જાણો 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનું માટે કેવું રહેશે 2023
મૂળાંક 3 એટલે કે 3 ,12,21 અને 30 તારીખે જન્મેલા લોકો માટે આવનારુ વર્ષ એટલે કે 2023 કેવું રહેશે?
અંકશાસ્ત્ર એક પ્રાચિન શાસ્ત્ર છે જે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ, ભાગ્ય અને હેતુ વિશે આંકડાઓનો અભ્યાસ અંગે જણાવે છે. આવા સમયે આજે આપણે જાણીશું કે 3 નંબર ધરાવતા લોકો માટે વર્ષ 2023 કેવું રહેશે. જે લોકોનો જન્મ 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. મૂળાંક 3 ના જાતકોનો સ્વામી ગુરૂ છે, જે દરેક ગ્રહોનો ગુરૂ છે.
3 મૂળાંકના લોકો ખૂબ જ સ્વાભિમાની હોય છે. તેમને કોઈની સામે નમવું પસંદ નથી. તેઓ કોઈની તરફેણ કરવા માંગતા નથી. તેમને પોતાના જીવનમાં કોઈની બિનજરૂરી દખલગીરી પસંદ નથી. તેઓ તેમની સ્વતંત્રતા સાથે સમાધાન કરવાનું પસંદ કરતા નથી. આ મૂળાંક ધરાવતા લોકો હિંમતવાન, બહાદુર, શક્તિશાળી, અડગ, સંઘર્ષશીલ, પરિશ્રમશીલ હોય છે અને મુશ્કેલીઓનો સામનો કરીને હાર માનતા નથી.
જો આપણે નવા વર્ષની કુંડળી નંબર 3 વિશે વાત કરીએ, તો 2023 તમારા માટે સારું સાબિત થશે. વ્યવસાયિક જીવન, કારકિર્દી જીવન અને અભ્યાસના ક્ષેત્રમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. આ વર્ષે તમને ધનલાભની ઘણી તકો મળશે.

કરિયર
મૂળાંક 3 કારકિર્દીના ક્ષેત્રમાં આ વર્ષ ઘણું સારું સાબિત થઈ શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વર્ષે મૂળાંક 3ના લોકોને સારી સફળતા મળશે.
આ વર્ષે તમે બિઝનેસ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. જોકે, આ વર્ષે ભાગીદારીના કામમાં ખાસ કાળજી રાખવી પડશે. તેમજ ધંધામાં કોઈપણ વિજાતીય વ્યક્તિની દખલગીરીને કારણે પૈસાની ખોટ કે, કોઈ મોટું નુકસાન થઈ શકે છે.

આર્થિક સ્થિતિ
આ વર્ષે મૂળાંક 3ના લોકોની આવકમાં વૃદ્ધિનો યોગ વધુ મજબૂત થતો જણાઇ રહ્યો છે. તમારા કામમાં ફોકસ રાખવાની જરૂર છે. આ વર્ષે માનસિક તણાવમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આ વાતનું પણ ધ્યાન રાખો કે, શોર્ટકટ ન લો નહીં તો ધનહાનિ થવાની શક્યાતા છે. બીજી બાજુ જો આપણે આવક વિશે વાત કરીએ, તો જ્યારે જરૂરી હશે, ત્યારે અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આ વર્ષે તમારી સંપત્તિમાં વધારો જોવા મળશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

પ્રેમ
જેમના લગ્ન મૂલાંક 3 સાથે થયા છે, તેમના જીવનસાથી સાથેના સંબંધો કંઈક અંશે બગડી શકે છે. અંગત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
પ્રેમ કરનારાઓ માટે પણ પ્રેમ લગ્નમાં વિલંબ થઈ શકે છે. બીજી તરફ સારી વાત એ છે કે, આ વર્ષના અંતિમ દિવસોમાં તમને તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવાની તક મળી શકે છે.
જો તમે તમારા સંબંધને જાળવી રાખવા માંગો છો, તો તમારા પાર્ટનરને થોડી પર્સનલ સ્પેસ પણ આપો. કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળો અને એકબીજામાં વિશ્વાસ જાળવી રાખો.

આરોગ્ય
મૂળાંક 3 ના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ રહેશે. વર્ષ 2023 ના મધ્યમાં ત્વચાની એલર્જીને કારણે તમે પરેશાન થઇ શકો છો. તેથી સ્ટ્રોગ અને વધુ પડતા મસાલાનો ઉપયોગ કરશો નહીં.
આની સાથે તમને કોઈપણ વિષયને લઈને માનસિક તણાવ થઈ શકે છે. એટલા માટે તમારે આધ્યાત્મિકતાનો સહારો લેવો જોઈએ. જેના કારણે તમને માનસિક શાંતિ મળશે.












Click it and Unblock the Notifications
