Garuda Purana : આ ભૂલો કરોડપતિને પણ કંગાળ બનાવી શકે છે, જાણો અને બચો
ગરૂડ પૂરાણમાં જીવન જીવવા સાથે જોડાયેલી ઘણી વાતો પણ જણાવવામાં આવી છે. ચાલો જાણીએ ધનના ઉપયોગને લઈને ગરુડ પૂરાણમાં જણાવેલી કેટલીક ખાસ વાતો.
Garuda Purana : હિંદુ ધર્મમાં કુલ 18 પૂરાણો છે. જેમાં ગરૂડ પૂરાણને મહાપૂરાણ કહેવામાં આવ્યું છે. કારણ કે, ગરૂડ પૂરાણ જન્મ, મૃત્યુ અને મૃત્યુ બાદ આત્માના પ્રવાસ અંગે ઘણી મહત્વની વાતો જણાવે છે. આ સાથે ગરૂડ પૂરાણમાં સ્વર્ગ-નર્કની ઘારણા, પાપ-પુણ્ય, કર્મોનું ફળ જેવી બાબતોની ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે.

આ સાથે ગરૂડ પૂરાણમાં જીવન જીવવા સાથે જોડાયેલી ઘણી વાતો પણ જણાવવામાં આવી છે. ચાલો જાણીએ ધનના ઉપયોગને લઈને ગરુડ પૂરાણમાં જણાવેલી કેટલીક ખાસ વાતો.

પૈસાનો ખોટો ઉપયોગ
ગરૂડ પૂરાણમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇપણ વ્યક્તિએ પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, નહીં તો પૈસાનો ખોટો ઉપયોગ અમીર માણસને પણ થોડા સમયમાં ગરીબ બનાવી શકે છે. આ સાથે કરોડપતિ બન્યા બાદ પણ વ્યક્તિ પોતાના પૈસાનો આનંદ ઉઠાવી શકતો નથી.

પૈસાનો સારો ઉપયોગ કરો
આવી સંપત્તિ, જેનો ઉપયોગ વ્યક્તિ આરામદાયક જીવન જીવવા માટે કરતો નથી, અથવા તેના પરિવાર દ્વારા તેનો ઉપયોગ થતો નથી, તે સંપત્તિનો બગાડ છે. પૈસાનો યોગ્ય ઉપયોગ ત્યારે જ થાય છે, જ્યારે વ્યક્તિ પોતાની જાતને અને તેના પરિવારને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ બને છે.

સ્ત્રીનું અપમાન કરવું
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, જે ધન પરિવારની મહિલાઓની રક્ષા નથી કરતું, તે ધન જલ્દી નષ્ટ થઈ જાય છે. ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સ્ત્રીનું અપમાન કરવું એ દેવી લક્ષ્મીનું અપમાન છે. આવી જગ્યાએ ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

દાન-પુણ્ય ન કરવું
જે પૈસા ગરીબોની મદદ માટે ઉપયોગમાં લેવાતા નથી, જે ધન ધર્મ અને દાનમાં નથી આપવામાં આવતા તે જલ્દી નાશ પામે છે. પૈસાનો ઉપયોગ ત્યારે જ થાય છે, જ્યારે તેનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે થાય અને ધર્મમાં દાન કરવામાં આવે.












Click it and Unblock the Notifications
