For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રગ્રહણની તમારી રાશિ પર પડશે આ અસર, આ રીતે બચો

સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે થવા જઈ ર્હયું છે. આ વર્ષનું આ બીજું સૌથી મોટું ગ્રહણ છે. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ પણ છે. આ ગ્રહણ આજે રાત્રે 11 વાગીને 54 મિનિટ પર શરૂ થશે

|
Google Oneindia Gujarati News

સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે થવા જઈ ર્હયું છે. આ વર્ષનું આ બીજું સૌથી મોટું ગ્રહણ છે. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ પણ છે. આ ગ્રહણ આજે રાત્રે 11 વાગીને 54 મિનિટ પર શરૂ થશે અને 28 જુલાઈએ સવારે 3 વાગીને 55 મિનિટે સમાપ્ત થશે.

આ ગ્રહણ શનિની રાશિ મકરમાં થઈ રહ્યું છે, એટલે શનિ અને ચંદ્ર બંને પોતાનો પ્રભાવ બતાવશે. ધન, મકર અને વ્રુશ્વિક રાશિના જાતક શનિની સાડાસાતીમાંથી પસાર થશે. સાડાસાતીનો અર્થ થાય છે શનિનું એક રાશિમાં સાડા સાત વર્ષ સુધી રહેવું. ચંદ્ર ગ્રહણ અને સાડા સાતી બંને શનિના કારણે થશે એટલે આ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર પડશે.

ચંદ્રગ્રહણનું સૂતક 27 જુલાઈએ બપોરે 2 વાગે શરૂ થઈ રહ્યું છે. સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના સમયની આજુબાજુ જ હોય છે. જેને કેટલીક ચીજો માટે અશુભ મનાય છે. કહેવાય છે કે ગ્રહણ કાળ દરમિયાન સૂતક કાળથી જ અશુભ ઉર્જા સક્રિય થાય છે. માન્યતા છે કે ગ્રહણની અસર 108 દિવસ સુધી રહે છે. આજે અમે તમને બતાવીશું કે આજે થનારા ગ્રહણની 12 રાશિ પર શું અસર પડશે.

મેષ

મેષ

આ રાશિ માટે ચંદ્રગ્રહણ અત્યંત શુભ રહેવાનું છે. 27 જુલાઈએ થઈ રહેલા આ ગ્રહણને કારણે તમને આર્થિક લાભ થશે, નવા કામ અને સારા કામની તક મળશે.

વ્રુષભ

વ્રુષભ

ગ્રહણની અસરને કારણે તમને કરિયરમાં સારી તક મળશે. ગ્રહણ કાળ દરમિયાન કે સૂતક સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થશે.

મિથુન

મિથુન

આ રાશિ માટે ગ્રહણ આરોગ્યને નુક્સાનકારક સાબિત થઈ શકે છે. તમારા જીવનમાં મુશ્કેલી વધી શખે છે. આ ગ્રહણને કારણે તમારી રાશિ પર સારી અસર પણ પડશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે.

કર્ક

કર્ક

આ રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, અને ચંદ્ર પર ગ્રહણ લાગવાથી આ રાશિના લોકોને પણ મુસીબત આવી શકે છે. તમારે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકો હંમેશા ખુશ રહે છે, તેઓ નાની મોટી મુસીબતોને પણ હસીને પસાર કરે છે. પરિવારમાં કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. આ ગ્રહણ તમને મિશ્ર ફળ આપશે.

કન્યા

કન્યા

આ રાશિના જાતકોએ શિવ મંત્રનો જાપ કરવો જીએ, અને શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ. એટલે તમને ગ્રહણના દિવસે ભાગ્યનો સાથ મળી રહેશે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો માટે ગ્રહણ સારા સમાચાર લઈને આવી રહ્યું છે. બિઝનેસ અને પ્રોપર્ટીના મામલે લાભ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે.

વ્રુશ્વિક

વ્રુશ્વિક

આ રાશિના જાતકોને ગ્રહણથી મિશ્ર ફળ મળશે. આગામી સમયમાં સારી તક પ્રાપ્ત થશે.

ધનુ

ધનુ

પરિવારમાં તણાવ વધી શકે છે. પૈસાના મુદ્દે પણ પરેશાની થઈ શકે છે.

મકર

મકર

મકર રાશિના લોકો માટે ગ્રહણ મુસીબત બની શકે છે. આ ગ્રહણને કારણે તમને માનસિક અને આર્થિક ચિંતાઓ વધશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માટે ગ્રણના દિવસે માનસિક અને શારિરીક પીડા થઈ શકે છે.આ ગ્રહણથી તમારા પર નકારાત્મક પ્રભાવ પડશે.

મીન

મીન

આ રાશિના લોકોને આરોગ્ય માટે સાવધાની રાખવી જરૂરી છે. જો કે તમારા પર તેની અસર ખૂબ જ ઓછી થશે.

ગ્રહણનો 12 રાશિ પર મિશ્ર પ્રભાવ

ગ્રહણનો 12 રાશિ પર મિશ્ર પ્રભાવ

આ ગ્રહણનો 12 રાશિ પર મિશ્ર પ્રભાવ પડશે. એટલે જે રાશિ પર ખરાબ અસર પડી શકે છે તેમણે ગ્રહણ કાળ દરમિયાન પ્રાર્થના કરવા કરવી જરૂરી છે. જેનાથી તમારા પર પડતી નકારાત્મક અસર ઓછી થઈ શકે.

ગ્રહણના અશુભ પ્રભાવ ઓછો કરવાનો ઉપાય

ગ્રહણના અશુભ પ્રભાવ ઓછો કરવાનો ઉપાય

આ ચંદ્રગ્રણ છે. અને ભગવાન શિવ પોતાના મસ્તિષ્ક પર ચંદ્રમા ધારણ કરે છે. એટલે જે રાશિ પર ગ્રહણની ખરાબ અસર પડે છે. તેમને ગ્રહણ કાળ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ કરવો જોઈએ. તમે ગુરુ મંત્રનો પણ જાપ કરી શકો છો ઓમ નમ: શિવાય

વ્રુષભ રાશિના લોકોએ હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહેશે. ગ્રહણ કાળ દરમિયાન તુલસીના પાન ન તોડો. સૂતક કાળ પહેલા તુલસીના પાના તોડીને દૂધ અને દહીંમાં રાખો. ગ્રહણ કાળ દરમિયાન ઘરથી બહાર ન નીકળો, ના તો ગ્રહણ જોવો.

અવિવાહિત અને ગર્ભવતી મહિલો આ ગ્રહણન બિલકુલ ન જોવો. ગ્રહણ પુરુ થવા પર સ્નાન કરો, ઘરમાં ગંગાજળ છાંટો. ગ્રહણ બાદ રોગ અને મુશ્કેલીથી મુક્ત થવા માટે દાન દક્ષિણા આપો.

English summary
for these zodiac signs lunar eclipse can have worst effects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X