Jupiter transit 2024 : આવનારા 21 દિવસ સુધી જલસા કરશે આ રાશિઓ, ગુરુ ગોચરથી થશે લાભ
Jupiter transit 2024: નવ ગ્રહોમાં ગુરુને દેવગુરુ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહના દેવગુરુનું નામ આપવામાં આવ્યું છે. તેને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે બુદ્ધિની સાથે જ્ઞાન આપનાર કહેવાય છે.
કુંડળીમાં ગુરુનું પરિવર્તન પણ લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. રાશિચક્રમાં પરિવર્તનની સાથે-સાથે ગુરુ પણ સમયાંતરે નક્ષત્રોમાં સંક્રમણ કરે છે અને આનાથી લોકોની રાશિ પર સારી અને ખરાબ અસર થાય છે. આ સમયની વાત કરીએ, તો ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને એપ્રિલ મહિનામાં ગુરુ કૃતિકા નક્ષત્રમાં ગોચર કરે છે.
ગુરુ આગામી 21 દિવસ સુધી આ નક્ષત્રમાં ગોચર કરશે અને 13 જૂનના રોજ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઇ રાશિ માટે ગુરૂ ગ્રહનું સંક્રમણ ફાયદાકારક સાબિત થશે.
મેષ રાશિ પર ગુરુ ગોચરની અસર - મેષ રાશિ માટે ગુરુનું સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે. તમને તમારા કરિયરમાં મોટો બ્રેક મળશે, તમારા સહકર્મીઓ તમને ફાયદો કરાવશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે અને આર્થિક લાભ થશે.
નોકરીમાં પ્રમોશનની સંભાવના છે અને વેપારમાં લાભ થશે. વિદેશ પ્રવાસની તકો છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

વૃશ્ચિક રાશિ પર ગુરુ ગોચરની અસર - આ રાશિ માટે પણ ગુરુનું સંક્રમણ શુભ રહેશે. આર્થિક લાભ થશે અને નોકરીની સાથે વેપાર કરનારાઓને પણ ઘણો ફાયદો થશે.
ખર્ચ વધી શકે છે, તેથી બજેટનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. વિવાહિત જીવન સુખી રહેશે અને પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે.
ધન રાશિ પર ગુરુ ગોચરની અસર - ગુરુનું આ સંક્રમણ ધન રાશિના લોકો માટે વિશેષ લાભદાયી સાબિત થવાનું છે. વેપાર કરનારાઓને મોટો બ્રેક અથવા મોટો સોદો મળવાની તકો છે.
આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં કોઈ મતભેદ હોય તો તે ઉકેલવાની શક્યતાઓ છે. તમને મુસાફરીનો લાભ મળશે, અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની સંભાવના છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
