For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Janmashtami 2022: મોરપીંછ અને વાંસળી સાથે જોડાયેલા આ ઉપાય કંગાળમાંથી બનાવી દેશે માલામાલ

અહીં અમે તમને મોરના પીંછા અને વાંસળી સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવીશુ, જેનાથી ભગવાનની કૃપા તમારા પર વરસશે અને તમારુ સૂતેલુ નસીબ ફરી જાગી જશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિરોને ખૂબ શણગારવામાં આવે છે તેમજ ભજન કીર્તનનુ પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણની લીલાઓની કહાનીઓ પણ ઘણી જગ્યાએ બતાવવામાં આવી છે. ભગવાનની અનોખી લીલાઓ જોઈને લોકો ભક્તિમય બની જાય છે. કેટલાક ભક્તો ઘરે જન્માષ્ટમીનો તહેવાર પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવે છે. જો તમે પણ જન્માષ્ટમી પર કાન્હાજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો અહીં અમે તમને મોરના પીંછા અને વાંસળી સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવીશુ, જેનાથી ભગવાનની કૃપા તમારા પર વરસશે અને તમારુ સૂતેલુ નસીબ ફરી જાગી જશે.

શ્રીકૃષ્ણને પ્રિય મોરપીંછ અને વાંસળી

શ્રીકૃષ્ણને પ્રિય મોરપીંછ અને વાંસળી

ભગવાન હંમેશા તેમના મુગટમાં મોરનુ પીંછુ રાખે છે કારણ કે તેમને તે ખૂબ ગમે છે. કહેવાય છે કે મોરના પીંછા વગર કાન્હાજીનો શ્રૃંગાર પણ અધૂરો છે. આ મોર પીંછામાં તમારા જીવનની ઘણી સમસ્યાઓનુ સમાધાન છે. મોર પીંછા ઉપરાંત ભગવાનને વાંસળી પ્રત્યે પણ ખૂબ પ્રેમ છે. એવુ કહેવાય છે કે જ્યારે પણ ભગવાન વાંસળી વગાડતા ત્યારે માત્ર માણસો જ નહિ પરંતુ પ્રાણીઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. બંસીની ધૂન સાંભળીને બધા તેમની તરફ ખેંચતા.

સુખી દામ્પત્ય જીવન માટે કરો આ કામ

સુખી દામ્પત્ય જીવન માટે કરો આ કામ

જો તમારા દાંપત્ય જીવનમાં વધારે તણાવ છે તો તમારે તમારા બેડરૂમમાં મોરપીંછ રાખવુ જોઈએ. તેનાથી તમારી વચ્ચેનો તણાવ ઓછો થશે અને તમારા સંબંધોમાં પણ સુધારો થશે.

બાળકોને ખરાબ નજરથી બચાવો

એવુ કહેવાય છે કે નાના બાળકોને ખરાબ નજર ખૂબ જ ઝડપથી લાગી જાય છે. જો તમારા ઘરમાં નાનુ બાળક છે અને તેને વારંવાર નજર લાગી જાય છે તો ચાંદીના તાવીજમાં મોરનુ પીંછા મૂકીને બાળકને પહેરાવી દો.

ઘરમાં કંકાશ નહિ થાય

જો તમારા ઘરમાં વાંસળી રાખવામાં આવે તો તમારા ઘરનુ વાતાવરણ હંમેશા શાંત રહેશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહે છે.

રોગમુક્ત રહેવા માટે કરો મોરપીંછની પૂજા

રોગમુક્ત રહેવા માટે કરો મોરપીંછની પૂજા

જો તમે અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે દરરોજ મોરના પીંછાની પૂજા કરવી જોઈએ.

મોરના પીંછા તમને રાહુના પ્રકોપથી બચાવશે

રાહુના કારણે જો તમને નોકરી કે ધંધા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે ઘરની પૂર્વ અને ઉત્તર-પશ્ચિમની દીવાલો પર મોરનુ પીંછુ અવશ્ય લગાવવુ જોઈએ. શ્રીકૃષ્ણ સિવાય અન્ય ઘણા દેવતાઓ છે જેઓ દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન કાર્તિકેય વગેરે જેવા મોર પીંછાના ખૂબ શોખીન છે. આવી સ્થિતિમાં મોર પીંછાને ઘરમાં રાખવાથી પણ તેમના આશીર્વાદ મળે છે.

નથી થતી ધનની કમી

ઘરના મંદિરમાં રાખેલી વાંસળીની પૂજા કરવાથી ધન-ધાન્યની ક્યારેય કમી નથી થતી. આ સાથે તમને તમારા પ્રિયજનોનો પ્રેમ અને સમર્થન પણ મળે છે.

English summary
Janmashtami 2022: Peacock Feather and Flute Remedies for Wealth and Prosperity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X