Happy Birthday: રવિવારે જન્મેલા લોકો હોય છે આવા!
જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. આ અંગે વધુ વાંચો અહીં.
જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવીશું કે, તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું રવિવારે જન્મેલા જાતકો વિશે.

રવિવાર
મોટેભાગે રવિવારને લઈ લોકોના મનમાં અનેક શંકાઓ હોય છે. રવિવારે જન્મેલા લોકો સ્વભાવે અત્યંત ગુસ્સાવાળા હોય છે. જેથી લોકો આ વિશે અનેકવાર વિચાર કરે છે. જો કે જે બાળકો રવિવારે જન્મ્યા છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેમના પર સૂર્યદેવની સદૈવ કૃપા રહે છે. આગળ વિસ્તારથી જાણો તેમનામાં કયા કયા ગુણો હોય છે.

સકારાત્મક વિચારસરણી
- રવિવારે જન્મેલા લોકો સકારાત્મક વિચારશરણી ધરાવે છે અને તેમના પર વિશ્વાસ કરી શકાય છે.
- તેઓ સ્વભાવે અંતરમુખી હોય છે, પરિણામે તેમના મિત્રો ઘણા ઓછા હોય છે.
- તેઓ સંવેદનશીલ હોય છે, પરિણામે કોઈની પણ વાત તેમને ઝડપથી અસર કરી જાય છે.
- રવિવારે જન્મેલા લોકો સારા થિંકર હોય છે, પરિણામે આ દિવસે જન્મેલા મોટાભાગના લોકો લેખન કે વકિલાત ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવું પસંદ કરે છે.
- આમ તો તેઓ બીજાની મદદ કરવામાં પાછા પડતા નથી પણ તેઓ શોર્ટ ટેંપર હોય છે, તેમને જલ્દી જ ગુસ્સો આવી જાય છે, જેને કારણે તેઓ જલ્દી લોકોને નારાજ કરી દે છે.
- તેઓ પૈસાવાળા હોય છે અને પોતાના દમે તેઓ પૈસા કમાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
- તેમને કોઈ મુદ્દે સમાધાન કરવું પસંદ નથી.
- તેમને સુંદરતા ગમે છે, પરિણામે રવિવારે જન્મેલા જાતકો પ્રેમ લગ્ન કરવું વધારે પસંદ કરે છે.
- દેખાવે તેઓ સુંદર અને આકર્ષક હોય છે.
- તેઓ સંબંધોની ખૂબ જ કદર કરે છે. જેથી પોતાનો ગુસ્સાવાળો સ્વભાવ રહેવા છતાં તેમને સંબંધોને ગુમાવવા કે કોઈને છોડવા પસંદ નથી.

લેખન કે વકિલ

દેખાવે સુંદર
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
