For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Guru Pushya yoga: પિતૃપક્ષમાં 30 સપ્ટેમ્બર-1 ઓક્ટોબરે બન્યો ગુરુ-શુક્ર સંયોગ, જાણો તેનુ મહત્વ

આસો મહિનાના કૃષ્ણ પક્ષની નવમી-દશમી તિથિ 30 સપ્ટેમ્બર-1 ઓક્ટોબર, 2021ના રોજ ગુરુવાર અને શુક્રવારના દિવસે પુષ્ય નક્ષત્રનો યોગ બન્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસો મહિનાના કૃષ્ણ પક્ષની નવમી-દશમી તિથિ 30 સપ્ટેમ્બર-1 ઓક્ટોબર, 2021ના રોજ ગુરુવાર અને શુક્રવારના દિવસે પુષ્ય નક્ષત્રનો યોગ બન્યો છે. પુષ્ય નક્ષત્ર 30 સપ્ટેમ્બરની રાતે 1.33 વાગ્યાથી પ્રારંભ થઈને આગલા દિવસે 1 ઓક્ટોબરની રાતે 2.58 વાગ્યા સુધી રહેશે. આ નક્ષત્ર 25 કલાક 25 મિનિટ રહેશે. આ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવાનુ કાર્ય કરવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં પિતૃઓનુ તર્પણ, શ્રાદ્ધ, દાન કરવાનુ વિશેષ મહત્વ છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સાથે જ ખરીદી માટે પણ આ શુભ સમય હોય છે.

pitru paksh

શું કામ કરશો

  • ખરીદી કરવા માટે પુષ્ય નક્ષત્ર સર્વશ્રેષ્ઠ હોય છે. આમાં કરવામાં આવેલી ખરીદી સ્થાયી હોય છે. વિશેષ ભૂમિ, ભવન, આભૂષણ વગેરે ખરીદવાનુ સૌથી શુભ માનવામાં આવે છે. ગુરુ અને શુક્રવારના બંને દિવસે પુષ્ય નક્ષત્ર મળવાથી ખરીદી માટે પૂરતો સમય મળશે.
  • શુક્રવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર મળશે. શુક્રવારે મા લક્ષ્મીના વ્રતનો દિવસ હોય છે માટે આ દિવસે પણ લક્ષ્મી માતાની પૂજા કરો. કમલની માળાથી શ્રી મંત્રની 21 માળાનુ જાપ કરવુ. ધન લક્ષ્મીની પ્રાપ્તિ થશે.
  • પુષ્ય નક્ષત્રમાં પિતૃઓના નિમિત્તે દાન-પુષ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે.
  • આસો મહિનામાં આવેલા આ પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં ગુરુવારે રાતે 10.09 વાગ્યા બાદ પીપળાના વૃક્ષ નીચે સાત દીવા પ્રગટાવવા. ત્યાં જ બેસીને વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા અને ચૂપચાપ પોતાના ઘરે આવી જવુ. આનાથી આર્થિક સમસ્યાઔઓનુ નિદાન થશે.
  • શુક્ર-પુષ્યમાં સાત કન્યાઓને ભોજન કરાવી તેમનુ ચરણ પૂજન કરવુ. યોગ્ય દાન-દક્ષિણા ભેટ આપવી. પૈસા સાથે જોડાયેલા સંકટો દૂર થશે.

English summary
Guru-Venus pushya yoga 2021 coming on 30th september-1 october, read some important facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X