Guru Budh Yuti 2023 : બુધ ગુરુની યુતિથી ખુલશે આ પાંચ રાશિની કિસ્મત
Budh Guru Yuti 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને ગુરુની યુતિ મીન રાશિમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે.
Guru Budh Yuti 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે. 16 માર્ચની સવારે 10 કલાક અને 33 મીનિટે બુધ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. ઉલ્લેખનીય છે કે, મીન રાશિમાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ ગ્રહ બિરાજમાન છે. આવામાં ગ્રહોના રાજકુમાર અને દેવ ગુરુ બૃહસ્પતિની યુતિ થઇ રહી છે.

બંને ગ્રહોની યુતિ ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ સુખ, કીર્તિ, ધન, દાંપત્ય જીવન, સંતાન અને લગ્નનો કારક માનવામાં આવે છે. બીજી તરફ બુધ ગ્રહનેબુદ્ધિ, એકાગ્રતા, વાણી, ત્વચા, સૌંદર્ય વગેરેનો કારક માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં આ બંને ગ્રહોની યુતિ ઘણી રાશિઓ માટે શુભસાબિત થશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઈ રાશિ માટે મીન રાશિમાં બુધ અને ગુરુ યુતિ ફાયદાકારક છે.

વૃષભ રાશિ પર બુધ ગુરુ યુતિની અસર
બુધ વૃષભ રાશિમાં દસમા ભાવમાં બુધનું ગોચર થઈ રહ્યું છે. આ સાથે ગુરુ અગિયારમા ભાવમાં બેઠો છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિનાલોકોને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારમાં પણ વધુ ફાયદો થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈશકે છે. જેના કારણે તમને પ્રમોશન પણ મળી શકે છે.

મિથુન રાશિ પર બુધ ગુરુ યુતિની અસર
મિથુન રાશિ માટે પણ ગુરુ અને બુધનો સંયોગ ફાયદાકારક સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામ પણ શરૂ થશે. શારીરિક, માનસિકઅને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સફળતા મળશે.

કન્યા રાશિ પર બુધ ગુરુ યુતિની અસર
ગુરુ અને બુધનો સંયોગ પણ કન્યા રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવે છે. કન્યા રાશિના લોકોને તેમના કરિયરમાં અપાર સફળતામળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. આ સમય રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થશે.

ધન રાશિ પર બુધ ગુરુ યુતિની અસર
ધન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવશે.પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં રોકાણ ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિ પર બુધ ગુરુ યુતિની અસર
મીન રાશિમાં બુધ અને ગુરુનો સંયોગ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકોને ધન, ઐશ્વર્ય અને આકર્ષણ પ્રાપ્ત થશે. પરિવારસાથે સારો સમય પસાર થશે. ઘણી નવી જવાબદારીઓ તમારા ખભા પર આવી શકે છે, જેને તમે સારી રીતે નિભાવશો.












Click it and Unblock the Notifications
