
તમાર જૂતાના નંબર પરથી જાણો તમારી પર્સનાલિટી
તમારા પગની આંગળઈના આધારે પણ તમારા જીવન અંગે ભવિષ્યવાણી કરી શકાય છે. કેટલાક મનોવૈગ્યાનિક પરીક્ષણો કોઈ વ્યક્તિની પર્સનાલિટી અંગે ખુલાસા કરી શકે. આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવીશું કે કેવી રીતે કોઈ વ્યક્તિના પગનો આકાર જોઈને તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય.
મનોવૈગ્યાનિક ટેસ્ટ અનુસાર આપણી પર્સનાલિટી દ્વારા આપણી શારીરિક સંરચના દ્વારા જાણઈ શકાય છે. જૂતાની સાઈઝ દ્વારા પણ કોઈ વ્યક્તિના વ્યવહાર વિશે જાણી શકાય છે. આ ભવિષ્યવાણી યુએસ શૂ સાઈઝ પર આધારિત છે.

5 નંબર કે ઓછી સાઈઝ
જો તમારા જૂતાની સાઈઝ 5 કે તેનાથી ઓછી છે, તો તમે વિશાળ હ્રદયના છો. તમે દરેકને પ્રેમ કરો છો, અને આસપાસના લોકોને ખુશ રાખો છો. તમે દેખાડો કરવા કરતા સારો સમય પસાર કરવામાં વિશ્વાસ રાખો છો.

6 નંબર
આ નંબર વાળા લોકોનો વ્યવહાર મિત્રતાભર્યો હોય છે. અને બીજાને ખુશ રાખે છે. તેઓ જ્યાં પણ જાય છે મિત્રો બનાવે છે. તેઓ દરેકના દિલમાં સ્થાન બનાવી લે છે. તેમનો દયાળુ અને પ્રેમ કરવાનો સ્વભાવ જ તેમને લોકપ્રિય બનાવે છે. બીજી તરફ તે બહુ અનુકૂળ, દયાળુ અને ઉદાર હોય છે.

7 નંબર
7 નંબરવાળા લોકો દરેક કામ કરવા માટે ઉત્સુક રહેતા હોય છે. તેઓ ખૂબ જ ગ્યાની હોય છે અને પોતાના મૂલ્યોને જાણે છે. જે કામમાં તેમને રસ ન હોય તેની ના પાડતા અચકાતા નથી.

8 નંબર
આ નંબર વાળા લોકો બીજાને ખૂબ ખુશ રાખે છે. તેમને પોતાના જીવનમાં પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવામાં ડર નથી લાગતો. આ ઉપરાંત તે મુશ્કેલીઓને પડકાર તરીકે લે છે. વગર પડકારે તેમની જિંદગી બોરિંગ થઈ જાય છે.

9 નંબર
જેમના જૂતાની સાઈઝ 9 નંબર છે, તેમનામાં ખૂબ આત્મવિશ્વાસ હોય છે. તેમને ખબર હોય છે કે તેમને જિંદગીમાં શું જોઈએ છીએ. આવા લોકોને ટીકાથી કોઈ ફરક નથી પડતો. આ ઉપરાંત તેઓ પોતાના કામથી કામ રાખે છે, અને બીજાના કામમાં દખલ નથી કરતા

10 નંબર
આ લોકોને બીજાના કંટ્રોલમાં રહેવું બિલકુલ પસંદ નથી. તેમને કોઈ ક્યારે શું કરવું તેની સૂચના આપે તે પસંદ નથી. તેઓ આત્મનિર્ભર રહેવું પસંદ કરે છે. બીજી તરફ તેમને લોકોની સલાહ લેવી ગમે છે. જો કે તે પોતાના દિલની જ વાત સાંભળે છે.

11 નંબર
આ નંબર વાળઆ લોકો પડકારોનો સામનો કરવામાં વિશ્વાસ રાખે છે. તેઓ દરેક કામ મહેનતથી કરે છે. પાર્ટી, રાત્રે મોડે સુધી ફરવું અને જિંદગીને પોતાની શરતો પર જીવવી, પશ્ચાતાપ ન કરવો તેમનો સ્વભાવ છે.

12 નંબર
આ નંબરના લોકો પડકારોનો સામનો કરવામાં વિશ્વાસ રાખે છે. અસહજ પરિસ્થતિથી બચે છે. તેઓ નવા મિત્રો નથી બનાવતા. પરંતુ જ્યારે મિત્રો બનાવે છે તો લાઈફટાઈમ મિત્રતા નિભાવે છે. તેમને કુદરત ખૂબ જ પ્રિય છે. તેઓ દરેક સ્થિતિમાં કુદરતને નજીકથી જાણવાના પ્રયત્ન કરે છે.

13 નંબર અને તેનાથી વધુ
આ નંબરવાળા લોકો ક્લાસી અને શાલીન હોય છે. તેમને દરેક ચીજ વ્યવસ્થિત જોઈએ છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેમને સલાહની જરૂર હોય તેવા વ્યક્તિઓ આમની પાસે આવે છે. આ વ્યક્તિઓ ઈમાનદાર હોય છે અને તેમની સલાહ દરેક સ્થિતિમાં સ્થિર રહેવાની હોય છે.