Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચોરાયેલી વસ્તુની જાણકારી આપે છે જ્યોતિષ શાસ્ત્ર!

ચોરાયેલી વસ્તુ કયા નક્ષત્રમાં ચોરાઈ છે અને કયા લગ્નમાં ચોરાઈ છે તેને આધારે જ્યોતિષ શાસ્ત્ર વસ્તુ કઈ દિશામાં અને કોણે ચોરી હશે તે અંગે અનુમાન લગાવી શકે છે.

લોકોમાં જેમ આર્થિક અસમાનતા વધતી જઈ રહી છે, તે રીતે ચોરી થવાનું પ્રમાણ પણ વધતુ જઈ રહ્યુ છે. લોકો પોતાનું ઘર સુનું મુકીને ક્યાંય જતા નથી. આજના યુગમાં કોના પર વિશ્વાસ કરવો કોના પર નહિં તે મોટો પ્રશ્ન છે. જ્યોતિષ શાસ્ત્ર કરતા પણ આગળ વધી એક વિજ્ઞાન છે, જેમાં દરેક પ્રશ્નનો જવાબ સમાયેલો છે. ચોરાયેલી વસ્તુ મળશે કે નહિં, મળશે તો ક્યારે મળશે તેનો જવાબ જ્યોતિષ શાસ્ત્રમાં સમાયેલો છે.

જ્યોતિષ અનુસાર અલગ અલગ નક્ષત્રોમાં ચોરાયેલી વસ્તુના મળવા કે ન મળવાના અલગ અલગ પરિણામ હોય છે. જે સમયે તમને તમારી ચોરાયેલી વસ્તુની ખબર પડે તે સમય કે નક્ષત્ર કે છેલ્લી વાર તમે તે વસ્તુને કયા સમયે જોઈ હતી, તે સમયના નક્ષત્રને આધારે ચોરાયેલી વસ્તુ વિશે વિચારી શકાય છે.

નક્ષત્રોને આધારે ચોરાયેલી વસ્તુને આમ શોધવી

નક્ષત્રોને આધારે ચોરાયેલી વસ્તુને આમ શોધવી

  • રોહિણી, પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, પૂર્વાષાઢા, ઘનિષ્ઠા અને રેવતીને જ્યોતિષમાં અંધ નક્ષત્ર મનાય છે. આ નક્ષત્રોમાં ચોરી થનાર વસ્તુ પૂર્વ દિશામાં જાય છે અને જલ્દી મળી જાય છે. આ નક્ષત્રોમાં જો કોઈ વસ્તુ ચોરી થઈ હોય તો તે વધારે દૂર જતી નથી. તેને નજીકમાં જ શોધવી જોઈએ.
  • મૃગશિરા, અશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉત્તરાષાઢા, શતભિષા, અશ્વિની આ મંદ નક્ષત્રો કહેવાય છે. આ નક્ષત્રોમાં ચોરાયેલી વસ્તુ ત્રણ દિવસમાં મળી જતી હોય છે. આ નક્ષત્રોમાં ગયેલી વસ્તુ દક્ષિણ દિશામાંથી મળે છે. તે વસ્તુ રસોઈ, અગ્નિ કે જળ સ્થાને છુપાવામાં આવી હોય છે.
  • આદ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂર્વાભાદ્રાપદ, ભરણી મધ્ય લોચન નક્ષત્રો છે. આ નક્ષત્રોમાં ચોરાયેલી વસ્તુ પશ્ચિમ દિશામાંથી મળે છે. વસ્તુને લગતી જાણકારી 64 દિવસોમાં મળવાની શક્યતા હોય છે. જો 64 દિવસમાં ન મળે તો ફરી કયારેય મળતી નથી.
  • પુનર્વસુ, પૂર્વાફાલ્ગુની, સ્વાતી, મૂલ, શ્રવણ, ઉત્તરાભાદ્રપદ, કૃતિકાને સુલોચન નક્ષત્ર કહે છે. આ નક્ષત્રોમાં ખોવાયેલી વસ્તુ ક્યારેય પાછી મળતી નથી. વસ્તુ ઉત્તર દિશામાં જાય છે, પણ જાણી શકાતું નથી કે તે ક્યાં મુકાઈ હશે, કે તમે તેને ક્યાં મુકી ભૂલી ગયા છો.
  • ભદ્રા, વ્યતિપાત અને અમાસે ગયેલું ધન પાછુ મળતુ નથી

    ભદ્રા, વ્યતિપાત અને અમાસે ગયેલું ધન પાછુ મળતુ નથી

    પ્રશ્નઃ લગ્ન અનુસાર પણ ચોરાયેલી વસ્તુ વિશે જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિ ચોરાયેલી વસ્તુ વિશે જાણવા આવે અને પ્રશ્ન કરે તો જે સમયે તે પ્રશ્ન કરે તે સમયની લગ્નકુંડળી બનાવી લેવી જોઈએ અથવા જે સમયે વસ્તુ ચોરાયેલી હોય તે સમય ગોચરમાં જે લગ્ન ચાલી રહ્યો હતો તેને આધારે અનુમાન લગાવી શકાય છે.

