સિંહ પ્રેમ રાશિફળ 2023(Leo Love Horoscope): લગ્નજીવન ખૂબ જ સુખદ રહેશે

સિંહ રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.

સિંહ પ્રેમ રાશિફળ 2023: સિંહ રાશિના લોકો ખુશ થઈ જશે કારણ કે વર્ષ 2023 તેમના માટે પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનુ છે. જે ઉર્જા, ઉત્સાહ સાથે તમે જીવનમાં રોમાંસની રાહ જોઈ રહ્યા છો તે જલ્દી મળવા જઈ રહ્યુ છે. વર્ષની શરૂઆતમાં જ સૂર્ય પંચમ ભાવમાં બુધ સાથે હોવાને કારણે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સમજદારી અને બુદ્ધિમાનીથી સંબંધ નિભાવવામાં સફળ થશો.

leo

લગ્નજીવન અત્યંત સુખદ રહેશે

વળી, જો સંબંધોમાં કોઈ જૂના અણબનાવ હોય તો એ પણ દૂર થઈ જશે. ખાસ કરીને લગ્ન જીવન ખૂબ જ સુખદ રહેવાનું છે. વર્ષના પ્રથમ ત્રણ મહિના વિશેષ ફળદાયી અને લાભદાયી રહેશે કારણ કે છઠ્ઠા ભાવથી ગોચર કરીને શનિ સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને ગુરુ આઠમા ભાવમાં રહેશે.

ઉત્તમ સંબંધોનો લાભ લેશો

આના ફળસ્વરુપ સંબંધોમાં મજબૂતી આવશે, પરસ્પર પ્રેમ અને સ્થાયિત્વની ભાવના વધશે. એપ્રિલ પછી આ સ્થિતિમાં વધુ પ્રબળતા આવશે કારણકે ગુરુ નવમ ભાવમાં ગોચર કરવાના પરિણામે પંચમ પર દ્રષ્ટિ નાખશે ત્યારે સંબંધમાં આત્મીયતા આવશે અને પ્રેમ પરવાન ચઢશે. આ સમયમાં એ લોકોને પણ પ્રેમ મળી જશે જેમના જીવનમાં હજુ સુધી કોઈ પ્રેમ આવ્યો નથી. અપરિણીત લોકોના લગ્નની વાત પણ આ દરમિયાન થવાની સંભાવના છે. ઑક્ટોબર પછી રાહુના રાશિ પરિવર્તનની અસર તમારી રાશિ પર પડશે અને ગુરુની શુભ દ્રષ્ટિથી લગ્નના યોગ બનતા દેખાઈ રહ્યા છે. જીવનસાથી સાથે શ્રેષ્ઠ સંબંધોનો લાભ લેશો.

શુભ રત્નઃ માણેક ધારણ કરો.

ઉપાયઃ સૂર્યદેવની પૂજા કરો અને જળ ચઢાવો. જો જીવનમાં મુશ્કેલીઓ હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X