Kanya (Virgo) Career Horoscope 2021: અપ-ડાઉન આવતા રહેશે, અંતે સફળ થશો
Kanya (Virgo) Career Horoscope 2021: અપ-ડાઉન આવતા રહેશે, અંતે સફળ થશો
Kanya (Virgo) Career Horoscope 2021: કન્યા રાશિ માટે વર્ષની શરૂઆત તો સારી થશે પરંતુ આ વર્ષ કરિયરમાં ઘણા અપ-ડાઉન આવશે. દશમનો સ્વામી બુધ ચોથા સ્થાનમાં સૂર્ય સાથે બેસીને બુધાદિત્ય યોગ બની રહ્યો છે જે બિઝનેસ અને જૉબ બંનેમાં શરૂઆતી સફળતા અપાવશે પરંતુ પંચમનો શનિ સફળતામાં સમસ્યા પેદા કરવાની કોશિશ કરશે. આ કારણે તમે જેટલા આગળ વધશો તેટલા જ પાછળ આવી જશો. આ દરમ્યાન તમારું મન વિચલિત રહેવાથી તમે કાર્યમાં બદલાવ કરવા માંગશો. એકાગ્રતાની કમીનું ખરાબ પરિણામ તમારે નોકરીમાં ઉઠાવવું પડી શકે છે. માટે ફેબ્રુઆરીથી જૂન વચ્ચે થોડા સતર્ક રહો. કોઈ મોટો નિર્ણય લેવાથી બચો. હા, તમે આગળની કાર્યયોજના બનાવવામાં આ સમયનો ઉપયોગ કરી શકો છો.

લેખન, બૌદ્ધિક કાર્ય, ફિલ્મ લેખન, પ્રશાસનિક સેવાઓ સાથે જોડાયેલા નોકરિયાત લોકોને મનમાં એકાગ્ર રાખતાં કામ કરવાનું છે, સફળતાના ચાન્સ વધી જશે. આઠમા ભાવમાં સ્થિત મંગળ તમને ક્રોધ અપાવશે અને ધાર્યા પ્રમાણ કામ ના થવાના કારણે તણાવ પેદા કરશે. તમે ઉચ્ચાધિકારીઓ સાથે વિવાદ કરી શકો છો જે કારણે નોકરીથી હાથ ધોવા પડી શકે છે. સ્વરાશિનો મંગળ અધિક ઉગ્ર રહેશે. આ તમને કોઈ શારીરિક પરેશાની પણ આપી શકે છે જેની અસર કરિયર પર પડશે.
વારંવાર પડકારોનો સામનો કરવો પડશે
સેના, પોલીસ, એન્જીનિયર, રેલવે, ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા નોકરિયાત અને વેપારીઓએ વારંવાર પડકારોનો સામનો કરવો પડશે, વિશેષરૂપે એપ્રિલ-મેના સમયમાં. આ દરમ્યાન કોઈ નવું કાર્ય શરૂ કરવાથી બચો.જૂના કાર્યો જેવાં ચાલી રહ્યાં છે તે ચાલવા દો.
વર્ષના અંતનો સમય સારો રહેશે
સપ્ટેમ્બર બાદથી લઈ વર્ષના અંત સુધીનો સમય સારો રહેશે. આખું વર્ષ કરિયરમાં જે કમીઓ રહી ગઈ છે, તે દૂર થઈ જશે. આ દરમ્યાન તમે તમારી પસંદિત જગ્યાએ સ્થાનાંતર લઈ શકો છો. જૉબમાં પણ પ્રગતિ થશે. અધિકારીઓથી નજીકના તમને આગળ વધવામાં મદદ કરશે. જે લોકો ખુદનો વ્યવસાય કરી રહ્યા છે તેઓ લાભની સ્થિતિમાં આવી જશે.
અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષનો ઉપાયઃ કન્યા રાશિના જાતક આ વર્ષે બુધવારનો વ્રત રાખે. શનિદેવની શાંતિ કરાવે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
