For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

January 2023 Vrat-Festival: મકર સંક્રાતિ, વસંત પંચમી..., જુઓ જાન્યુઆરી મહિનાના વ્રત-તહેવારોની આખી યાદી

અહીં જાણો જાન્યુઆરી મહિનામાં આવતા વ્રત, તહેવારો અને રજાઓની આખી યાદી.

By Desk
|
Google Oneindia Gujarati News

January 2023 Vrat-Festival: આ વર્ષે જાન્યુઆરી મહિનો ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વનો રહેશે. આ મહિને ઘણા મહત્વના વ્રત અને તહેવાર આવવાના છે. વળી, અમુક ગ્રહ-ગોચર પણ થઈ રહ્યા છે. આખો જાન્યુઆરી મહિનો તહેવારો, પૂજા-પાઠ અને ગ્રહ-નક્ષત્રોના ગોચરથી ભરેલો રહેશે.

festival

જાન્યુઆરી મહિનામાં ખરમાસ પૂરો થતો હોવાથી માંગલિક કાર્યો પણ શરુ થશે. લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે કાર્યો શરુ થઈ શકશે. પોષ પૂનમ, મકર સંક્રાંતિ, પોંગલ ઉપરાંત ગણતંત્ર દિવસ, સ્વામી વિવેકાનંદ જયંતિ, સુભાષ ચંદ્ર બોઝ જયંતિ અને શહીદ દિવસ પણ આવશે. આ મહિને શનિ ગોચર, સૂર્ય ગોચર પણ થવાનુ છે. મંગળની ચાલમાં પણ પરિવર્તન થશે. 6 તારીખે પોષ પૂનમ અને 21 તારીખે શનિશ્વરી અમાસ આવશે. 26 જાન્યુઆરીએ વસંત પંચમી આવશે.

જાન્યુઆરી 2023માં આવતા વ્રત અને તહેવારોની યાદી

2 જાન્યુઆરી, 2023 - પુત્રદા એકાદશી
4 જાન્યુઆરી, 2023 - પ્રદોષ વ્રત(શુક્લ)
6 જાન્યુઆરી, 2023 - પોષ પૂનમ, માઘ સ્નાન પ્રારંભ
10 જાન્યુઆરી, 2023 - અગારકી સંકટ ચોથ
13 જાન્યુઆરી, 2023 - મંગલ માર્ગી, લોહરી
14 જાન્યુઆરી, 2023 - સૂર્ય ગોચર, મકર સંક્રાંતિ
17 જાન્યુઆરી, 2023 - શનિ ગોચર
18 જાન્યુઆરી, 2023 - ષટતિલા એકાદશી વ્રત
19 જાન્યુઆરી, 2023 - પ્રદોષ વ્રત(કૃષ્ણ), તલ બારસ
20 જાન્યુઆરી, 2023 - માસિક શિવરાત્રિ
21 જાન્યુઆરી, 2023 - મૌની અમાસ
22 જાન્યુઆરી, 2023 - ગુપ્ત નવરાત્રિ પ્રારંભ
23 જાન્યુઆરી, 2023 - સુભાષ ચંદ્ર બોઝ જયંતિ
25 જાન્યુઆરી, 2023 - વિનાયક ચોથ
26 જાન્યુઆરી, 2023 - વસંત પંચમી, ગણતંત્ર દિવસ
28 જાન્યુઆરી, 2023 - રથ સાતમ
30 જાન્યુઆરી, 2023 - ગુપ્ત નવરાત્રિ પૂરી, શહીદ દિવસ

English summary
January 2023 holidays, vrat and festival list. Please have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X