For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્મો ખરાબ હોય તો ગમે એટલા ઉચ્ચ ગ્રહો પણ નથી આપતા શુભ પ્રભાવ

ઘણા જાતકોના જન્માક્ષરમાં એકથી એક ચડિયાતા ઉચ્ચ ગ્રહો હોય છે પરંતુ તેમછતાં પણ તેમને આનો શુભ પ્રભાવ નથી મળતો. આવો જાણીએ વિસ્તારથી...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણા જાતકોના જન્માક્ષરમાં એકથી એક ચડિયાતા ઉચ્ચ ગ્રહો હોય છે પરંતુ તેમછતાં પણ તેમને આનો શુભ પ્રભાવ નથી મળતો. પછી તે જ્યોતિષીઓ પાસે ભટકતા રહે છે અને પૂછતા રહે છે કે આખરે કયા કારણે ઉચ્ચ ગ્રહો હોવા છતાં પણ તે મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. આનો જવાબ જ્યોતિષના ગ્રંથ લાલ કિતાબમાંથી મળે છે. લાલ કિતાબ અનુસાર જાતકના કર્મ ખરાબ હોય તો ઉચ્ચ ગ્રહો પણ પોતાનો શુભ પ્રભાવ નથી બતાવી શકતા. ઉચ્ચ ગ્રહનો વ્યક્તિ પણ ક્યારેક-ક્યારેક પોતાના વ્યવહાર કે દ્રષ્ટિથી ગ્રહના પ્રભાવને ખતમ કરી દે છે જેનાથી ઉચ્ચ ગ્રહ પણ નીચનો પ્રભાવ આપવા લાગે છે. આવો જાણીએ વિસ્તારથી...

planet

કયા ભાવમાં કયા ગ્રહ ઉચ્ચ હોય છે...

  • સૂર્ય - પ્રથમ ભાવમાં
  • ચંદ્ર - દ્વિતીય ભાવમાં
  • રાહુ - તૃતીય ભાવમાં
  • ગુરુ - ચતુર્થ ભાવમાં
  • બુધ - છઠ્ઠા ભાવમાં
  • શનિ - સપ્તમ ભાવમાં
  • કેતુ - નવમ ભાવમાં
  • મંગલ - દશમ ભાવમાં
  • શુક્ર - દ્વાદશ ભાવમાં

પંચમ, અષ્ટમ અને એકાદશ ભાવમાં કોઈ ગ્રહ ઉચ્ચનો નથી હોતો.

સૂર્ય - જન્માક્ષરમાં જો ઉચ્ચના સૂર્યવાળો જાતક અનાચાર, અત્યાચારમાં લિપ્ત હોય, પોતાના ઉચ્ચાધિકારી, પિતા સમાન વ્યક્તિઓ સાથે દુર્વ્યવહાર કરતો હોય તો ઉચ્ચનો સૂર્ય વિપરીત ફળ આપવા લાગે છે.

ચંદ્ર - ઉચ્ચ ચંદ્રવાળો વ્યક્તિ જો પોતાની માતા, નાની કે દાદીનો નિરાદર કરે તો ઉચ્ચના ચંદ્રનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે અને જાતકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મંગળ - ઉચ્ચ મંગળવાળો વ્યક્તિ જો પોતાના મિત્ર કે ભાઈ સાથે વિશ્વાસઘાત કરે તો મંગળ ઉચ્ચ હોવા પર પણ પોતાનો પ્રભાવ નથી આપી શકતો.

બુધ - ઉચ્ચ બુધવાળો જાતક જો કોઈ દેવી, બહેન, કન્યા કે ફોઈ, માસીનુ નિરાદર કે અપમાન કરે તો ઉચ્ચ બુધનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

બૃહસ્પતિ - જન્માક્ષરમાં ઉચ્ચ બૃહસ્પતિવાળો જાતક જો કોઈ બ્રાહ્મણ, દેવતા, પોતાના દાદ, નાના કે પિતાનો નિરાદર કે અપમાન કરે તો બૃહસ્પતિ પોતાનો ઉચ્ચ પ્રભાવ નથી આપતો.

શુક્ર - ઉચ્ચ શુક્રવાળો વ્યક્તિ કોઈ ગાયને હેરાન કરે કે પછી કોઈ સ્ત્રીનુ અપમાન કરે, પત્નીને હેરાન કરે તો શુક્રનો ઉચ્ચ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

શનિ - ઉચ્ચ શનિવાળો વ્યક્તિ જો માસાંહાર અને દારુનુ સેવન કરે કે પછી પોતાના કાકા અથવા દાદાનુ અપમાન કરે તો ઉચ્ચનો શનિ પોતાનો પ્રભાવ નથી બતાવી શકતો.

English summary
Karma is responsible for Good or Bad Planet Results, read details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X