હાથની આ રેખાઓ કરે છે લવ અફેર તરફ ઈશારો

હાથની કેટલીક રેખાઓ એવી હોય છે જે વ્યક્તિના પ્રેમ સંબંધ વિશે કહી શકે છે. હથેળી પરની રેખાઓની આ સ્થિતિ સમગ્ર જીવનમાં થનારા તમારા પ્રેમ સંબંધ વિશેની માહિતી આપી શકે છે.

હાથની કેટલીક રેખાઓ એવી હોય છે જે વ્યક્તિના પ્રેમ સંબંધ વિશે કહી શકે છે. હથેળી પરની રેખાઓની આ સ્થિતિ સમગ્ર જીવનમાં થનારા તમારા પ્રેમ સંબંધ વિશેની માહિતી આપી શકે છે. લગ્નની રેખા અથવા લવ લાઈનએ સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં આડી (હૉરીજોન્ટલ) રૂપમાં હોય છે અને તેનો નાનો મોટો આકાર તમારા જીવનને ઘણા સ્વરૂપોમાં પ્રભાવિત કરે છે.

આ લેખ દ્વારા તમે વ્યક્તિના પ્રેમ પ્રસંગો વિશે જાણી શકો છો. આ આર્ટિકલ વાંચો અને લવ લાઈન જેને હદય રેખા પણ કહેવામાં આવે છે, તેનાથી જાણો જીવન દરમ્યાન પ્રેમની સ્થિતિ શું રહેશે.

આ પણ વાંચો: સપનામાં જોયા છે બીજા લગ્ન, તો જાણો શું થાય છે તેનો મતલબ?

જો હૃદયની રેખા નાની હોય

જો હૃદયની રેખા નાની હોય

જો હૃદયની રેખા નાની હોય અને તે ફક્ત મધ્ય આંગળી સુધી પહોંચી શકે છે, તો તે તમને જણાવે છે કે તમે આત્મકેન્દ્રી, ક્રૂર અને નાની વિચારશીલતા ધરાવતા વ્યક્તિ છો. તમારું પ્રેમ જીવન સારું રહેશે નહીં અને અંતે તમે એકલા રહી જશો.

જો તમારી લવ લાઈન ખૂબ લાંબી છે

જો તમારી લવ લાઈન ખૂબ લાંબી છે

જો તમારી હૃદય રેખા અથવા લવ લાઈન ખૂબ લાંબી છે અને હથેળીના બંને અંત સુધી પહોંચે છે તો તે જણાવે છે કે તમે સીધા સાદા વ્યક્તિ છો. તમને શોર્ટકટ્સ લેવાનું પસંદ નથી. તમારું નેચર રોમેન્ટિક છે અને પોતાના પાર્ટનર કહ્યા અનુસાર ચાલવામાં તમને કોઈ મુશ્કેલી નથી. તમે તમારી રિલેશનશિપ વિશે વફાદાર છો. અને પ્રેમ તમારી કમજોરી છે આ કારણે તૂટેલી રિલેશનશિપ માંથી બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે.

જો લવ લાઈન ગુરુ પર્વત પર પહોંચી પૂરી થતી હોય

જો લવ લાઈન ગુરુ પર્વત પર પહોંચી પૂરી થતી હોય

જો તમારા હથેળની લવ લાઈન ગુરુ પર્વત પર પહોંચી પૂરી થાય છે તો તે એ સંકેત છે કે તમને ખૂબ જ પ્રેમ મળશે. તમને તમારા લવ અફેરથી ઘણી અપેક્ષાઓ છે.

જો લવ લાઇન ગુરુ પર્વત અને શનિ પર્વતની મધ્યમાં સમાપ્ત થાય છે

જો લવ લાઇન ગુરુ પર્વત અને શનિ પર્વતની મધ્યમાં સમાપ્ત થાય છે

જો તમારી હૃદય રેખા ગુરુ પર્વત અને શનિ પર્વતની નીચે સમાપ્ત થાય છે, તો તે જણાવે છે કે તમારા જીવનમાં સાચા અને ખૂબ જ વધુ પ્રેમની કૃપા છે. તમે તમારા રિલેશનશિપ માટે સમર્પિત છો આ કારણે તમે બીજે ક્યાંય પ્રેમની શોધ નહિ કરો.

જો અંતમાં જઈને લવ લાઈન અલગ થઈ જાય છે

જો અંતમાં જઈને લવ લાઈન અલગ થઈ જાય છે

જો તમારી લવ લાઈન અંતમાં જઈને બે ભાગમાં વિભાજિત થઇ જાય છે અને જો તે સહેજ વળાંક લઇ નીચે તરફ આવે છે, તો તે તમને જણાવે છે કે તમે તમારી રિલેશનશિપ માટે બધું કુરબાન કરવાની તાકાત રાખો છો.

જો લવ લાઈનના અંતમાં ત્રિશૂળની જેમ નીકળતી હોય ત્રણ રેખાઓ

જો લવ લાઈનના અંતમાં ત્રિશૂળની જેમ નીકળતી હોય ત્રણ રેખાઓ

જો તમારી લવ લાઈનના અંતમાં ત્રણ રેખાઓ નીકળતી હોય, તો તે બતાવે છે કે વ્યક્તિ શાંતિ અને સુમેળમાં માને છે. પરંતુ દુર્ભાગ્યે, તમને લવ લાઇફ સામાન્ય હોવાનું મુશ્કેલ લાગશે.

જો તમારી લવ રેખાના અંતમાં ઘણી રેખાઓ હોય

જો તમારી લવ રેખાના અંતમાં ઘણી રેખાઓ હોય

જો રેખાના અંતે ઘણી શાખાઓ નીકળી રહી છે, તો તે કહે છે કે વ્યક્તિ તેના પ્રેમ વિશે સ્થિર છે અને સાથે તેને સાચો પ્રેમ પણ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X