For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ જ્યોતિષમાં કેવી રીતે થાય છે ઉંમરનું કેલક્યુલેશન

|
Google Oneindia Gujarati News

[જ્યોતિષશાસ્ત્ર] આ સંસારનું સાર્વભૌમિક સત્ય એ છે કે જેનો જન્મ થયો છે, તેનું મૃત્યું નિશ્ચિત છે. આ સિવાય બધું જ અસત્ય છે. મનુષ્ય દિવસ-રાત મહેનત કરીને ધન કમાવવામાં લાગ્યો રહે છે. પરંતુ લગભગ તેને એ વાતનો ખ્યાલ નથી રહેતો કે કફનમાં ખીસ્સુ નથી હોતું. જોકે મોત અંગે જાણવું જરૂરી છે પરંતુ જ્યોતિશ વિજ્ઞાનની સૈદ્ધાંતિક પદ્ધતિથી જો જાતકની કુંડળી સાચી બની છે તો તેના આયુષ્યનું સાચુ અનુમાન કરી શકાય છે.

આયુષ્યની સીમા નિર્ધારણમાં મારક ગ્રહનું પણ એક નિર્ણાયક સ્થાન રહેલું હોય છે. મારક ગ્રહોના નિર્ણય ઉપરાંત તેમાં બળનું નિર્ધારણ કરવામાં આવે છે. અને બલી માકેશની દશા-અંતર્દશા અને યોગાયુ અથવા મધ્ય-દીર્ઘાયુના વર્ષોનું જ્યાં સુધી સમન્વય થાય છે ત્યાં સુધી વાસ્તવમાં ઉંમર માનવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ એવું કહે કે તેનું મૃત્યું સમય પહેલા નહીં થાય તો તે ધારણા નિતાન્ત અતર્ક સંતગ છે.

ઉદેશ્ય એ છે કે સમગ્ર આયુર્દાય વિચાર સામાન્ય પરિસ્થિતઓમાં જ લાગુ થાય છે. આ પ્રસંગ એક વાત અને દ્રષ્ટાંત છે કે અસાધારણ પરિસ્થિતિઓ તથા યુદ્ધ, રમખાણ, આતંકવાદ, ભૂકંપ, પૂર, મોટી દૂર્ઘટના અને મહામારી વગેરેમાં જ્યારે એક સાથે ઘણા બધા વ્યક્તિઓનું મૃત્યું થઇ જાય છે, ત્યારે લોકો પ્રશ્ન કરે છે કે શું તેમનો મારકેશ એકસાથે આવ્યો હશે?

શું સૌની ઉંમર આટલી સૂક્ષ્મ રીતે એક સાથે થઇ? આ વિષયમાં મારો વિચાર છે કે જ્યારે એક સમયમાં આખી દુનિયામાં હજારો લોકોનો જન્મ થઇ શકે છે તો એક સાથ હજારો લોકોના મોત પણ સંભવ છે.

આયુર્દાય જેનાથી જાતકની આયુષ્યનું જ્ઞાન કરવામાં આવે છે.

આયુર્દાય બે પ્રકારનું હોય છે-

1. યોગજ
2. ગણિતાગત

ગણિત દ્વારા આયુનિર્ણય
તેમાં પણ પાંચ પ્રકાર છે-
- અંશાયુ-સત્યાચાર્યના મતથી
- પિંડાયુ-મયાદિના મતે
- નૈસર્ગિંક આયુ-પરાશરી મતથી
- જીવાયુ-જીવશર્માના મતથી
-મિશ્રાયુ-ઉપરોક્ત ચારેય પ્રકારોના મિશ્રણ અને અષ્ટમવર્ગ દ્વારા આયુષ્યનું જ્ઞાનમ મેળવવામાં આવે છે.

આગળની માહિતી મેળવો નીચેની સ્લાઇડમાં...

ગણિતાગત

ગણિતાગત

ગણિતીય વિધિયો દ્વારા આયુષ્યનું કરવામાં આવેલું જ્ઞાન સટીક સાબિત થાય છે.

યોગજ

યોગજ

એટલે કે યોગ દ્વારા આયુનિર્ણયગ્રહોની વિશેષ પરિસ્થિતિયો એટલે જન્મ કુંડળીમાં સ્થિત ભાવમાં ગ્રહો અને રાશિયોની સ્થિતિથી જે અનેકાનેક યોગોનું સર્જન થાય છે તેનાથી યોગજ આયુર્દાયની પુષ્ટિ થાય છે.

