For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hindu Calendar 2021: જાન્યુઆરી 2021ના વ્રત- તહેવાર, યાદી જુઓ

Hindu Calendar 2021: જાન્યુઆરી 2021ના વ્રત- તહેવાર, યાદી જુઓ

|
Google Oneindia Gujarati News

Hindu Calendra 2021: નવા વર્ષની ખુશખબરી સાથે જાન્યુઆરીનો મહીનો ઘણા બધા તહેવાર પણ લઈને આવે છે. જાન્યુઆરી મહિનાથી આખા વર્ષનું પ્લાનિંગ થાય છે કે આગામી 12 મહિનામાં આપણે શું શું કરી શકીએ છીએ. હિંદુ ધર્મ પંચાંગ મુજબ જાન્યુઆરીમાં આ વખતે કેટલાય તહેવાર પડશે માટે અમે તમારા માટે જાન્યુઆરીના તહેવારની આખી યાદી લઈને આવ્યા છીએ જેથી તમે આખા મહિનાનું પ્લાનિંગ બનાવી શકો.

calendar 2021
  • 2 જાન્યુઆરીઃ સંકટ ચતુર્થી
  • 9 જાન્યુઆરીઃ સફળતા એકાદશી
  • 10 જાન્યુઆરીઃ પ્રદોષ વ્રત
  • 11 જાન્યુઆરી માસિક શિવરાત્રિ
  • 13 જાન્યુઆરીઃ લોહરી
  • 14 જાન્યુઆરીઃ મકર સંક્રાંતિ, પોંગલ
  • 15 જાન્યુઆરીઃ માઘ બિહુ
  • 16 જાન્યુઆરીઃ વિનાયક ચતુર્થી
  • 20 જાન્યુઆરીઃ ગુરુ ગોવિંદ સિંહ જયંતી
  • 24 જાન્યુઆરીઃ પૌષ પુત્રદા એકાદશી
  • 26 જાન્યુઆરીઃ ભૌમ પ્રદોષ વ્રત (ગણતંત્ર દિવસ)
  • 28 જાન્યુઆરીઃ પૌષ પૂર્ણિમા
  • 31 જાન્યુઆરીઃ સંકષ્ટી ચતુર્થી

Vehicle Buying Muhurat in 2021: આવતા વર્ષે કયા મુહૂર્તમાં વાહન ખરીદવાં, જાણોVehicle Buying Muhurat in 2021: આવતા વર્ષે કયા મુહૂર્તમાં વાહન ખરીદવાં, જાણો

જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના પર્વથી બધા શુભ કામ શરૂ થઈ જાય છે, જણાવી દઈએ કે સૂર્યના દક્ષિણાયનથી ઉત્તરાયણ થવા અને મલમાસ સમાપ્ત થવાનો દિવસ હોય છે મકર સંક્રાંતિ. આ દિવસથી દેવતાઓનો છ મહિનાનો દિવસ પ્રારંભ થાય છે. માટે આ દિવસ હિંદુ ધર્માવલંબિઓ માટે બહુ મહત્વપૂર્ણ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્ના, દાન- પૂણ્યનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસેથી ગંગાસાગર યાત્રા પણ શરૂ થાય છે. શાસ્ત્રીય માન્યતા છે કે મકર સંક્રાંતિથી દિવસની અવધિ તલ બરાબર વધી જાય છે. તલ દિર્ઘાયુ અને આરોગ્યનો પ્રતિક હોય છે માટે મકર સંક્રાંતિ પર તલનો પ્રયોગ છ પ્રકારે કરાય છે. આ દિવસે તલ મિશ્રીત પાણીમાં સ્નાન કરવામાં આવે છે. તલનો હવન કરાય છે. તલ ખવાય છે. તલ મિશ્રીત જળનું સેવન કરાય છે અને તલનું દાન કરાય છે. જેથી આખું વર્ષ આરોગ્યતા બની રહે છે.

English summary
Hindu Calendar 2021: January 2021 fasting festival, see list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X