તુલા પ્રેમ રાશિફળ 2023(Libra Love Horoscope): જૂના પ્રેમ સંબંધો ફરીથી જીવંત થઈ જશે
તુલા રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
તુલા પ્રેમ રાશિફળ 2023: તુલા રાશિના લોકો માટે વર્ષ 2023 પ્રેમના મામલામાં ઉતાર-ચઢાવવાળુ રહેશે. આ વર્ષે તમારે તમારા પ્રેમની ઘણી વખત પરીક્ષા કરવી પડી શકે છે કારણ કે તમે કોઈના માટે ગમે તેટલુ સારુ કરી લો, એ તે તમારી અવગણના જ કરશે. જો કે, અંતે તમને પ્રેમના મામલે એ બધુ મળી જશે જેના તમે હકદાર છો. તમારો જૂનો પ્રેમ સંબંધ જીવંત થશે. એવા સંબંધો પણ સામે આવશે જે હજુ સુધી અનકહ્યા રહી ગયા છે. વર્ષની શરૂઆતમાં શનિ-શુક્ર ચતુર્થ ભાવમાં રહેશે અને 17 જાન્યુઆરીથી શનિ પંચમ ભાવમાં આવવાથી પ્રેમમાં સ્થિરતા આવશે.

પાર્ટનર સાથે મતભેદ થશે
કોઈ તમને પ્રપોઝ કરી શકે છે. તમને નવો પ્રેમ પ્રસ્તાવ મળશે, તમે પરિણીત હોવ કે અપરિણીત તેનાથી કોઈ ફરક પડતો નથી. વિશ્વાસ કરો તમને આ નવો સંબંધ ઘણા સમયથી ગમે છે, બસ તમે તમારી સામેની વ્યક્તિની પહેલની રાહ જોઈ રહ્યા હતા. વર્ષમાં શુક્રનુ એ ગોચર સૂચવે છે કે તમારે તમારા સંબંધો પ્રત્યે પ્રમાણિક રહેવુ પડશે. એપ્રિલ 2023માં ગુરુનુ રાશિ પરિવર્તન લવ મેરેજની શક્યતા ઉભી કરતુ જોવા મળે છે. તમે સાતમાં આસમાનમાં હશો. જેમના જીવનમાં પ્રેમ હજુ સુધી પગરણ નથી માંડ્યા તેમને પણ પ્રેમ સંબંધ મળશે. ઓક્ટોબર પછીનો સમય ફરીથી પ્રેમ સંબંધોમાં સંઘર્ષનો રહેશે. જીવનસાથી સાથે મતભેદ થશે.
શુભ રત્નઃ હીરો કે ઓપલ ધારણ કરો
ઉપાયઃ દરરોજ ભગવાન ભોળાનાથનો અભિષેક કરો અને સિદ્ધિકુંજિકનો પાઠ કરો












Click it and Unblock the Notifications
