જયા-પાર્વતી વ્રતની વિધિ અને મહિમા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં હાલ વ્રતની મોસમ ચાલી રહી છે, જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદીનો માહોલ છે. નાની નાની બાળકીઓના વ્રતનો આ સમય છે. કુંવારી કન્યાઓ જુલાઈ-ઓગસ્ટની મોસમમાં ગૌરી વ્રત અને ત્યારબાદ જયા પાર્વતી વ્રત કરે છે. આ વ્રત કરવા પાછળનો ઉદેશ્ય હોય છે કે, તેમને ભવિષ્યમાં સારો જીવનસાથી મળી રહે. પાંચ દિવસો સુધી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને પૂનમના દિવસે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે. ત્યારબાદ જયા-પાર્વતી વ્રત કરવામાં આવે છે. આજે આપણે અહીં વાત કરીશું જયા-પાર્વતી વ્રતની..

jaya parvati vrat

જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને પરિણિત સ્ત્રીઓ બંન્ને કરી શકે છે. અષાઢ સુદ તેરસથી અષાઢ સુદ બીજ સુધી આ વ્રત કરવામાં આવે છે. ગુજરાતમાં જ નહિં પણ દેશના અન્ય ભાગોમાં પણ આ વ્રતને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. સદગુણી અને સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે.

શિવને મેળવવા પાર્વતીએ કર્યું હતું આ વ્રત

પતિ સ્વરૂપે શિવને પામવા માટે પાર્વતીએ આ વ્રત કર્યું હતું. એવું કહેવાય છે કે, જે યુવતીઓ આ વ્રત કરે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે. જયા-પાર્વતી વ્રતમાં કુંવારી દિકરીઓ મોળાકત ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે. કન્યાઓ સવારે વહેલા ઉઠી નહાઈ-ધોઈ મંદિરે જઈ મહાદેવ અને પાર્વતીને અબીલ-ગુલાલ, કુંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફૂલ, પળ, સોપારી, ધીપ-દીપ વડે પૂજન કરે છે.

jaya parvati vrat

મીઠાનો ત્યાગ

આ પાંચ દિવસ દરમિયાન કુંવારી છોકરીઓ ભોજનમાં મીઠાનો ત્યાગ કરે છે. જયા પાર્વતીની કથા સાંભળી ભોજનમાં દૂઘ, દૂધની બનાવટો, મીઠાઈઓ, ફળો અને ઘંઉના લોટની બનેલી વસ્તુઓનો એકટાણામાં ઉપયોગ કરે છે. પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કરી અંતિમ દિવસે કુમારિકાઓને ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.

રાત્રિ જાગરણ

પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઈ શિવ-પાર્વતીની આરાધના કર્યા બાદ પાંચમા દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે છે. જેમાં કુમારિકાઓ ઘરની બહાર નીકળી અનેક પરકારની રમતો રમી રાત્રી પસાર કરે છે. દોડપક્કડ, લંગડી, આંધળી ખીસકોલી, દોરડા વગેરે જેવી રમતો ટોળામાં રમાય છે.

દાનનું મહત્વ

વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવામાં આવે છે અને આ રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. સૌભાગ્ય અખંડિતા માટે કંકુ, કાજળ, શ્રૃંગારનો અન્ય સામાન પણ દાનમાં આપવામાં આવે છે.

English summary
Read about the importance of gouri and jaya parvati vrat in gujarati.
Please Wait while comments are loading...