યોગો દ્વારા આયુનિર્ણય

યોગો દ્વારા આયુનિર્ણય

યોગજ આયુ ચાર પ્રકારની હોય છે-
1. અરિષ્ટ આયુ- અરિષ્ટ અલ્યાયુ સૂચવે છે.
2. પરમ આયુ- ગ્રહોના યોગથી દીર્ઘાયુ સૂચવે છે.
3. નિયત આયુ- કંઇક વિશેષ યોગ જેનાથી નિયત આયુનુ જ્ઞાન થાય છે.
4. અમિત આયુ- ગ્રહોની સ્થિતિયોના કારણે અપરિમિત તેના ઉદાહરણ અઘાલિખિત છે-
'ये पाप लुब्धाश्च चैराश्च देव ब्राम्हण न्दिकाः । सर्वा शिनश्च ये तेषाम् काल मरणं ध्रुवम्।।'

વૈદ્યનાથ

વૈદ્યનાથ

અર્થાત જે લોકો પાપી, લોભી, ચોર અને દેવ બ્રાહ્મણના નિન્દક હોય, બધુ જ ખાતા હોય તો તેમનું અકાળ મૃત્યું થઇ જ જાય છે.

અલ્પાયુ યોગ

અલ્પાયુ યોગ

બહુમતીના આધારે 32 વર્ષની આયુ સુધી અલ્પાયુ યોગ હેઠળ આવે છે. વિદ્વાનોનું કથન છે કે આઠ વર્ષ સુધી આયુષ્યનો વિચાર બિનજરૂરી છે. 12 વર્ષના આયુષ્ય પહેલા વિચાર. અલ્પાયું યોગ-
1 વર્ષની આયુ
1. ચંદ્ર લગ્નમાં સ્થિત હોય, પાપ ગ્રહ કેન્દ્રમાં હોય તથા શુભ ગ્રહની સાથે ન હોય તો એક વર્ષની અંદર મૃત્યું થઇ જાય છે.
2. જો લગ્નમાં બલી ચંદ્ર અથવા સૂર્ય હોય તથા કેન્દ્ર ત્રિકોણ અથવા અષ્ઠમમાં પાપ ગ્રહ હોય અને જો સૂર્ય ચંદ્રમા અને શુક્ર કોઇ રાશિમાં એક સાથે હોય તો જાતકની ઉંમર એક વર્ષથી ઓછી હોય છે.

8 વર્ષનું આયુષ્ય

8 વર્ષનું આયુષ્ય

1. જો ચંદ્ર નિર્બળ હોય તો અષ્ટમ સ્થાનમાં પાપ ગ્રહ હોય તો જાતકનું આયુષ્ય 8 વર્ષનું હોય છે.
2. જો પંચમ તથા નવમ ભાવમાં પાપ ગ્રહ સ્થિત હોય તો 6,8માં શુભ ગ્રહ હોય અને પાંચમાં, નવમાં ભાવ પર શુભ ગ્રહ દ્રષ્ટિના જાતકોની મૃત્યું 8માં વર્ષમાં થાય છે.

12 વર્ષમાં મૃષ્યુ

12 વર્ષમાં મૃષ્યુ

1- સપ્તમ સ્થાનમાં રાહુ હોય અને તેની પર શનિ, સૂર્ય વગેરે પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતકની ઉંમ 12 વર્ષની હોય છે.
2- જો ચંદ્ર સિંહ રાશિમાં અને સૂર્ય શનિની સાથે અષ્ટમ સ્થાનમાં હોય અને તેની પર શુક્રની દ્રષ્ટી હોય તો જાતક 12 વર્ષની ઉંમરને પ્રાપ્ત કરે છે.

25 વર્ષની ઉંમર

25 વર્ષની ઉંમર

જો શનિ દ્વિસ્વભાવ રાશિગત થઇને લગ્નમાં હોય અને અષ્ટમેશ અને દ્વાદશેષ નિર્બલ હોય તો જાતકની ઉંમર 25 વર્ષની હોય છે.

