Gemstones : રત્ન ધારણ કરતા પહેલા જાણી લો આ વાત, થશે લાભ

Gemstones : જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનું ખૂબ મહત્વ છે. આ એવી વસ્તુઓ છે, જેને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર દાવો કરે છે કે, આ રત્નો તેમના પ્રભાવથી સૌથી મોટી સમસ્યાઓનો પણ અંત લાવવાની ક્ષમતા ધરાવે છે.

Gemstones : જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું મહત્વ હોય છે. જેમાં ઘણા લોકોની કૂંડળીમાં અમુક ગ્રહ નબળા હોય છે. આવા સમયે એવા લોકોને રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવા જો રત્ન ધારણ કરવામાં અમુક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.

આવા સમયે રત્ન ધારણ કરતા પહેલા આપણે ધ્યાન રાખવું જોઇએ કે, 4, 9 અને 14 ની તિથિ ન હોય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તિથિ પર રત્ન ધારણ કરવા ન જોઇએ.

Gemstones

આ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે, જે દિવસે તમે રત્ન ધારણ કરો છો, તે દિવસે તમારી રાશિથી ગોચર કરતો ચંદ્ર 4, 8, 12માં ન હોવો જોઈએ. તેમજ અમાવસ્યા, ગ્રહણ અને સંક્રાંતિના દિવસોમાં રત્ન ન ધારણ કરો. રત્ન હંમેશા બપોર પહેલા સૂર્ય તરફ મુખ રાખીને પહેરવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષમાં ક્યારેય પણ રત્ન ન પહેરવો જોઈએ. કોઈપણ મહિનાનો શુક્લ પક્ષ રત્ન ધારણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા તેની પૂજા-અર્ચના કર્યા બાદ જ તેને ધારણ કરવો જોઈએ.

દૂધમાં લાંબા સમય સુધી રત્નો ન નાખો

દૂધમાં લાંબા સમય સુધી રત્નો ન નાખો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવા ઘણા રત્નો છે, જે દૂધને પણ શોષી લે છે. એટલા માટે જ્યારે તમે રત્ન પહેરવા જઈ રહ્યા હોવ, તો તેના પહેલારત્નને દૂધમાં નાખી દો. ઘણા લોકો રાતભર દૂધમાં રત્ન મૂકી દે છે. આવી સ્થિતિમાં રત્નની અંદર દૂધ ભળી જાય છે, જેના કારણે રત્નવિકૃત થઈ જાય છે.

આ દિશામાં મુખ રાખીને રત્ન ધારણ કરો

આ દિશામાં મુખ રાખીને રત્ન ધારણ કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરતી વખતે વ્યક્તિના ચહેરાની દિશા પણ સાચી હોવી જોઈએ. એટલા માટે રત્નને બપોર પહેલાપહેરી લેવો જોઈએ અને તેનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ.

કયા નક્ષત્રમાં રત્ન ધારણ કરવું શુભ છે?

કયા નક્ષત્રમાં રત્ન ધારણ કરવું શુભ છે?

રેવતી, અશ્વિની, હસ્ત, ચિત્રા, અનુરાધા નક્ષત્ર પર મોતી, પરવાળા જે સમુદ્ર સંબંધિત રત્નો છે, તે ધારણ કરો.

વિવાહિત મહિલાઓએ આ નક્ષત્રમાં રત્ન ન પહેરવા જોઈએ

વિવાહિત મહિલાઓએ આ નક્ષત્રમાં રત્ન ન પહેરવા જોઈએ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવાહિત મહિલાઓએ રોહિણી, પુનર્વસુ, પુષ્ય નક્ષત્રમાં રત્નો ન પહેરવા જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X