    લગ્નને આધારે ચોરાયેલી વસ્તુ અને ચોર વિશે અનુમાન

    લગ્નને આધારે ચોરાયેલી વસ્તુ અને ચોર વિશે અનુમાન

    • મેષ લગ્નમાં વસ્તુ ચોરી થઈ હોય તો, પ્રશ્નકાળમાં મેષ લગ્ન હોય તો ચોરાયેલી વસ્તુ પૂર્વ દિશામાં હોય છે. ચોર બ્રાહ્મણ વર્ગનો વ્યક્તિ હોય છે. અને તેનું નામ 'સ' અક્ષરથી શરૂ થતુ હોય છે. નામમાં બે કે ત્રણ અક્ષર હોય છે.
    • વૃષભ લગ્નમાં વસ્તુ ચોરાઈ હોય તો વસ્તુ પૂર્વ દિશામાં હોય છે અને ચોર ક્ષત્રિય વર્ણનો હોય છે. તેના નામમાં 'મ' અક્ષર હોય છે. તથા નામ ચાર અક્ષરો વાળું હોય છે.
    • મિથુન લગ્નમાં ચોરાયેલી વસ્તુ અગ્નેય ખૂણામાં હોય છે. ચોરી કરવા વાળો વ્યક્તિ વૈશ્ય વર્ણનો હોય છે અને તેનું નામ 'ક' થી શરૂ થતુ હોય છે. નામમાં ત્રણ અક્ષર હોય છે.
    • કર્ક લગ્નમાં વસ્તુ ચોરાયેલી હોય તો દક્ષિણ દિશામાં મળે છે અને ચોરી કરનાર વ્યક્તિ શુદ્ર હોય છે. તેનું નામ 'ત' અક્ષરથી શરૂ થતુ હોય છે. અને નામમાં ત્રણ વર્ણ હોય છે.
    • વસ્તુ નેઋત્ય કોણમાં હોય છે

      વસ્તુ નેઋત્ય કોણમાં હોય છે

      • સિહ લગ્નમાં ચોરી થઈ હોય તો વસ્તુ નેઋત્ય કોણમાં હોય છે. ચોરી કરનાર નોકરી, સેવક હોય છે. ચોરનું નામ 'ન' થી શરૂ થાય છે અને નામ ત્રણ કે ચાર અક્ષરોનું હોય છે.
      • પ્રશ્નકાળમાં કે ચોરીના સમયે કન્યા લગ્ન હોય તો ચોરી થયેલી વસ્તુ પશ્ચિમ દિશામાં હોય છે. ચોરી કરનાર કોઈ સ્ત્રી હોય છે. અને તેનું નામ 'મ' થી શરૂ થાય છે. નામમાં ઘણા વર્ણ હોય છે.
      • ચોરીના સમયે તુલા લગ્ન હોય તો વસ્તુ પશ્ચિમ દિશામાં જવી જોઈએ. ચોરી કરનાર પુત્ર, મિત્ર, ભાઈ કે કોઈ સંબંધિ હોય છે. તેનું નામ 'મ' થી શરૂ થાય છે અને નામમાં ત્રણ વર્ણ હોય છે. તુલા લગ્નમાં ગયેલી વસ્તુ મુશ્કેલીથી પાછી મળે છે.
      • વૃશ્ચિક લગ્નમાં ચોરી થયેલી વસ્તુ પશ્ચિમ દિશામાં હોય છે. ચોર ઘરનો નોકર જ હોય છે અને તેનું નામ 'સ' અક્ષરથી શરૂ થાય છે. નામ ચાર અક્ષરનું હોય છે.
      • વસ્તુ વાયવ્ય કોણમાં હોય છે.

        વસ્તુ વાયવ્ય કોણમાં હોય છે.

        • પ્રશ્નકાળ કે ચોરીના સમયે ધન લગ્ન હોય તો તે વસ્તુ વાયવ્ય કોણમાં હોય છે. ચોરી કરનાર વ્યક્તિ કોઈ સ્ત્રી હોય છે. અને તેનું નામ 'સ' સક્ષરથી શરૂ થાય છે. નામમાં ચાર વર્ણ હોય છે.
        • ચોરીના સમયે મકર લગ્ન હોય તો તે વસ્તુ ઉત્તર દિશામાં મળવી જોઈએ. ચોરી કરનાર વૈશ્ય જાતિનો હોવો જોઈએ. નામ ચાર અક્ષરનું હોય અને શરૂઆતનો અક્ષર 'સ' હોવો જોઈએ.
        • પ્રશ્નકાળ કે ચોરીનો સમય કુંભ લગ્નમાં હોય તો ચોરાયેલી વસ્તુ ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય છે. આ પ્રશ્ન કાળ અનુસાર ચોરી કરનાર કોઈ મનુષ્ય નથી હોતો પણ ઉંદર કે અન્ય જનાવર દ્વારા તે આમ તેમ કરાયેલ હોય છે.
        • મીન લગ્નમાં ચારેયેલી વસ્તુ ઈશાન કોણમાં હોય છે. ચોરી કરનાર નિમ્ન જાતનો હોય છે. તે ચોરી કરી વસ્તુને જમીનમાં છુપાવી દે છે. તેનું નામ 'વ' અક્ષરથી શરૂ થાય છે. અને નામમાં ત્રણ અક્ષર હોય છે. ચોર કોઈ પરિચિત સ્ત્રી કે નોકર પણ હોઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X