Astro Calendar: એપ્રિલ 2018 નું જ્યોતિષ કેલેન્ડર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

  • દિલ-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે. 
  • વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે. 
  • મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો. 
  • સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે. 
  • ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે. 
  • સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે. 
  • સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે. 
મેષ

મેષ

તમારા માટે એપ્રિલ માસ મિશ્રિત અસરો આપનારો રહેશે. આ મહિને આર્થિક સ્થિતિ સારી રહેશે. મોટા આર્થિક લાભ થવાની શક્યતા છે. નવો વેપાર શરૂ કરવા ઈચ્છતા લોકો 7, 15, 29, 30 એપ્રિલની પસંદગી કરજો, આ દિવસે કરેલા કામો તમને મોટો લાભ કરાવશે.

વૃષભ

વૃષભ

નવા પ્રસ્તાવ તમારી સામે આવશે. ભાગ્યનો ઠીક-ઠાક સાથ મળી રહેશે. કૌટુંબિક સુખો ભોગવી શકશો. વેપારીઓને વેપારમાં સારો નફો મળશે. આ સમયે આર્થિક નિર્ણયોને લઈ સતર્ક રહેજો. પ્રેમી પાર્ટનર સાથે નીકટતા વધશે.

મિથુન

મિથુન

કાર્યસ્થળે હળીમળીને કાર્ય કરવાથી લાભ થશે. આ મહિનો તાણમાં વિતશે. તમારા મનમાં ઉચાટ રહેશે. લોકોની ભીડમાં પણ પોતાને એકલા અનુભવશો. તમારી ઈચ્છાઓની પૂર્તી ન થતા તમે નિરાશ થશો.

કર્ક

કર્ક

સાવધાન રહેજો, નહિંતર અપયશનો સામનો કરવો પડશે. આ સમયે તમારી બુદ્ધિ વાપરશો નહિં, અગત્યના કાર્યોમાં વડિલોના કહ્યા પ્રમાણે ચાલજો. બીજા પર પોતાના વિચારો થોપશો નહિં. પ્રેમી યુગલો વેકેશન માણવા રમણીય સ્થળે જશે.

સિંહ

સિંહ

ધનની લેવડ-દેવડમાં સાવધાન રહેજો. આ મહિને ભાગ્ય તમારી સાથે છે, જેથી મોટા નિર્ણયો આ સમયે લેવાથી તમને ગ્રહોનો પૂરતો સાથ મળી રહેશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. ત્યાં જ આ સમય તમારા માટે હતાશા અને નિરાશા પણ લાવશે.

કન્યા

કન્યા

પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ છે. પ્રેમી યુગલોની નીકટતા વધશે. ભાગ્યન ભરપૂર સાથ છે. જેથી આ મહિને તમે જે પણ કરશો તેમાં તમને લાભ જ લાભ થશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે.

તુલા

તુલા

કૌટુંબિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. આ સમયે તમને કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જેથી તમે જોશમાં અને સુખી રહેશો. કુટુંબ સાથે વેકેશન માણવાનું પ્લાનિંગ કરી શકો છો. આ મહિનો તમારા માટે ઉત્તમ છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે એપ્રિલ ખુશનુમા રહેશે. ભાગ્યનો ભરપૂર સાથ મેળવશો. કેટલાક નવા કામોની શરૂઆત કરશો. જેનાથી તમારી ખ્યાતિમાં વધારો થશે. માન-સન્માન અને પદોન્નતિ થવાથી તમે ખુશ રહેશો. કૌટુંબિકો ઝગડાથી તમે હેરાન થઈ શકો છો.

ધન

ધન

વિના કારણે તાણમાં રહેશો. 7 એપ્રિલે તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમારા માટે એપ્રિલ ઉત્તમ માસ સાબિત થશે. કેટલાક પ્રેમી યુગલો દાંપત્યજીવનથી બંધાઈ શકે છે. આ સમયે કૌટુંબિક ખર્ચામાં વધારો થશે. નવું ઘર કે મિલકત ખરીદીની શક્યતાઓ પ્રબળ છે.

મકર

મકર

પ્રેમ સંબંધોમાં તીખી-મીઠી નોકઝોક ચાલશે. તેમ છતાં તમારી વચ્ચેનો પ્રેમ ઓછો થશે નહિં. બંને એકબીજા વિના રહી શકશો નહિં. બને કે આ સમયે તમારી મુલાકાતો વધી શકે છે. ગિફ્ટનું આદાન-પ્રદાન થશે, એકબીજાને સરપ્રાઈઝ આપશો.

કુંભ

કુંભ

વેપારી વર્ગને ઉઘરાણીમાં થોડી મુશ્કેલી આવશે. આ સમયે તમારુ નાણું ફસાઈ શકે છે, જેથી તમે નિરાશ થશો. આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેજો. નુકશાન થવાની શક્યતા છે. પ્રેમી યુગલો માટે આ સમય ઉત્તમ છે.

મીન

મીન

સ્ત્રીઓ પોતાની ઉર્જાને નકામા કાર્યોમાં વેડફે નહિં. પતિ-પત્નિના સંબંધોમાં તાણ રહેશે, જેથી કુટુંબમાં અશાંતિ રહેવાથી ઘરનું વાતાવરણ ડોહળાયેલું રહેશે. આ સમયે નવું ઘર ખરીદવા ઈચ્છા લોકો કોઈ મોટા નિર્ણય પર આવી શકે છે. નિરાશાને દૂર કરવા ધાર્મિકતા તરફ વળશો.


English summary
Astro calendars show when the stars favour particular zodiac sign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.