For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesh Chaturthi Decoration Ideas: ગણેશ ચતુર્થી પર આ ખાસ આઈડિયાથી સજાવો ઘરનુ મંદિર

ગણેશ ચતુર્થી પર સુંદર સુશોભન માટેના આઈડિયા અમે તમારા માટે શેર કરી રહ્યા છીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગણેશ ચતુર્થીના તહેવારની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશ કૈલાશ પર્વત પરથી માનવજાતને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપવા આવ્યા હતા. આ દસ દિવસીય ઉત્સવ દરમિયાન ઘરે-ઘરે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. ગણપતિ બાપ્પાના મંદિર અને મંડપને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. તમે જ્યાં સર્વશક્તિમાન ગણેશની મૂર્તિ મૂકો છો તે જગ્યાને શણગારીને તમે સ્થળને વધુ આકર્ષક બનાવી શકો છો. અમે તમારા માટે આવા સુંદર સુશોભન આઈડિયા શેર કરી રહ્યા છીએ.

ganesha

ફૂલ-પત્તીઓથી ઈકો ફ્રેન્ડલી ડેકોરેશન

પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ સાથે તેમના મંદિરની સજાવટ પણ આ જ રીતે કરવામાં આવે તો વધુ સારુ રહેશે. તો આ ગણપતિ ઉત્સવ પર ફૂલો અને પાંદડાઓથી સજાવટ કરો, જે ખૂબ જ સુંદર દેખાશે અને તેને એક અલગ અને તાજો દેખાવ પણ આપશે. ગણપતિ બાપ્પાને પાન અને ધરો ચઢાવવામાં આવે છે, તો આ વખતે તમે શણગારમાં પાન અને ધરો એટલે કે લીલા ઘાસનો ઉપયોગ કરી શકો છો.

રંગબેરંગી કાગળથી શણગારો

તમે ગણપતિની પાછળની પૃષ્ઠભૂમિને રંગબેરંગી ફ્લોરોસન્ટ પેપર અથવા ગ્લિટર શીટ્સથી વિવિધ ફૂલોના પાંદડાની ડિઝાઇન અને ફ્રિન્જ બનાવીને સજાવી શકો છો. આ શણગાર ઘણા દિવસો સુધી બગડશે નહીં અને ખૂબ જ સુંદર દેખાશે. કાગળના રંગબેરંગી પીંછા પણ બનાવીને લગાવી શકાય છે. આ સિવાય છત્રી, પતંગિયા, ફૂલ, પાંદડા બનાવીને લગાવો.

રંગબેરંગી દુપટ્ટા કે કપડાંથી ડેકોરેશન

ગણપતિ બાપ્પા ઘણા દિવસો સુધી ઘણા ભક્તોના ઘરે બિરાજે છે. આવી સ્થિતિમાં તેમના શણગારમાં લગાવેલા ફૂલો મુરઝાઈ જાય છે માટે જો તમે ગણપતિને રંગબેરંગી દુપટ્ટા અને સાટિનના કપડાથી શણગારો તો તે ખૂબ જ સુંદર લાગે છે. રંગીન કપડાંને એકબીજામાં રોલ કરીને પણ સુંદર શણગાર થાય છે.

રંગબેરંગી લાઈટથી ડેકોરેશન

આજકાલ બજારમાં રંગબેરંગી લાઈટોની ખૂબ જ સુંદર ઝાલરો મળે છે. તમે જ્યાં ગણપતિની સ્થાપના કરવા માંગો છો ત્યાં પાછળથી તેને સુંદર આકારમાં સજાવીને વધુ સુંદર બનાવી શકો છો. તમે લાઇટથી મંદિરનો આકાર પણ આપી શકો છો.

ફૂગ્ગાથી શણગારો

હાલમાં ફુગ્ગાઓથી સજાવટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તેથી તમે રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવટ કરી શકો છો. ફુગ્ગાઓમાંથી ફૂલો અને પાંદડાના આકાર આપી શકાય છે.

English summary
Ganesh Chaturthi Decoration Ideas: Decorate the temple of the house with this special idea on Ganesh Chaturthi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X