For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astro Tips: તમારા વૉલેટમાં જરૂર રાખો આ વસ્તુઓ

પર્સમાં ધનની અછતથી બચવા કરો કેટલાક ઉપાય. આ ઉપાયોથી તમારી પર્સમાં ક્યારે પણ પૈસા ઓછા નહીં થાય.આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

સુખી જીવન જીવવા માટે પૈસા અગત્યની વસ્તુ છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે ખૂબ જ ધન હોય, તેની દરેક જરૂરિયાત પૂરી થવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં ધન વધારવા માટેના અનેક ઉપાયો સુચવવામાં આવ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ તેમની ઈચ્છા હોય છે કે તેમનું પર્સ હંમેશા ભરેલું રહે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવિશું કે, જેનાથી તમારુ પર્સ હંમેશા ભરેલુ રહે. હંમેશા તમારી જરૂરિયાતો પ્રમાણે તમને ધન મળી રહે.

લક્ષ્મીની તસ્વીર

લક્ષ્મીની તસ્વીર

પૈસાને લગતી મુશ્કેલીને દૂર કરવા માટે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવી માતા લક્ષ્મીની તસ્વીર તમારા પર્સમાં રાખશો તો તમારી નાણાકીય મુશ્કેલી દૂર થશે. એક વાતનું ધ્યાન રાખજો કે લક્ષ્મીના જે ફોટાની પસંદગી કરો તેમાં લક્ષ્મી બેસેલી મુદ્રામાં હોય.

પીપળાના પાન

પીપળાના પાન

હિંદુ ધર્મમાં તુલસી અને પીપળાને પુજનીય મનાવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પર્સમાં પીપળાનું પાન રાખવું જોઈએ, તે આર્થિક લાભ કરાવે છે. પીપળાનું પાન શુભ મુહૂર્તમાં પર્સમાં નોટો સાથે રાખવું. આમ કરવાથી તમારુ પર્સ હંમેશા નોટોથી ભરેલું રહેશે.

લાલ રંગનો કાગળ

લાલ રંગનો કાગળ

આ એક અસરકારક ટોટકુ છે. એક લાલ રંગનો કાગળ લો અને તેના પર પોતાની ઈચ્છા લખી તેને રેશમી દોરામાં બાંધી પર્સમાં રાખો. આવું કરવાથી તમારી આ ઈચ્છા જરૂર પૂરી થાય છે. ચોખાના દાણા વિશે શાસ્ત્રોમાં અનાજ અને ધનને બરાબર માનવામાં આવ્યું છે. પર્સમાં ચપટી ચોખાના દાણા રાખો, તેનાથી તમારા ધનનો નકામો ખર્ચ અટકી જશે.

માતા-પિતાના આશિર્વાદ

માતા-પિતાના આશિર્વાદ

ક્યારેય કોઈ વડિલ તમને આશિર્વાદ રૂપે પૈસા આપે તો તેને ખર્ચ કરશો નહિં. શુભ મુહૂર્ત જોઈ તેને તિલક લગાવી તેને હંમેશા પોતાના પર્સમાં રાખો. તેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે.

લાકડાનો ટુકડો

લાકડાનો ટુકડો

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પર્સમાં કાચનો નાનો ટુકડો કે પછી નાનું ચક્કુ રાખવું જોઈએ. તેનાથી પણ આવકમાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત પર્સમાં કોડી કે ગોમતી ચક્ર પણ રાખી શકો છો.

ચાંદીનો સિક્કો

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે ચાંદીનો સિક્કો છે તો તેને પર્સમાં રાખો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ધનની વર્ષા થાય છે. જો કે ચાંદી કે સોનાના સિક્કા, કોડી, રુદ્રાક્ષ, ગોમતી ચક્ર, વગેરેને પર્સમાં મુકતા પહેલા માતા લક્ષ્મીના ચરણોમાં મુકો. પછી તેને પર્સમાં મુકો.

રાખો આ વાતનુ ધ્યાન

રાખો આ વાતનુ ધ્યાન

ઉપરોક્ત તમામ ચીજો પર્સમાં રાખવી જોઈએ તે જાણ્યા બાદ તે પણ જાણી લો કે તમારે શું ન કરવું જોઈએ. એટલે કે પર્સ સાથે જોડાયેલા આ કામો તમારે ક્યારેય કરવા નહિં. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પર્સમાં નોટ હંમેશા સીધી રાખવી, વાળીને નહિં. ઉપરાંત ક્યારેય કોઈ અશ્લિલ ચિત્ર ન મુકવું. પર્સમાંથી નકામી વસ્તુઓને કાઢીને બહાર મુકી દો. આ વસ્તુઓ તમારી દરિદ્રતાનું કારણ બને છે.

English summary
Our wallet is one of the most important things we carry everyday apart from money, we also keep our other valuables in the wallet. Here is a list of things you need to keep in your wallet for your prosperity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X