For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jupiter: લગ્નમાં અડચણો આવતી હોય તો બૃહસ્પતિના ઉદયકાળમાં કરો આ કામ

જે પણ યુવક-યુવતીના લગ્ન ન થતા હોય તેણે બૃહસ્પતિના ઉદયકાળમાં આ કામ કરવુ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૃહસ્પતિ શુભ કાર્યોનો પ્રતિનિધિ ગ્રહ હોવા સાથે વૈવાહિક, માંગલિક કાર્યોનો દાતા પણ છે. ખાસ કરીને વૈવાહિક સુખ બૃહસ્પતિથી જ મળે છે. જો કોઈ વિવાહ યોગ્ય યુવક-યુવતીના લગ્ન ન થતા હોય, કોઈને કોઈ રીતે અડચણો આવી રહી હોય તો તે દૂર થઈ જાય છે. બૃહસ્પતિ 23 માર્ચ, 2022ના રોજ પ્રાતઃ 6.41 વાગે ઉદય થઈ ગયા છે. આજે ચૈત્ર કૃષ્ણ ષષ્ઠી બુધવાર છે.

marriage

આવો જાણીએ એ પ્રયોગ

પહેલો પ્રયોગઃ જે પણ યુવક-યુવતીના લગ્ન ન થતા હોય તે બૃહસ્પતિના ઉદયકાળમાં આવતા પ્રથમ બૃહસ્પતિવાર(ગુરુવાર)થી લઈને સતત સાત બૃહસ્પતિવાર સુધી આ પ્રયોગ કરે. બૃહસ્પતિ 23 માર્ચે ઉદય થઈ રહ્યા છે અને ત્યારબાદ પ્રથમ બૃહસ્પતિવાર 24 માર્ચે આવી રહ્યો છ. આ દિવસો બુધ પણ બૃહસ્પતિની મીન રાશિમાં આવી રહ્યા છે માટે આ વિશેષ બૃહસ્પતિવાર છે. આ દિવસે પ્રાતઃ 6.41 બાદ લગ્ય યોગ્ય યુવક કે યુવતી સર્વપ્રથમ હળદર મિશ્રિત જળથી સ્નાન કરે. ત્યારબાદ હળદરની પાંચ આખી ગાંઠ લઈને તેને પૂજા સ્થળે એક નાના પીળા કપડામાં રાખો. આના પર પીળા પુષ્પ અર્પણ કરીને બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરીને બૃહસ્પતિના મંત્ર ।। ऊं ह्रीं क्लीं हूं बृहस्पतये नम: ।। ની સાત માળા જપવી. જાપ માટે માળા હળદર કે પીળા હકીકની લેવી. ત્યારબાદ એ પાંચે હળદરની ગાંઠને એ કપજામાં બાંધીને સંભાળીને રાખી લો. આ પ્રયોગ સતત સાત ગુરુવાર કરવો. અંતિમ ગુરુવારનો પ્રયોગ પૂરો કર્યા બાદ આ સાતે પોટલીઓને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. પ્રયોગ પૂરો થતા જ લગ્નનો પ્રસ્તાવ મળશે.

બીજો પ્રયોગઃ બૃહસ્પતિના ઉદયકાળમાં આવતા પ્રથમ બૃહસ્પતિવારના દિવસે કેળાના છોડની જડ કાઢીને લઈ આવો. આને શુદ્ધ જળ, પછી કાચા દૂધ અને ત્યારબાદ ગંગાજળથી સ્વચ્છ કરી લો. હળદરથી આની પૂજા કરો અને બૃહસ્પતિના મંત્ર ।। ऊं ह्रीं क्लीं हूं बृहस्पतये नम: ।। ની સાત માળાનો જાપ કરો. જડને પીળા કપડામાં બાંધીને પોતાના જમણા હાથમાં બાંધી લો. તરત જ લગ્નની વાત બની જશે.

ત્રીજો પ્રયોગઃ માન-સમ્માન, પ્રતિષ્ઠા મેળવવા માટે બૃહસ્પતિના ઉદયકાળમાં નિત્ય પ્રતિદિન 21 દિવસ સુધી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીને વિષ્ણુ ભગવાનને દેસી ગાયના ઘીનુ નૈવેધ લગાવો. આ પ્રયોગ લગ્નની અડચણો દૂર કરવામાં પણ સહાયક છે.

ચોથો પ્રયોગઃ બૃહસ્પતિના ઉદયકાળમાં અમાસ કે પૂનમ પહેલા આવતી ચતુર્દશીના દિવસે પિતૃઓને નિમિત્ત ગોળ અને ઘીનો ધૂપ આપો. પિતૃઓની અપ્રસન્નના કારણે પણ અનેક પ્રકારની અડચણો આવે છે. આ પ્રયોગથી પિતૃઓ પ્રસન્ન થશે અને શુભાશિષ આપશે.

English summary
Jupiter or Guru or Brihaspati rised Today. here is some Astro remedies for marriage Problems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X