For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dussehra 2020: કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરમાં દશેરાની ઉજવણી થશે

Dussehra 2020: કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરમાં દશેરાની ઉજવણી થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નવરાત્રીના નવ દિવસ સમાપ્ત થયા બાદ આજે સમાપનના રૂપમાં દેશભરમાં વિજયાદશમી મનાવવામાં આવી રહી ચે. વિજયાદશમી, જેને દશેરાના રૂપમાં ઓળખવામાં આવે છે, અજેય ભેંસ રાજા મહિષાસુર પર દેવી દુર્ગાની જીતનું પ્રતિક છે દશેરા. દશેરા એટલે કે વિજય દશમી ખરાબ પર સારાની જીતનો પર્વ છે. કોરોના કાળમાં દૂર્ગા પૂજા અને દશેરાનું સ્વરૂપ બદલાઈ ગયું છે. હવે પૂજા પંડાલો પાસે મેળા પણ નથી લાગ્યા અને રાવણ દહનની ભવ્ય તૈયારી પણ નથી થઈ. પરંતુ કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરતાં લોકોની ધાર્મિક આસ્થામાં કોઈ બદલાવ નથી થયો. કોરોના કાળમાં પણ દશેરાનો નવ અને દશ દિવસની પૂજાને લઈ શ્રદ્ધાળુ ઉત્સાહ અને ઉમંગથી ભરેલા છે. 25 ઓક્ટોબરે આજે અડધા દિવસ નવમી અને અડધા દિવસ બાદ વિજયાદશશમી મનાવવમાં આવશે.

dussehra

દશેરાને વિજયા દશમી પણ કહેવાય ચે અને તેને લઈ ધાર્મિક માન્યતાઓ છે. એક જેમાં માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. હિન્દુ પંચાંગ મુજબ આસો માસની શુક્લ પક્ષની દશમી તિથિ દિવાળીથી ઠીક 29 દિવસ પહેલા મનાવવામાં આવે છે. ઉત્તરી ભારતમાં આ દિવસને ભગવાન રામ દ્વારા રાક્ષસ રાવણ પર વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળાં સળગાવવામાં આવે છે.

નવરાત્રીના નવ દિવસના ઉત્સવમાં રામલીલા અને રામાયણનો પાઠ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મંદિર છે, જે દશાનન રાવણને સમર્પિત છે. આ ભારતભરમાં રાવણને સમર્પિત એકમાત્ર મંદિર છે. આ વિસ્તારના લોકો દશેરાના દિવસે દશાનનને યાદ કરે છે.

પશ્ચિમ બંગાળ રાજ્ય અથવા સામાન્ય રૂપે કોઈપણ બંગાળી માટે આ પર્વ સૌથી વધુ ખાસ હોય છે. બંગાળમાં આ પૂચા નવરાત્રીના પાંચમા દિવસે ચાલવા લાગે છે. પંડાલોમાં ભવ્ય આયોજન થાય છે. બંગાળમાં વિજયાદશમીના દિવસે 'સિંદૂર ખોલા' થાય છે જેમાં મહિલાઓ એક બીજાને સિંદૂર લગાવે છે.

નવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન? જાણોનવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન? જાણો

આવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ વિજયાદશમી બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ભાગોમાં દેવી દુર્ગાને ચામુંડેશ્વરી પણ કહેવાય છે. કર્ણાટકના મૈસૂર શહેરમાં પર્વ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે.

English summary
Dussehra will be celebrated amid coronavirus pandemic in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X