For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Guru Purnima 2021: જાણો વ્યાસ પૂર્ણિમાનું મહાત્મય

ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વખતે પૂનમની તિથિ વિશેના થોડી અસમંજસ છે. પંચાંગ અનુસાર પૂનમ તારીખ 23 જુલાઈના રોજ સવારે 10.45 કલાકેથી શરૂ થશે અને 24 જુલાઇએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી - ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વખતે પૂનમની તિથિ વિશેના થોડી અસમંજસ છે. પંચાંગ અનુસાર પૂનમ તારીખ 23 જુલાઈના રોજ સવારે 10.45 કલાકેથી શરૂ થશે અને 24 જુલાઇએ સવારે 8.08 સુધી રહેશે. 24 જુલાઈમાં પૂનમના ત્રણ ચોઘડિયાથી પણ ઓછો સમય હશે, જે કારણે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા 23 જુલાઇના રોજ ઉજવવામાં આવશે. પોતાના ગુરુની ઉપાસના કરવા માટે 23 જુલાઇની સવારે 10.45 કલાક બાદનો મુહૂર્ત છે. જે સમય દરમિયાન ગુરુની પૂજા કરવી જોઈએ. વ્યાસ પૂર્ણિમાના દિવસથી સૌભાગ્યવતિ મહિલાઓ એક મહિના સુધી કોકિલાવ્રતની શરૂઆત કરે છે.

guru Purnima 2021

મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ

પૌરાણિક કાળમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં શિક્ષણ લેવા માટે જતા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ પોતાના ગુરુની પૂજા કરીને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપતા અને ગુરુને પ્રસન્ન કરતા હતા. આ દિવસે પૂજાપાઠ કર્યા બાદ પોતાના ગુરુને કપડાં, ફળ, ફુલહા અર્પણ કરવા જોઇએ અને ગુરુની પૂજા કરીને ગુરુના આશીર્વાદ મેળવવા જોઈએ. આ દિવસ મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

શા માટે ગુરુ બનાવવા જરૂરી

ગુરુ શબ્દ ગુધ અને રુધ એમ બે શબ્દોથી બનેલો છે. ગુધનો અર્થ અંધકાર અને રુધનો અર્થ પ્રકાશ છે. જે આપણને અંધકારથી પ્રકાશ તરફ, મૂર્ખતાથી બુદ્ધિ તરફ, જડતાથી ચેતના તરફ, અસત્યથી સત્ય તરફ દોરી જાય છે, તે ગુરુ છે. ગુરુનો મતલબ કોઈ હાડ-માંસનું શરીર નથી. ગુરુ એક જીવંત પ્રકાશ છે, પછી ભલે તે મનુષ્ય હોય કે પ્રકૃતિ. ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમાં 24 ગુરુ બનાવ્યા હતા, જેમાં તેઓ પૃથ્વી, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ અને છોડને ગુરુ માનતા હતા. મોટાભાગના લોકોના મનમાં એક સવાલ હંમેશા થાય છે કે, કોઈને ગુરુ કેમ બનાવવો જોઈએ?

ગુરુ વિશે બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ મહારાજ શું કહે છે?

આ વાતનો બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ મહારાજ એક સરળ જવાબ આપે છે કે, જ્યાં સુધી તમને જરૂર ન હોય ત્યાં સુધી ગુરુ બનાવવાની જરૂર નથી. જ્યારે અંદરથી અવાજ આવે હવે જીવનમાં ગુરુ હોવો જોઈએ, તો જ ગુરુ બનાવો. કેટલાક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે સાધકને મંત્ર સિદ્ધિ કે અન્ય સાધના કરવાની ઇચ્છા હોય છે, તેમને ગુરુ દીક્ષા લેવી જ જોઇએ. ગુરુ દીક્ષા વગર આધ્યાત્મિક અભ્યાસમાં કોઈ સફળતા મળતી નથી.

English summary
Guru Purnima is celebrated on the day of Poonam in the month of Ashadh. It is also called Vyas Purnima. This time there is a bit of confusion about Poonam's date. According to the calendar, Poonam will start at 10.45 am on July 23 and will last till 8.08 am on July 24. There will be less than three quarters of Poonam on 24th July, due to which Guru Purnima or Vyas Purnima will be celebrated on 23rd July. There is a muhurat after 10.45 am on July 23 to worship one's Guru. During which time Guru should be worshiped. From the day of Vyas Purnima, fortunate women start Kokilavrat for a month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X