મધ્યાયુ યોગ

મધ્યાયુ યોગ

(વિશેષ)
ચાર વર્ષ સુધી અવસ્થામાં બાળકની મૃત્યુ માતાના પાપથી થાય છે. ચારથી આઠ વર્ષ સુધી પોતાના પૂર્વાર્જિત પાપના કારણે બાળકનું મૃત્યું થાય છે.

મધ્યાયુ યોગ
40 વર્ષથી 60 વર્ષ સુધીની ઉંમર મધ્યાયું હોય છે.

40 વર્ષની ઉંમર

40 વર્ષની ઉંમર

1- જો અષ્ઠમેશ સ્થિર રાશિ ગત હોય તથા કેન્દ્રીવર્તી હોય તથા અષ્ઠમ સ્થાન પાપ દષ્ઠ હો.
2- જો અષ્ઠમેશ લગ્નવર્તી હોય અથવા અષ્ઠમ સ્થાનમાં કોઇ ગ્રહ ના હોય.

60 વર્ષની ઉંમર

60 વર્ષની ઉંમર

1- જો તૃતીયેશ બૃહસ્પતિની સાથે લગ્નમાં હોય અને કોઇ એક કેન્દ્રમાં પાપ ગ્રહ કુંભ રાશિગત હોય તો જાતક બ્રહ્મજ્ઞાની અથવા યોગી હોય છે તથા 60 વર્ષ સુધી જીવે છે.

2- જો અષ્ટમ સ્થાનમાં કોઇ પાપ ગ્રહ હોય, અષ્ટમેશ લગ્નમાં હોય તો લગ્નેશ દ્વાદશ ભાવમાં હોય, તો જાતકનું આયુષ્ય 60 વર્ષનું હોય છે.

70 વર્ષનું આયુષ્ય

70 વર્ષનું આયુષ્ય

- જો મંગલ પંચમસ્થ, સૂર્ય સપ્તમસ્થ અને શનિ નીચસ્થ હોય.
- ચંદ્રમાં દ્વાદશ સ્થાનમાં હોય તથા બૃહસ્પતિ નિર્બળ હોય.
- લગ્ન નવમ અથવા કેન્દ્રમાં ગુરૂ અને અષ્ટમ સ્થાન ગ્રહ શૂન્ય હોય એવમ લગ્ન તથા ચંદ્રમાં પાપ ગ્રહથી દ્રષ્ટ હોય તો જાતકનું આયુષ્ય 70 વર્ષનું હોય છે.

પૂર્ણાયુ યોગ

પૂર્ણાયુ યોગ

સૌમ્ય ખેરાન્વિતે કેન્દ્રે સશુભે લગ્નેપે સતિ;
કિંવાજી વેક્ષિતે ત્યારે પૂર્ણાયુ: સ્યાન્નુણા તદા.

અર્થાત ગુરુ, શુક્ર યુક્ત લગ્નેશ કેન્દ્ર ગત હોય કે કેન્દ્ર ગત લગ્નેશ ગુરુ, શુક્રથી દ્રષ્ટ હોય તો જાતક પૂર્ણાયુ હોય છે.

જ્યોતિશમાં કેવી રીતે થાય છે ઉંમરનું કેલક્યુલેશન

જ્યોતિશમાં કેવી રીતે થાય છે ઉંમરનું કેલક્યુલેશન

कर्कोदये शशि गुरू केनद्रगौ बुध भार्गवौ। शेषास्त्रि लाभरिपुगा अमितायुः प्रदा ग्रहाः।।

જ્યોતિષમાં ઉંમરનું કેલક્યુલેશન

જ્યોતિષમાં ઉંમરનું કેલક્યુલેશન

कर्क लग्न में चन्द्र, गुरू हो बुध, शुक्र केन्द्रगत हों शेष ग्रह त्रिषडाय में स्थित हों तो जातक अभितायु होता है।

क्रूरास्तिलाभ रिपुगाः केन्द्र कोण गताः शुभाः। निधने शुभ राशिस्थे दिब्यायुः स्यान्नरस्तदा ।।

અર્થાત પાપ ગ્રહ ત્રિષાડાયમાં અને શુભ ગ્રહ કેન્દ્ર અથવા ત્રિકોણમાં સ્થિત હોય અને અષ્ટમ ભાવ શુભ ગ્રહની રાશિમાં હોય તો જાતક દિવ્ય આયુષ્ય પ્રાપ્ત કરે છે.

English summary
How to calculate age with the help of astrology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X