For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનસિક રીતે પાગલ કરી શકે છે તક્ષક કાલસર્પ દોષ

કાલસર્પ દોષનું નામ સાંભળીને સારા સારા લોકો ડરી જાય છે. અને આ વાત સાચી પણ છે કારણ કે જે જાતકની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેનું જીવન અસ્તવ્યસ્ત જ રહે છે.

|
Google Oneindia Gujarati News

કાલસર્પ દોષનું નામ સાંભળીને સારા સારા લોકો ડરી જાય છે. અને આ વાત સાચી પણ છે કારણ કે જે જાતકની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેનું જીવન અસ્તવ્યસ્ત જ રહે છે. કાલસર્પ દોષની પ્રચલિત પરિભાષા પ્રમાણે જ્યારે જન્મકુંડળીમાં રાહુલ અને કેતુની વચ્ચે અન્ય તમામ ગ્રહ આવી જાય તો કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. રાહુ કેતુની બારમા ભાવમાં ઉપસ્થિતિને કારણે 12 પ્રકાર હોય છે, જેના અલગ અલગ નામ પણ છે. પંતુ આ 12 પ્રકારના કાલ સર્પ દોષમાં કેટલાક અત્યંત અશુભ હોય છે.

તક્ષક કાલસર્પ દોષ

તક્ષક કાલસર્પ દોષ

કોઈ જાતકની જન્મકુંડળીાં તક્ષક કાલસર્પ દોષ ત્યારે સર્જાય છે, જ્યારે તેની કુંડળીના સાતમા ઘરમાં રાહુ અને પહેલા ઘરમાં કેતુ હોય તેમજ સાતમાથી પહેલા ઘરની વચ્ચે અન્ય તમામ ગ્રહ આવી ગયા હોય. જ્યારે તક્ષક કાલસર્પ દોષ બને તો વ્યક્તિના જીવનમાં અચાનક પરેશાનીઓ આવવા લાગે છે. આ પરેશાની સતત નથી આવતી. કેટલોક સમય સારુ રહેવાની સાથે અચાનક કોઈ પરેશાની આવી જાય. તેમાંથી બહાર નીકળ્યા બાદ કેટલોક સમય બધુ બરાબર ચાલે છે અને પછી ફરી મુશ્કેલી આવવા લાગે છે.

તક્ષક કાલસર્પ દોષનો પ્રબાવ

તક્ષક કાલસર્પ દોષનો પ્રબાવ

જન્મકુંડળીમાં તક્ષક કાલસર્પ દોષ હોવાા લક્ષણ જાતકના શરીર પર સ્પષ્ટ દેખાય છે.આ દોષના પ્રબાવથી જાતક સામાન્ય કરતા વધુ મોટા, સામાન્યથી પાતળા હોય છે. આ પ્રકારના દોષને કારણે કેટલાક જાતકો સામાન્ય કરતા નાના કે પછી સામાન્ય કરતા લાંબા હોય છે. તક્ષક કાલસર્પ દોષ માનસિક સ્થિતિ પર ખરાબ અસર પાડે છે. આવા દોષથી પીડિત જાતકોના મષ્તિષ્ક પૂર્ણ રીતે વિક્સિત નથી થતા. કેટલાક જાતકો જન્મથી મંદબુદ્ધિ કે માનસિક દિવ્યાંગ હોય છે. આવા જાતકો બરાબર ભણી નથી શક્તા.

ચારિત્રિક રીતે તક્ષક કાલસર્પ દોષથી પીડીત જાતકો કમજોર હોય છે. તેમનું ચરિત્ર એટલું ખરાબ હોય છે કે તેમને પારિવારિક અને સામાજિક અપમાન તેમજ બદનામ થાય છે. આવા જાતકોના જીવનની એક સ્થિતિમાં જઈને અત્યંત નિરાશાવાદી અને નકારાત્મક વિચારોવાળા થઈ જાય છે. આ જાતકો આત્મહત્યા કરવા સુધીના પગલાં લે છે.

તક્ષક કાલસર્પ દોષ જે કુંડળીમાં હોય તેમનું વિવાહ જીવન પણ પ્રબાવિત થાય છે. આવા જાતકોના પોતાના જીવનસાથી સંબંધો સારા નથી રહેતા. આવા સ્ત્રી પુરુષો અન્ય મહિલા કે પુરુષો સાથે સંસર્ગ કરે છે. ક્યારેક તેમને યૌન રોગ પણ થાય છે.

આવા જાતકો વિવાહેત્તર સંબંધો બનાવે છે, જેને કારણે તેમનું જીવન બરબાદ કરી લે છે. આ દોષથી પીડિત જાતકો નશાના પણ આદિ થઈ જાય છે. તેઓ માદક પદાર્થો, ડ્રગ્સ, શરાબનું સેવન કરીને પોતાના શરીર અને પૈસા બંને બહાર કરે છે.

જે જાતકોની કુંડળીમાં તક્ષક કાલસર્પ દોષ હોય છે તે કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડાય છે.

તક્ષક કાલસર્પ દોષથી બચવા માટે શું કરું છે

તક્ષક કાલસર્પ દોષથી બચવા માટે શું કરું છે

  • કાલસર્પ દોષનું નિવારણ કરવા માટે જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વરમાં કાલસર્પ દોષ શાંતિ પૂજા કરાવાય છે.
  • કાલસર્પ દોષ એક પ્રકારનો પિતૃ દોષ પણ મનાય છે. એટલે તેના માટે કાલ સર્પ દોષ શાંતિ પૂજા કરવામાં આવે છે.
  • તક્ષક કાલસર્પ દોષના નિવારણ માટે જળમાં 11 નારિયેળ પ્રવાહિત કરો
  • કોઈ પણ શનિવારે સફેદ વસ્ત્ર તેમજ ચોખાનું દાન કરો
  • તમારી દૈનિક દિન ચર્યામાં ભગવાન શિવની પૂજા સામેલ કરો. પ્રતિદિન શિવલિંગ પર જળ અને કાચુ દૂધ અર્પિત કરો.
  • મહામૃત્યુંજય મંત્રની રોજ એક માલા રુદ્રાક્ષની માળા સાથે જાપ કરો
  • પોતાના પિતૃ નિમિત્તે દાન, વિશેષ અવસરો પર તર્પણ, પિંડદાન કરો
  • ઘરના વૃદ્ધોનું સન્માન કરો, તેમની જરૂરિયાત પૂરી કરો.

English summary
know about kaal sarp dosh and tricks to solve it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X