9 માર્ચથી 11 જુલાઈ સુધી ગુરુ રહેશે વક્રી, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સુખ, સૌભાગ્ય, પદ, પ્રતિષ્ઠા, સન્માન અને વિવાહિત સુખનું પ્રતિનિધિત્વ કરનારો ગુરુ 9 માર્ચની સવારે 10.09 થી 10 જુલાઈની રાત 10.46 વાગ્યા સુધી તુલા રાશિમાં વક્રી થઈ રહ્યો છે. આ 123 દિવસ દરમિયાન તમામ રાશિઓ પર તેની જુદી જુદી અસર થશે. જાતક તત્વ અને સારાવલી ગ્રંથ અનુસાર જો શુભ ગ્રહ વક્રી થાય તો મનુષ્યને ધન, વૈભવ, સુખ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પણ ક્રૂર ગ્રહ વક્રી થાય તો ધન, યશ, સન્માન, પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે. જો કે ગુરુ સૌમ્ય ગ્રહ છે તેથી તેના વક્રી થવાથી તમામ રાશિઓ પર ક્યાંક ને ક્યાંક શુભ ફળની પ્રાપ્તિ થશે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે વર્તમાનમાં ગુરુ સપ્તમ ભાવમાં તુલા રાશિમાં સ્થિત છે. જેથી ગુરુનું ગોચર શુભ રહેશે. વિવાહના કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. દાંપત્યજીવનમાં મુશ્કેલી ચાલી રહી હોય તો તે દૂર થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. નોકરી, બિઝનેસમાં લાભ થશે.

વૃષભ

વૃષભ

છઠ્ઠો ભાવ રોગ, બિમારીનું સ્થાન છે. વૃષભ રાશિ માટે ગુરુ છઠ્ઠા ભાવમાં વક્રી થશે. જેથી આ રાશિના જાતકોને મિશ્રિત ફળ મળશે. શિક્ષણ ક્ષેત્રે લાભ થશે. જેઓ હાલ બિમાર છે તેમની બમારી દૂર થવાની શક્યતા છે. જો કે તેમાંથી સાજા થવામાં ભારે ખર્ચ થઈ જશે.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો માટે ગુરુ પંચમ ભાવમાં વક્રી થશે. પંચમ સ્થાન સંતાનનો ભાવ હોય છે. જેથી આ રાશિના જાતકોને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે. સંતાનથી તમારુ સન્માન થઈ શકે છે. સાથે જ ધનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ રાશિના જાતકો કોઈ નવા કામની શરૂઆત કરવા ઈચ્છે તો તે કરી શકે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો માટે ચતુર્થ ભાવ એટલે કે સુખ સ્થાનમાં વક્રી થશે. આ ગુરુની ઉચ્ચ રાશિ છે. જેથી તેના પ્રભાવથી અનેક સુખોમાં વૃદ્ધિ આવવાની શક્યતા છે. જો કે ધ્યાન રાખજો કે ઘમંડ કે કોઈનું ખરાબ ઈચ્છશો નહિં, નહિંતર ગુરુ તમને દંડ કરી શકે છે. તમારી વાણી અને ગુસ્સા પર સંયમ રાખજો.

સિંહ

સિંહ

આ રાશિ માટે ત્રીજા સ્થાનમાં ગુરુ વક્રી થશે. ભાઈ-બહેનોને સાથે રાખીને ચાલજો. કોઈ વાતે અનબન થાય તો ઠંડા મગજે કામ લેજો. ધનનું આગમન સારુ રહેશે. પૈતૃક સંપતિ મેળવશો. વાહન ખરીદીનો યોગ છે. લગ્નજીવનમાં મધુરતા આવશે.

કન્યા

કન્યા

આ રાશિના દ્વિતિય એટલે કે ધન સ્થાનમાં વક્રી થઈ રહ્યો છે. જેથી તમારા માટે બે પ્રકારની સ્થિતિ બની રહી છે. બને કે અચાનક કોઈ ખૂબ ધન મેળવશે અથવા અચાનક કોઈ મોટી ધન હાની થશે. રોકાણ કરતા સાચવવું. નવું કાર્ય, વેપાર શરૂ થઈ શકે છે. સરકારી નોકરી મળી શકે છે.

તુલા

તુલા

આ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં ગુરુ વક્રી રહેશે. પ્રથમ ભાવનો ગુરુ અત્યંત શુભ છે. જેથી તુલા રાશિના જાતકોને બૃહસ્પતિનો શુભ પ્રભાવ મળશે. રોકાયેલા તમામ કામો ઝડપથી આગળ વધશે. ધનનું આગમન સારુ રહેશે. દેવામાંથી મુક્તિ થશે. ચલ-અચલ સંપતિ ખરીદશો. કૌટુંબિક સુખ મેળવશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના દ્વાદશ સ્થાનમાં ગુરુ વક્રી થશે. આ સ્થાન વ્યયનું છે. અચાનક ખર્ચા વધવાથી માનસિક તાણમાં રહેશો. જો કે ચિંતા કરવી નહિં, બધુ બરાબર થઈ જશે. કૌટુંબિક જીવનમાં સુખ જળવાઈ રહેશે. વિદેશ પ્રવાસનો યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

ધન

ધન

આ રાશિનો સ્વામી ગુરુ છે અને અગિયારમાં ભાવમાં વક્રી થશે. જેથી નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. પૈસાના કારણે કોઈ કામ અટક્યુ હોય તો તે થઈ જશે. વેપારી વર્ગમાં કોઈ નવા બિઝનેસનો પ્રારંભ કરી શકશો. નોકરી કરનારા લોકોનું પ્રમોશન અને સ્થાનાંતરણ થશે. અવિવાહિતોના વિવાહ થશે.

મકર

મકર

મકર રાશિમાં ગુરુ નીચનો હોય છે અને આ રાશિના દશમ ભાવમાં ગુરુ વક્રી રહેશે. જેથી નોકરી કરનારા સાવધાન રહે. કોઈ સાથી તમારી પ્રતિષ્ઠા બગાડી શકે છે. ઉચ્ચ અધિકારીઓથી સારો તાળમેળ રાખીને ચાલવું પડશે. પ્રમોશન થશે. લગ્નજીવન સુખદ રહેશે. આર્થિક મુશ્કેલી દૂર થશે. વાહનની ખરીદી થશે.

કુંભ

કુંભ

આ રાશિના નવમ સ્થાન માં ગુરુ વક્રી થશે, જે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધારશે. સંપતિની વહેંચણીને લઈ ભાઈ-બંધુઓથી વિવાદ થશે. જો કે તમે બધા સાથે સરખો ન્યાય કરશો. તમારી નિર્ણય ક્ષમતામાં વધારો થશે. આ રાશિના યુવાઓને જોબની મોટી ઓફર આવી શકે છે. દાંપત્યજીવનમાં સુખ વધશે.

મીન

મીન

આ રાશિના જાતકોના અષ્ટમ ભાવમાં ગુરુ વક્રી થશે. જે ગુરુની જ રાશિ છે. જો કે અષ્ટમ સ્થાન શુભ નથી, જેથી આ રાશિ માટે ગુરુ મિશ્રિત પરિણામ આપશે. આ રાશિના જાતકોની માનસિક સ્થિતિ ડગી શકે છે. તનાવને કારણે નકારાત્મકતા હાવી થશે. શારીરિક રીતે અસ્વસ્થ રહેશો. આર્થિક બાબતોમાં તમારી જીત થશે.

English summary
Jupiter turns retrograde in Libra Zodiac sign (Thulam Rashi) from 9th March 2018 and becomes direct in motion 11th July 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.