For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નરની ધરપકડ, ફોન ટેપિંગ મામલે EDએ કરી કાર્યવાહી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ઈડી દ્વારા કથિત એનએસઈ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ઈડી દ્વારા કથિત એનએસઈ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ છેલ્લા બે દિવસથી તેમની પૂછપરછ કરી રહી હતી. તેના એક દિવસ પહેલા જ ઈડીએ આખો દિવસ તેમની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ NSE કર્મચારીઓની ગેરકાયદેસર રીતે જાસૂસી કરવા બદલ મુંબઈના ભૂતપૂર્વ ટોચના પોલિસ અધિકારી સંજય પાંડેની ધરપકડ કરી છે.

sanjay pandey

એવો આરોપ છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલિસ કમિશ્નર સંજય પાંડેનુ સમર્થન ધરાવતી કંપની આઈસેક સર્વિસિસને નેશનલ સ્ટૉક એક્સચેન્જ સાથે સંબંધિત કથિત ફોન ટેપિંગ કેસમાં કોન્ટ્રાક્ટ મની તરીકે આશરે રૂ. 4.45 કરોડ મળ્યા હતા. આ પહેલા સીબીઆઈ સંજય પાંડેની પણ પૂછપરછ કરી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંજય પાંડેના નિવાસસ્થાન સહિત મુંબઈ, પુણે, કોટા, લખનઉ અને દિલ્હી-એનસીઆરમાં આરોપીઓના 18 સ્થળોની તપાસ કરવામાં આવી હતી.

ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે આ કેસમાં મંગળવારે દિવસભર સંજય પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા સોમવારે પણ તપાસ એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હતી. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ એનએસઈના સિક્યોરિટી ઑડિટ માટે તેમના દ્વારા શરૂ કરાયેલી પેઢીના વ્યવસાય અને કામગીરી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાના હતા. અધિકારીઓએ પીએમએલએ એક્ટ હેઠળ તેમના નિવેદનો નોંધ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સંજય પાંડેએ પૂછપરછ દરમિયાન અધિકારીઓને સહકાર આપ્યો ન હતો.

ગેરકાયદેસર જાસૂસીના કિસ્સામાં સીબીઆઈએ તેની તપાસ દરમિયાન સંજય પાંડે દ્વારા સમર્થિત એક કંપનીને ચૂકવણીની રસીદો, રેકોર્ડિંગના અવાજના નમૂના, રેકોર્ડિંગની મૂળ ટેપ અને સર્વર સાથે-સાથે આઈસેક સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાંથી બે લેપટૉપ જપ્ત કર્યા હતા. સંજય પાંડે સાથે જોડાયેલી ફર્મ જેમાં ચાર એમટીએનએસ લાઈને પર ફોન ટેપિંગના પુરાવા છે, દરેક લાઈનમાં એક વારમાં 30 કૉલ્સ શામેલ છે.

English summary
ED takes action in phone tapping case over former Mumbai Police Commissioner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X