For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીદેવીની કુંડળીમાં હતો આ અશુભ યોગ, જેને કારણે થયું તેમનું મૃત્યુ !

જ્યોતિષમાં કાલપુરુષની કુંડળીમાં ચોથું સ્થાન હદયનું હોય છે અને હદયનો કારક સૂર્ય હોય છે. જો કુંડળીમાં સૂર્ય પિડિત, ચતુર્થ ભાવ પિડિત હોય અથવા ચતુર્થેશ પિડિત હોય તો જાતકને હદય રોગ થઈ શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી હવે નથી રહી, દુબઈની એક હોટલમાં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થયું છે. જો કે ત્યારબાદ આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હોટલના હાથટબમાં ડુબવાથી દુર્ઘટનાવશ તેમનું મૃત્યુ થયું તેવું જાણવા મળ્યુ છે. ઉપરાંત તેમના શરીરમાં આલ્કોહોલના અંશો મળી આવ્યા છે. જો કે કેટલાક નજીકના લોકોનું કહેવું છે કે શ્રીદેવી શરાબનું સેવન કરતી ન્હોતી. આખરે શ્રીદેવીના મૃત્યુનું સાચુ કારણ શું? શું દારૂના નશામાં તેમનું મૃત્યુ થયુ કે પછી કોઈ બીજા કારણે?

હાર્ટ અટેકનો કારક ગ્રહ

હાર્ટ અટેકનો કારક ગ્રહ

જ્યોતિષમાં કાલપુરુષની કુંડળીમાં ચોથું સ્થાન હદયનું હોય છે અને હદયનો કારક સૂર્ય હોય છે. જો કુંડળીમાં સૂર્ય પિડિત, ચતુર્થ ભાવ પિડિત હોય અથવા ચતુર્થેશ પિડિત હોય તો જાતકને હદય રોગ થઈ શકે છે. શાસ્ત્રોનું કહેવું છે -‘‘यत्पिंडे तत्ब्रह्यांडे'' એટલે કે બ્રહ્માંડ અને સંસારની આત્મા સૂર્ય છે. यथा‘‘सूर्य आत्मा जगतस्तथुषश्च'' તે જ રીતે માનવ શરીર રૂપી બ્રહ્માંડની આત્મા હદય છે.

ખગોળીય સ્થિતિ

ખગોળીય સ્થિતિ

ખગોળિય સ્થિતિ જોતા જણાય છે કે બ્રહ્માંડમાં સૂર્યથી સૌથી નજીક બુધ છે અને પછી શુક્ર છે. તેથી હદયની નજીક પણ આ જ બંને ગ્રહો છે જે હદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. બુધ ગ્રહ હદયના ચારો ભાગોની અંતત્વચા હોય છે. શુક્ર ગ્રહ હદયને બહારના ભાગોથી સંપર્ક કરનાવનારો આધિપતિ હોય છે. શનિ ગ્રહનું કાર્ય કાળા રક્ત અને અશુદ્ધ રક્તને ફેફસા સુધી પહોંચાડવાનું તથા ચંદ્ર લોહીને લઈ જવાનું કાર્ય કરે છે. ગુરુ ગ્રહ લોહીની શુદ્ધિ કરી વિકારોથી બચાવે છે.

શ્રી દેવીની જન્મકુંડળી

શ્રી દેવીની જન્મકુંડળી

શ્રી દેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ને સવારે 5ઃ30 મિનિટે મદ્રાસમાં થયો હતો. હાલ તેમની કુંડળીમાં શનિની મહાદશા, શનિનું અંતર અને સૂર્યનું પ્રત્યુન્તર ચાલી રહ્યુ છે. શનિ તમારી કુંડળીમાં સપ્તમેશ અને અષ્ટમેશ છે, સાથે જ વક્રી થઈ પ્રબળ મારકેશ છે. ચોથો ભાવ હદયનો કારક છે, ચોથા ભાવનો સ્વામી શુક્ર અસ્ત થઈ પોતાના શત્રુ સૂર્ય સાથે લગ્નમાં બેઠો છે. આ કુંડળીમાં શનિ વક્રી થઈ મારકેશ છે અને શનિની સપ્તમ દ્રષ્ટિ હોવાથી સૂર્ય પિડિત છે. શનિને અશુદ્ધ રક્ત ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યુ, સૂર્ય હદયનો કારક પિડિત છે, ચોથો ભાવ જે હદયનો છે, તેનો સ્વામી શુક્ર અસ્ત થઈ પોતાના શત્રુ સૂર્ય સાથે બેઠો છે, આ કારણે ચતુર્થેશ શુક્ર પણ પિડિત છે.

મૃત્યુ માટે જવાબદાર ગ્રહદશા

મૃત્યુ માટે જવાબદાર ગ્રહદશા

ચોથા ભાવમાં વક્રી શનિની દશમ દ્રષ્ટિ છે અને રાહુની પંચમ દ્રષ્ટિ પણ છે જેથી હદય ભાવ પણ પિડિત છે. શ્રીદેવીની કુંડળીનું સુક્ષ્મ અધ્યયન કરવાથી જાણી શકાય છે કે આત્માનો સૂર્ય, હદયનો કારક ભાવ ચતુર્થ અને ચતુર્થે શુક્ર આ ત્રણે પિડિત છે. જેથી તમારી કુંડળીમાં હાર્ટ અટેકનો પ્રબળ યોગ બની રહ્યો છે. શનિની મહાદશા, શનિનું અંતર અને સૂર્યનું પર્ત્યુન્તર ચાલી રહ્યુ છે. 23 ફેબ્રુઆરીએ શનિનુ સુક્ષ્મ અંતર પણ શરૂ થઈ ગયુ હતુ. શનિ મારકેશ છે અને સૂર્ય હદયનો સાંકેતિક પિડિત છે. 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું મૃત્યુ થયું આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં બુધની સાથે હતો. ગોચરમાં ચંદ્ર તમારા 12માં ભાવમાં હતો. આ ભાવમાં ચંદ્ર દૂરના હોસ્પિટલમાં દાખલ કરાવે છે. દ્વાદશ ભાવમાં બેસેલા રાહુની પંચમ દ્રષ્ટિ હદયના કારક ભાવ ચતુર્થ પર અને દ્વાદશ ભાવનો રાહુ વ્યકિતને પાડી પણ દે છે. આ તમામ કારણોને આધારે કહી શકાય કે શ્રીદેવીને બાથરૂમમાં છાતીમાં સખત દુઃખાવો થયો, જેને કારણે તેઓ બાથટબમાં પડી ગયા અને તેમનું થઈ ગયુ. ચંદ્ર જળનો કારક છે, જેથી શ્રીદેવીનું મૃત શરીર જળ ભરેલા બાથટબમાં પડેલું મળ્યુ.

English summary
Inauspicious Yoga in Actress Sridevi Kundali said Astrologer. Bollywood icon Sridevis mortal remains brought to Mumbai on Tuesday and the funeral will take place at 3.30 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X