ્રકારનું નુકસાન જોઈ શકતા નથી. જે કારણે આ સ્થળે રાવણના પૂતળાનું દહન કરવું એ પાપ માનવામાં આવે છે.

English summary
Dussehra 2022 : Ravan dahan is considered a sin at this place in India, know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X