આખરે દિવાળી જેવા પવિત્ર પર્વ પર કેમ રમાય છે જુગાર ?

Posted By:
Subscribe to Oneindia News

દિવાળી પ્રકાશ અને ઉલ્લાસનો તહેવાર છે. જે અચ્છાઈ પર બુરાઈના પ્રતિક સ્વરૂપે ઉજવાય છે. જે મનનો અંધકાર દુર કરવાની શીખ આપે છે. પરંતુ કહેવાય છે ને કે, સારી બાબતની સાથે ખરાબ બાબત પણ જોડાયેલી રહે છે. તેવી જ રીતે આ તહેવાર સાથે પણ કંઈક આવુ જ છે. દિવાળીની રાત્રે અનેક લોકો જુગાર રમે છે અને પોતાના પૈસાની બરબાદી કરી નાખે છે. આ કારણથી ઘણા લોકોની દિવાળી કાળી થઈ જાય છે. જે સારી બાબત ન ગણાય. તો આવો જાણીએ કે, શુ કારણ છે કે, લોકો દિવાળીની રાત્રે જુગાર રમે છે.

gambling

જુગાર રમવા પાછળની વાર્તા


એવુ મનાય છે કે, દિવાળીની રાત્રે શીવ અને પાર્વતીએ પણ જુગાર રમ્યો હતો. તે સમયથી આ પ્રથા દિવાળી સાથે જોડાઈ ગઈ છે. જોકે, શીવ અને પાર્વતીનુ દિવાળી પર જુગાર રમવા પાછળનુ કોઈ ઠોસ કારણ જાણવા મળ્યુ નથી.

shiva

જુગાર રમવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે?


શું જુગાર રમવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે? પરંતુ લોકોમાં એવી માન્યતા છે કે, દિવાળીની રાત્રે જુગાર રમવાથી મા ભગવતી ખુશ થાય છે અને તે તમારી પાસે જ રહે છે. પણ આ વાત કેટલી સાચી ગણવી? પરંતુ શું એ સંભવ છે કે, ભગવાન કોઈ બુરાઈ પર પ્રસન્ન થતા હોય? જ્યાં પરંપરાની વાત આવે ત્યા કોઈની સાથે બહેસ કરવી નકામી છે.

lakshmi

સંદેશ

પરિણામે લોકો માટે સંદેશ છે કે, જુગાર રમવુ એ સારી વાત નથી...તમે તમારા પૈસાથી કોઈ ગરીબના ચહેરા પર સ્મિત લાવી શકો છો, ભુખ્યાને જમાડી શકો છો, જરૂરિયાતમંદની મદદ કરી શકો છો. તો પછી શા માટે આપણી મહેનતની કમાણીને આપડે આ રીતે જુગારમાં ઉડાવી દેવી જોઈએ? મિત્રો બુધ્ધિ અને વિવેકથી કામ લો અને આ ખોટી આદતથી દુર જ રહો તેમાંજ ભલાઈ છે.

English summary
Gambling on Diwali, Playing Cards on Diwali, Rituals of Diwali, Why?
Please Wait while comments are loading...