Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
Hanuman Jayanti 2024: સમગ્ર દેશમાં દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. હનુમાનજીની જયંતિ સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.
આ પાવન અવસર પર ભગવાન હનુમાનજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૂજા અર્ચના કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે, અને સાધકની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ આહેવાલમાં આપણે જાણીશું કે, હનુમાન જયંતીના શુભ મુહૂર્ત અને પૂજા કરવાની વિધિ વિશે.

હનુમાન જયંતિ 2024 શુભ મુહૂર્ત - હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03:25 વાગ્યે શરૂ થશે અને આ તારીખ 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05:18 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે તમે સવારે 03:25 થી 05:18 સુધી ભગવાન હનુમાનની પૂજા કરી શકો છો.
હનુમાન જયંતિ પૂજાવિધિ
- આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો.
- મંદિરની સફાઈ કરી બંજરગબલીની મૂર્તિ સ્થાપિત કરો.
- હવે તેમને ફૂલ, લાલ વસ્ત્ર, લાલ સિંદૂર અને અગરબત્તી વગેરે અર્પણ કરો.
- દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન હનુમાનની આરતી કરો.
- આ પછી સાચા મનથી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.
- પૂજા દરમિયાન ભગવાન હનુમાનના મંત્રોનો જાપ પણ ફળદાયી છે.
- ભગવાન હનુમાનને લાડુ, જલેબી, ફળ અને મીઠાઈ સહિતની વસ્તુઓ અર્પણ કરો.
- છેલ્લે પ્રસાદને લોકોમાં વહેંચો અને જાતે પણ ગ્રહણ કરો.
હનુમાન મંત્ર
1. ઓમ નમો હનુમતે રુદ્રવતારાય, સર્વ શત્રુસંહારણાય, સર્વરોગ હરાય સર્વવશીકરણાય, રામદૂતાય સ્વાહા!
2. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વિશ્વરૂપાય અમિતવિક્રમાય
પ્રગટ-પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિસમપ્રભાય રામદૂતયા સ્વાહા ।
3. મનોજવં મરુતુલ્યવેગમ, જિતેન્દ્રીયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ
વાતાત્મજં વાનરાયુતામુખ્યમ્, શ્રીરામદૂતમ શરણમ્ પ્રપદ્યે.
4. મંત્રહીનમ્ ક્રિયાહીનં ભક્તિહીનં કપીશ્વર.
યત્પુજિતં માયા દેવ! પરિપૂર્ણ તદસ્તુ મે ||
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
