જાણો પંચાગમાં તિથિનો ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે થાય છે?

Posted By:
Subscribe to Oneindia News

પંચાગ ભારતીય જ્યોતિષનું સૌથી મહત્વનું અંગ છે. પંચાગ પાંચ ચીજોના મિશ્રણથી બને છે. દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ અને યોગ. આ પાંચે ચીજોનું પોતાનું અલગ-અલગ મહત્વ છે. પણ સૌથી મહત્વની છે તિથિ. આપણા તમામ તહેવારો તિથિઓ પ્રમાણે ઉજવાય છે. તમે હંમેશા બ્રાહ્મણના મુખેથી સાંભળ્યુ હશે કે, તિથિનો ક્ષય થયો છે અથવા વૃદ્ધિ થઈ છે. આ કારણે ઘણા તહેવારો બે દિવસ ઉજવાય છે.

એક માસ

એક માસ

એક માસમાં બે પક્ષ હોય છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. તેમાં શુક્લ અને કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી ચતુર્દશી સુધી 14-14 તિથિઓ અને પૂનમ-અમાસ સહિત તીસ તિથિઓને મેળવી એક ચંદ્રમાસનું નિર્માણ થાય છે. શુક્લ પક્ષની 15મી તિથિમાં પૂર્ણિમાં અને કૃષ્ણ પક્ષની તિથિમાં અમાસ હોય છે. કોઈ તિથિનો ક્ષય કે વૃદ્ધિ સૂર્યોદય પર આધાર રાખે છે. કોઈ તિથિ સૂર્યોદય પહેલા શરૂ થાય છે અને આગલા સૂર્યોદય બાદ સુધી રહે છે તો તે તિથિની વૃદ્ધિ થઈ જાય છે એટલે કે વૃદ્ધિ તિથિ કહેવાય છે. પણ જો કોઈ તિથિ સૂર્યોદય બાદ શરૂ થાય અને આગલા સૂર્યોદય પહેલા જ ખતમ થઈ જાય તો તે તિથિનો ક્ષય કહેવાય છે. એટલે કે તે તિથિનો ક્ષય કહેવાય છે.

તિથિ કેમ ઘટે અને વધે છે?

તિથિ કેમ ઘટે અને વધે છે?

તિથિઓનું નિર્ધારણ સૂર્ય અને ચંદ્રની પરસ્પર ગતિઓના આધારે થાય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સ્થાને હોય ત્યારે અમાસની તિથિ હોય છે. આ સમય ચંદ્ર અને સૂર્યના નિકટ રહેવા કે અસ્ત હોવાને કારણે દેખાતા નથી તથા સૂર્ય અને ચંદ્રનું અંતર શૂન્ય હોય છે. ચંદ્રની દૈનિક ગતિ સૂર્યની દૈનિક ગતિથી વધારે હોય છે. ચંદ્ર એક રાશિને લગભગ સવા બે દિવસમાં પૂરો કરી લે છે જ્યારે સૂર્ય 30 દિવસમાં એક રાશિનું ભ્રમણ કરે છે. સૂર્ય, ચંદ્રનું અંતર શૂન્યથી વધવા લાગે છે ત્યારે પ્રતિપદા શરૂ થઈ જાય છે અને આ અંતર 12 અંશ હોય છે તો પ્રતિપદા સમાપ્ત થઈ જાય છે અને ચંદ્ર ઉદય થઈ જાય છે. તિથિ વૃદ્ધિ અને તિથિ ક્ષય થવાનું મુખ્ય કારણ એ છે કે, એક તિથિ 12 અંશની હોય છે જેને ચંદ્ર 60 ઘટીમાં પૂર્ણ કરે છે પણ ચંદ્રની આ ગતિ ઘટતી-વધતી રહે છે. ક્યારેય ઝડપથી ચાલતા 12 અંશના અંતરને 60 ઘટીથી ઓછા સમયમાં પાર કરી લે છે. તો ક્યારેક ધીમે ચાલતા 60 ઘટીથી વધારે સમયમાં પૂર્ણ કરે છે. જ્યારે એક તિથિ 12 અંશને પાર કરવામાં 60 ઘટીથી વધારે સમય લાગે છે ત્યારે તિથિ વધી જાય છે અને જ્યારે 60 ઘટીથી ઓછો સમય લાગે છે ત્યારે આ તિથિ ક્ષય થઈ જાય છે. તિથિના ક્ષય અને વૃદ્ધિને નીચે મુજબ આ રીતે સમજી શકાય છે.

કેવી રીતે થાય છે તિથિમાં વૃદ્ધિ

કેવી રીતે થાય છે તિથિમાં વૃદ્ધિ

જ્યારે કોઈ તિથિમાં બે વાર સૂર્યોદય થઈ જાય છે ત્યારે તે તિથિમાં વૃદ્ધિ થાય છે. જેમ કે કોઈ સોમવારે સૂર્યોદય સવારે 5ः48 મિનિટે થયો અને આ દિવસે સપ્તમી તિથિ સૂર્યોદય પહેલા સવારે 5ः32 વાગ્યે શરૂ થાય અને આગલા દિવસે મંગળવારે સૂર્યોદય (સવારે 5ः47 મિનિટ ) બાદ સવારે 7ः08 સુધી રહે તથા ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થઈ ગઈ હોય. આ રીતે સોમવાર અને મંગળવાર બંને દિવસે સૂર્યોદયના સમયે સપ્તમી તિથિ હોવાથી તિથિની વૃદ્ધિ મનાય છે. સપ્તમી તિથિનું કુલ માન 25 કલાક 36 મિનિટ આવે તો સામાન્ય રીતે 60 ઘટી કે 24 કલાકથી વધારે છે. આવી સ્થિતિમાં કોઈ પણ તિથિની વૃદ્ધિ થઈ જાય છે.

કેવી રીતે તિથિનો ક્ષય

કેવી રીતે તિથિનો ક્ષય

જ્યારે કોઈ તિથિમાં એક વાર પણ સૂર્યોદય ન થાય અને તે તિથિનો ક્ષય થઈ જાય છે. જેમ કે બુધવારે સૂર્યોદય સવારે 5ः44 પર થયો અને આ દિવસે દ્વાદશ તિથિ સૂર્યોદય બાદ સવારે 6ः08 વાગ્યે ખતમ થઈ ગઈ અને ત્ર્યોદશી તિથિ શરૂ થઈ ગઈ અને ત્ર્યોદશી તિથિ અડધી રાત પછી 27 વાગ્યાને 52 મિનિટ સુધી રહે તો ચતુર્દશી તિથિ શરૂ થઈ ગઈ છે. ત્ર્યોદશી તિથિમાં એક પણ વાર સૂર્યોદય ન થયો. બુધવારે સૂર્યોદયના સમયે દ્વાદશી અને ગુરુવારે સૂર્યોદય સવારે 5 વાગ્યાને 43 મિનિટે ચુતર્દશી તિથિ રહી, જે કારણે ત્ર્યોદશી તિથિનો ક્ષય થઈ ગયો કહેવાય.

English summary
Panchang are published in India by many learned authors, societies, academies, and universities. Ending Moment (EM) of elongation of the Moon, the lunar day, the angular relationship between Sun and Moon . One Tithi equals 12 degree difference between Moon and Sun.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.