For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jagannath Yatra 2022: રથયાત્રા પહેલા જ પ્રભુ 'જગન્નાથ' કેમ પડે છે 15 દિવસ બિમાર?

શું તમે જાણો છો કે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ બીમાર પડે છે અને એકાંતમાં જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 'જગન્નાથ રથયાત્રા 2022' આ વર્ષે 1 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રામાં દર વર્ષે સેંકડો લોકો ભાગ લે છે. એવી માન્યતા છે કે પુરીની રથયાત્રાનો રથ ખેંચવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નોંધનીય છે કે આ વર્ષે રથયાત્રા 1 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ બીમાર પડે છે અને એકાંતમાં જાય છે.

પ્રભુ જગન્નાથજીના એક પરમ ભક્ત હતા માધવદાસ

પ્રભુ જગન્નાથજીના એક પરમ ભક્ત હતા માધવદાસ

વાસ્તવમાં તેની પાછળ એક ખાસ કારણ છે. એવુ કહેવાય છે કે માધવદાસ પ્રાચીનકાળમાં ભગવાન 'જગન્નાથ'ના પરમ ભક્ત હતા, જેમણે બાળપણથી જ ઘણુ સહન કર્યુ હતુ. તેમના માતા-પિતા બાળપણમાં જ ભગવાનને પ્રિય થઈ ગયા હતા. તેઓ તેમના ભાઈઓ સાથે રહેતા હતા અને ભગવાનની પૂજા કર્યા કરતા હતા. એક દિવસ તેમના ભાઈએ કહ્યુ લગ્ન કરી લે. મોટા ભાઈની વાત માનીને માધવદાસે લગ્ન કર્યા પરંતુ નસીબમાં કંઈક બીજુ હતુ. લગ્નના થોડા દિવસો પછી તેની પત્નીનુ અવસાન થયુ.

માધવદાસની હાલત થઈ ખરાબ

માધવદાસની હાલત થઈ ખરાબ

સમયના આ ક્રૂર પ્રહારને સહન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે એક કુદરતી આફત તેના ભાઈને પણ લઈ ગઈ. જેના પછી માધવદાસ ખૂબ જ દુઃખમાં પુરી આવ્યા અને ભગવાન જગન્નાથની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા.તે આખો દિવસ પુરીના મંદિરમાં કામ કરતા. ભગવાન તેમની નિઃસ્વાર્થ સેવાથી ખૂબ જ પ્રસન્ન હતા પરંતુ નબળુ શરીરે કેટલુ કામ કરે અને તે બીમાર થઈ ગયા. મંદિરમાં ઘણા સેવકો હતા. તેઓએ માધવદાસને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ માધવદાસે ના પાડી અને માંદગીમાં ભગવાનની સેવા કરતા રહ્યા અને એક દિવસ તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ બેહોશ થઈ ગયા.

પ્રભુ જગન્નાથ સેવક રૂપે પ્રગટ થયા

પ્રભુ જગન્નાથ સેવક રૂપે પ્રગટ થયા

પછી ભગવાન જગન્નાથ સેવકના રૂપમાં પ્રગટ થયા અને તેમણે માધવદાસની સેવા કરવાનુ શરૂ કર્યુ. જેના કારણે માધવદાસ થોડા જ દિવસોમાં સાજા થઈ ગયા પરંતુ તેમને સમજાયુ કે તેમનો સેવક બીજો કોઈ નહિ પણ સ્વયં ભગવાન છે. તેમણે તેમના પગે પડીને ભગવાનને પ્રાર્થના કરી, તેમની માફી માંગી. જેના પર ભગવાને કહ્યુ કે અરે તમે બીમાર હતા અને મેં આમાં સેવા કરી છે, તો તમે શા માટે માફી માગો છો? માધવદાસે કહ્યુ કે 'ભક્તો ભગવાનની સેવા કરે છે, ભગવાન ભક્તોની નહિ.' આ સાંભળીને ભગવાન જગન્નાથ માધવદાસને ભેટી પડ્યા.

'દરેક વ્યક્તિએ પોતાના ભાગનુ દુઃખ ભોગવવુ પડે છે'

'દરેક વ્યક્તિએ પોતાના ભાગનુ દુઃખ ભોગવવુ પડે છે'

આ પછી માધવદાસે ભગવાનને પૂછ્યું કે 'હે ભગવાન, તમે સર્વશક્તિમાન છો, જો તમે ઇચ્છતા તો તમે મને એક સેકન્ડમાં ઠીક કરી શક્યા હોત, તો પછી તમે મારી સેવા કેમ કરી?' આના પર ભગવાને કહ્યુ કે 'દરેક મનુષ્યે પોતાના ભાગનુ દુઃખ ભોગવવુ પડે છે, જો તમે દુઃખ નહિ આપો તો આગામી જન્મમાં તમારે આ દુઃખ સહન કરવુ પડશે, તેથી મેં તમારી સેવા કરી છે પરંતુ હવે તમારા 15 દિવસના દુઃખ હું લઈશ.' રથયાત્રા પહેલા 'જગન્નાથ' બીમાર પડે છે અને આ કહેતા ભગવાન 'જગન્નાથ' ગાયબ થઈ ગયા હતા. એવુ માનવામાં આવે છે કે આ વાત અષાઢ મહિનાની છે અને તેથી, રથયાત્રાના બરાબર પહેલા, જગન્નાથ 15 દિવસ સુધી બીમાર પડે છે અને તેમને એકાંતમાં રાખવામાં આવે છે.

English summary
Jagannath Yatra 2022: Why does Lord Jagannath fall ill for 15 days just before the Rath Yatra?, Read details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X