Janmashtami 2023 : જન્માષ્ટમી પર બાલ ગોપાલની કરો પૂજા, જાણો પૂજા વિધિ
Janmashtami 2023 : હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ ઘણુ વધારે છે. શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિએ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો.
આ વર્ષે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર, 2023 બુધવારના દિવસે ઉજવવામાં આવશે. બાલ ગોપાલની પૂજા કેવી રીતે કરવી એ વિશે આ અહેવાલમાં જાણીશું.

કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ - ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ ભગવાન વિષ્ણુના રૂપમાં માતા દેવકીના ગર્ભમાંથી થયો હતો, તેથી જ સમગ્ર ભારતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે મથુરા, વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના મંદિરોમાં હજારો લોકો ઉમટી પડે છે. આ સાથે જ ઘણી જગ્યાએ દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરીને વ્રત રાખવાથી સાધકને સુખ-સમૃદ્ધિ મળે છે.
પૂજામાં કરો આ વસ્તુઓનો સમાવેશ - જન્માષ્ટમીની પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુઓ જેવી કે વાંસળી, મોરપીંછ, માખણ-મિશ્રી અને વૈજયંતી માલા વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આનાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે, અને તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ભગવાન કૃષ્ણની સાથે સાથે આ દિવસે ગાયની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે, કૃષ્ણ પણ ગાયને ખૂબ પ્રેમ કરે છે. આ માટે તમે ભગવાન કૃષ્ણની મૂર્તિ પાસે ગાયની મૂર્તિ રાખી શકો છો.
આ વાતનું ધ્યાન રાખો કે, ભગવાન કૃષ્ણ માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરવો. કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર પર કૃષ્ણને સુંદર વસ્ત્રો, વૈજયંતી માળા, મોરપીંછ મુગટ વગેરે પહેરાવો.
કૃષ્ણ મંદિરોમાં જન્મજયંતિની ઉજવણી થશે - જન્માષ્ટમીના દિવસે માખણ મિશ્રીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ દિવસે ઘણી જગ્યાએ દહીં હાંડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મોટા પાયે દહીં હાંડી તોડવાની સ્પર્ધા ચાલી રહી છે. શ્રી કૃષ્ણ મંદિરોમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
